Shree Mandvi Lohana Mahajan

Shree Mandvi Lohana Mahajan

Jai Shree Raam, Jai Jalaram, Jai Dariyalal, Jai Raghuvansh

Harking Back: Stepping out in search of Lahore’s ancient past 12/12/2023

https://www.dawn.com/news/1779859?fbclid=IwAR0QMICrjij-LZZpzc-pv1eIouxhL693uO0UCn8nhOUUspFEqcuqG1JKW-4_aem_AYFe1b7kc5PwknA9w1Rb1fhxw18p62-DoMwyvs1Tpzpu7fzW6IOmZL84R0j-d6hRrF0

about Lohana history in Pakistan's leading news paper - Dawn. a must read.

Harking Back: Stepping out in search of Lahore’s ancient past The notion that Lahore was named after Prince Lava, the eldest fair son of Rama, has set many readers writing in to...

08/12/2023

by

Photos from Shree Mandvi Lohana Mahajan's post 04/12/2023

શ્રી માંડવી લોહાણા મહાજન દ્વારા આજરોજ તા. 03.12.2023ના સર્વાઈકલ કેન્સરની વેક્સિનનો પ્રથમ ડોઝ, જ્ઞાતિની દરેક દીકરીઓ/બહેનો માટે નિઃશુલ્ક આપવામાં આવ્યો. આ રસીકરણના કાર્યક્રમમાં માંડવી લોહાણા મહાજનના ઉપપ્રમુખશ્રી દિલીપ ઠક્કર, મંત્રીશ્રી પ્રવીણ પોપટે દાતાઓ શ્રી ચંદ્રકાંત ચોથાણી, શ્રી અરુણ ગંધા, પ્રમુખશ્રી શૈલેષ મડિયાર, શ્રી જિતેન્દ્ર બાવડ, શ્રી અનંત તન્ના, શ્રી શાંતિલાલ ગણાત્રા, , શ્રી માંડવી લોહાણા મહિલા મંડળ તેમજ શ્રી પ્રતાપ ચોથાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. રસીકરણના આ કાર્યક્રમમાં ડૉ. પુલિન વસા, ડૉ. ચિંતન સચદે, ડૉ. ચાર્મી પવાણીની માનદ સેવાને મહાજનની મેડિકલ સમિતિના શ્રી અશોક ઠક્કરે વધાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રોજેકટ ચેરમેન શ્રી હાર્દિક રાયચંદા, સ્વાગત પ્રવચન મેડિકલ સમિતિના શ્રી નિહિત ભીંડે તેમજ આભાર વિધિ પ્રોજેકટ ચેરમેન શ્રી ભાવિન ગણાત્રાએ કરી હતી. રસીકરણ પ્રોજેકટના રજીસ્ટ્રેશનથી લઈ સર્વે વ્યવસ્થા મહિલા પ્રોજેકટ ચેરપરસન્સ શ્રીમતી જાગૃતિ ભીંડે, શ્રીમતી હેતલ ગણાત્રા, શ્રીમતી અલ્પા રાયચંદા, શ્રીમતી શ્વેતા ગણાત્રા તેમજ શ્રીમતી દેવાંગી સચદેએ નિભાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માંડવી લોહાણા મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિનેશ કતિરા, સહમંત્રી શ્રી ધર્મેન્દ્ર કોટક, ખજાનચી શ્રી હિતેશ સોમૈયા, સહ ખજાનચી શ્રી સુરેશ ઠક્કર, સલાહકાર સમિતિના શ્રી કિશોર ભીંડે, શ્રી નિમેશ ચંદારાણા, શ્રી હિતેશ આથા, શ્રી અનિલ તન્ના, કારોબારી સભ્યો શ્રી મૂલેશ ઠક્કર, શ્રી જિગર કોટક, શ્રી વિજય ગંધા, શ્રી કિર્તિ ચંદે, મહિલા મંડળના પ્રમુખશ્રી જયાબેન ગણાત્રા તેમજ મંત્રીશ્રી પ્રીતિબેન આથાએ, યુવક મંડળની મેનેજમેંટ સમિતિના શ્રી સ્મિત ઠક્કર, શ્રી બ્રિજેશ રાયચંદા તેમજ શ્રી જિગ્નેશ ગણાત્રાએ જહેમત ઉઠાવી હતી. ડૉ. પુનિત ખત્રી, ડૉ. શોભનાબેન ત્રિવેદી તેમજ ડૉ. પુલિન વસાએ લાભાર્થીઓને વિડીયો મેસેજ દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જે માંડવી લોહાણા મહાજનની યુટ્યુબ ચેનલ પર જાહેર જનતા માટે મૂકવામાં આવેલ છે. સિરમ ઇન્સ્ટીટ્યુટના શ્રી જયપ્રકાશ કલ્યાણી, સિવિલ હોસ્પિટલના શ્રી પાસવાન સાહેબ શ્રીમતી અનેરી દવે અને શ્રીમતી પ્રેષિતા ફોફિંડીએ ટેકનિકલ સહકાર પૂરો પડ્યો હતો. વિશ્વસ્તરે રઘુવંશી સમાજના સંગઠન લોહાણા મહાપરિષદે માંડવી લોહાણા મહાજનની આ પહેલને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

02/12/2023
02/12/2023

Thanks for the encouraging words, Lohana Mahaparishad

Dr. Pulin Vasa speaking about Cervical Cancer Vaccination Project by Mandvi Lohana Mahajan 18/11/2023

માંડવી લોહાણા મહાજન દ્વારા આયોજિત સર્વાઈકલ કેન્સર વેક્સિનેશન પ્રોજેકટ બાબતે માંડવીના અનુભવી, જાણીતા અને ખૂબ વિશ્વસનીય ડૉક્ટર એવા ડૉ. પુલિન વસાનો વિડીયો જોવા નીચેની યુટ્યુબ લિન્ક પર ક્લિક કરવા વિનંતી.

Dr. Pulin Vasa speaking about Cervical Cancer Vaccination Project by Mandvi Lohana Mahajan Why is it important to take ?

Photos from Shree Mandvi Lohana Mahajan's post 17/09/2023

જ્ઞાતિજન સંપર્ક પ્રોજેકટ:

માંડવી લોહાણા મહાજન દ્વારા પ્રમુખશ્રી શૈલેષભાઈ મડિયારની આગેવાની હેઠળ સલાહકારશ્રી કિશોરભાઇ ભીંડે, શ્રી અનિલભાઈ તન્ના, શ્રી નિમેશભાઈ ચંદારાણા, શ્રી હિતેશભાઇ આથા, મંત્રીશ્રી પ્રવીણભાઈ પોપટ, ઉપપ્રમુખશ્રી દિલીપભાઇ ઠક્કર, કારોબારી સભ્યશ્રી અશોકભાઇ ઠક્કર, શ્રી ભવિન ગણાત્રા, શ્રી હાર્દિક રાયચંદાએ રઘુવંશી સમાજના વડીલોની શુબેચ્છા મુલાકાત લેવાઈ તેમજ શ્રી જલારામ બાપાની પ્રસાદી વિતરિત કરી વડીલોના આશીર્વાદ લેવાયા. આ પ્રોજેકટથી જ્ઞાતીના વડીલોમાં અપાર હર્ષની લાગણીઓ વહી ઉઠી.

Photos from Shree Mandvi Lohana Mahajan's post 26/07/2023

તા. 23. 07. 2023

શ્રી માંડવી લોહાણા મહાજન દ્વારા નિઃશુલ્ક થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન.

Photos from Shree Mandvi Lohana Mahajan's post 22/07/2023

શ્રી માંડવી લોહાણા મહાજનના કારોબારી સભ્ય શ્રી ભાવિનભાઇ ગણાત્રાને શ્રી લોહાણા મહાપરિષદના કચ્છ ઝોનના માંડવી-મુંદ્રા રિજનના મંત્રી તરીકે નિમણૂક થતાં શ્રી માંડવી લોહાણા મહાજન ગર્વની લાગણી અનુભવે છે તેમજ શ્રી ભાવિનભાઇને ખૂબ ખૂબ અભિનંદન.

Photos from Shree Mandvi Lohana Mahajan's post 28/06/2023
Photos from Shree Mandvi Lohana Mahajan's post 28/06/2023

માનનીય જ્ઞાતિજન પ્રોફેસર એસ. કે. ઠક્કર દ્વારા શ્રી માંડવી લોહાણા મહાજનની નવરચિત કારોબારી તેમજ હોદ્દેદારોનું સન્માન કરાયું ત્યારની તસવીરી ઝલક.

Photos from Shree Mandvi Lohana Mahajan's post 19/06/2023

શ્રી માંડવી લોહાણા મહાજનના પ્રમુખશ્રી શૈલેષભાઈ મડિયારના વડપણ હેઠળ શ્રી માંડવી લોહાણા મહાજનની કારોબારી તેમજ માંડવી લોહાણા યુવક મંડળ (MLYM) દરેક સભ્યોની જોઇન્ટ મિટિંગમાં શ્રી માંડવી લોહાણા યુવક મંડળની વર્ષ 2023થી 2026ના કાર્યકાળ માટેની નવી ટીમ નિયુક્ત કરવામાં આવી. ગત ટર્મની જેમ આ ટર્મમાં પણ પ્રમુખ-મંત્રી સિસ્ટમની જગાએ મેનેજમેંટ કમિટીના પાંચ સભ્યો તેમજ અન્ય અલગ અલગ સમિતિઓના બે ઇન્ચાર્જ એમ કારોબારી નિયુક્ત કરવી જેથી ટીમવર્કની ભાવનાથી કામ કરી શકાય એવી MLYMના સભ્યોની રજૂઆત મહાજન પ્રમુખ દ્વારા સ્વીકારવામાં આવી હતી. શ્રી માંડવી લોહાણા મહાજનની કારોબારી તેમજ MLYMના સભ્યોની સહમતીથી બિનહરીફ રીતે શ્રી સ્મિત વિજયભાઈ ઠક્કર, શ્રી જિગ્નેશ સુરેશભાઇ ગણાત્રા, શ્રી જિગર ચંદુલાલ તન્ના, શ્રી બ્રિજેશ રમણીકલાલ રાયચંદા તેમજ શ્રી રોહન મુકેશભાઇ દૈયાની મેનેજમેંટ કમિટીના સભ્યો તરીકે વરણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી માંડવી લોહાણા મહાજનના મંત્રીશ્રી પ્રવીણભાઈ પોપટે MLYM ની ગત ટર્મની કાર્યગીરીની પ્રસંશા કરી નવી ટીમને ગત ટીમ કરતાં પણ સુંદર કાર્યો કરવા ચેલેન્જ આપી હતી, તેમજ મહાજન પ્રમુખશ્રી શૈલેષભાઈએ યુવકોને મહાજન સાથે કદમથી કદમ મિલાવી ચાલવાનું ઇજન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી માંડવી લોહાણા મહાજનના કારોબારી સભ્ય હાર્દિક રાયચંદાએ કર્યું હતું. મહાજનના ઉપપ્રમુખશ્રી દિલીપભાઇ ઠક્કર, સહમંત્રીશ્રી ધર્મેન્દ્ર કોટક, ખજાનચીશ્રી હિતેશભાઇ સોમૈયા, સહખજાનચીશ્રી સુરેશભાઇ ઠક્કર, કારોબારી સભ્યો – શ્રી નિહિતભાઇ ભીંડે, શ્રી ભવિનભાઇ ગણાત્રા, શ્રી અશોકભાઇ ઠક્કર, શ્રી મૂલેશભાઇ ઠક્કર, શ્રી જિગરભાઈ કોટક, શ્રી કિર્તિભાઈ ચંદે, શ્રી વિજયભાઈ ઠક્કરે મંચની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે MLYMના દર્શન સચદે, આકાશ પોપટ, અનિશ જોબનપુત્રા, ચિરાગ સોમૈયા, ગૌરાંગ સોમૈયા, જિગ્નેશ સોમૈયા, વિરેન્દ્ર ઠક્કર, ગૌતમ તન્ના, હેમેન ઠક્કર, હાર્દિક મૂળિયા, ડો. ચિંતન સચદે, જિગર આથા, રોહન મડિયાર, પૂર્વેશ ઠક્કર, હાર્દિક અલૈયા અને સંજય તન્નાએ જહેમત ઉઠાવી હતી. શ્રી માંડવી લોહાણા મહાજનના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી દિનેશભાઇ કાતિરાએ કાર્યક્રમમાં હાજર રહી શકે એમ ન હોવાથી ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

Photos from Shree Mandvi Lohana Mahajan's post 16/06/2023

વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદ રૂપ થવા માંડવી લોહાણા મહાજન સતત બે દિવસથી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. ત્યારે આજરોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય મા.શ્રી અનીરુદ્ધભાઈ દવે સાહેબે જાતે લોહાણા મહાજવાડીની મુલાકાત લઈ લોહાણા મહાજન ના કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા....આભાર મા. અનીરુધભાઈ...🙏

Photos from Shree Mandvi Lohana Mahajan's post 15/06/2023

વાવાઝોડાના અસરગ્રસ્તોને પહોંચાડવાના પ્રસાદની માંડવી લોહાણા મહાજન દ્વારા ચાલી રહેલ તૈયારી.

26/05/2023

શ્રી માંડવી લોહાણા મહાજનના વર્ષ 2023-2026ની નવરચિત કારોબારીમાં પ્રમુખપદ શોભાવવા બદલ શ્રી શૈલેષભાઈ મડિયારને ખૂબ ખૂબ અભિનંદન.

Photos from Shree Mandvi Lohana Mahajan's post 26/05/2023

શ્રી માંડવી લોહાણા મહાજન ની નવી કારોબારી સમિતિ વર્ષ ૨૦૨૩-૨૦૨૬ના હોદેદારોની સવૅસંમતિથી વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે શ્રી શૈલેષભાઈ મડીયાર, ઉપપ્રમુખશ્રી દિલીપભાઈ ઠકકર, મંત્રી શ્રી પ્રવીણભાઈ પોપટ, સહમંત્રી ધર્મેન્દ્રભાઈ કોટક, ખજાનચીશ્રી હિતેશભાઈ સોમૈયા, સહખજાનચીશ્રી સુરેશભાઈ ઠકકર, મેનેજીંગ ટૃસ્ટીશ્રી દિનેશભાઈ કતિરા તથા કારોબારી સભ્યો તરીકે નિહિતભાઈ ભીન્ડે. મુલેશભાઈ ઠકકર. ભાવિનભાઈ ગણાત્રા. હાર્દિકભાઈ રાયચંદા. અશોકભાઈ ઠકકરની વરણી કરવામાં આવી.

જય જલારામ

Want your organization to be the top-listed Non Profit Organization in Cutch-Mandvi?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Telephone

Website

Address

Lohana Mahajan Vadi, Mandvi/Kutch
Cutch-Mandvi
370465