Surbhi Patel

Surbhi Patel

You may also like

Kanjibhai S Patel
Kanjibhai S Patel

એવું કાંઈક કર્મ કરી જાવ,
ગુલાબની જેમ ખરીને પણ,
સદૈવ મહેક છોડી જાવ,

14/11/2023

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

13/11/2023

💕નવું વર્ષ....નવા વિચારો..💕

🏵️ પ્રભાતનું પહેલું કિરણ મારે મન ઈશ્વર છે, જે મને
સમજાવે છે ઉઠ તારૂં એક લક્ષ્ય નક્કી કર અને તેના
માટે નિયમિત બન,

🏵️ સવારના મંદ મંદ લહેરાતા પવનનો સ્પર્શ મારે મન
ઈશ્વર છે, જે મને સમજાવે છે જીવ માત્ર માટે
લાગણી અને કરૂણા વરસાવી શીતળ બન,

🏵️ ડાળી પર ખીલતું ફૂલ મારે મન ઈશ્વર છે, જે મને
સમજાવે છે ખિલ્યા પછી ખરવાનું નિશ્ચિત છે તો
તારી સુવાસ પ્રસરે તેવું કર્મ કર,

🏵️ આંગણામાં કલરવ કરતું નિદોર્ષ પક્ષી મારે મન ઈશ્વર
છે, જે મને સમજાવે છે જરૂર પૂરતું જ ભેગું કર
બાકીનું સમાજ માટે અર્પણ કર,

🏵️ પર્વતની ટોચ પરથી વહેતું ઝરણું મારે મન ઈશ્વર છે,
જે મને સમજાવે છે ગમે તેટલી ઊંચાઈ પર રહે પણ
નાનામાં નાના માણસને મળી જમીન સાથે સંપર્ક
કર,

🏵️ ધરતી પરથી અંકુરિત થતું બીજ મારે મન ઈશ્વર છે,
જે મને સમજાવે છે, જીવનમાં આજુબાજુ ઘાસની
જેમ અસંખ્ય ઈર્ષાળું, કપટી, લાલચુ લોકો ઉગી
નીકળશે તેમ છતાં તારૂં લક્ષ્ય સાધી હીંમતથી ફલિત
થા, ના કે જીવનથી હારી જા,

🏵️ વિશાળ સાગરની લહેરો મારે મન ઈશ્વર છે,જે મને
સમજાવે છે સુખદુઃખ તો જીવનનાં અભિન્ન અંગો છે.
તેમા સમતા રાખી તારા વિશાળ દરિયા જેવા દિલમાં
સમાવતો રે,

🏵️ પારણીયે સૂતું નિદોર્ષ બાળક મારે મન ઈશ્વર છે,
જે મને સમજાવે છે ઉંમરના ગમે તે પડાવે પહોંચ
પણ તારી અંદરના બાળકને જીવંત રાખી એક
બાળકની જેમ નિદોર્ષ બની જીવનને માણી લે,

નવા વર્ષેના નવા વિચારો સાથે તમારું આવનારું નવું વર્ષ સુખ, શાંતિ, અને સમૃદ્ધિ સાથે તંદુરસ્ત જીવન લાવે તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના સાથે...

🌷🌹🙏નુતન વર્ષાભિનંદન 🙏🌹

સુરભી પટેલ....✍️
૧૩.૧૧.૨૦૨૩.
જામનગર.

મહાદેવ હર......જય શ્રી કૃષ્ણ.... 🙏

12/11/2023

"જ્યાં તારું, મારુને, છુપાવવું હોય,
ત્યાં સંબંધમાં મીઠાસ ક્યારેય ન હોય,"

સુખ શેમાં છે આ ભાગદોડ ભરેલ જીવનમાં કે હસતાં ખેલતા પરિવારમાં ભૌતિક સુખ માટે ધન કમાવવું પણ જરૂરી છે. અને પૈસા હશે તો તમે તમારા જીવનને મન સાહી રીતે જીવી શકશો.. પરંતુ બધું જ સુખ પૈસાથી પણ પ્રાપ્ત નથી થતું, કરોડો રૂપિયા ઘરમાં હોય અને સાથે ભાણે બેસીને બે કોળિયા પણ ગળે ન ઉતરતા હોય એવી એકબીજા માટે કડવાશ હોય તો એ સુખ નથી.
ભોજનના ટેબલ પર વ્યંજનો ભલે ઓછા હોય પણ ઘરની વહુ દીકરીઓ હસતાં મુખે પીરસતી હોય તો એ શાક રોટલામાં પણ અમૃત જેવી મીઠાશ હોય, આવું ત્યારે જ શક્ય છે, જ્યારે પરિવારમાં નાના હોય કે મોટા, વહુ હોય કે દીકરી દરેકનું માન જળવાતું હોય, ઘરના નાના મોટા દરેક પ્રસંગમાં પુરુષોની સાથે સ્ત્રીઓની પણ સલાહ લેવાતી હોય, તેને પણ તેના વિચારો વ્યક્ત કરવાનો મોકો મળતો હોય, માતાપિતા માટે તેના બધાં સંતાનો એક સમાન હોય ત્યારે ઘરની વહુ દીકરીઓના ચહેરા ખુશીથી ઝૂમી ઉઠે છે તેમાં તમે મોજશોખની બે વસ્તુઓ ઓછી આપશો તો પણ ફરિયાદ નહિ હોય.
પરંતુ જ્યાં વહુને એક એક વસ્તુના હિસાબ આપવા પડતાં હોય અને દીકરીઓ માટે પાણીની જેમ પૈસા વપરાતા હોય. જ્યાં ડગલે ને પગલે આ મારું આ તારું એવી ગણતરી થતી હોય, વહુને નાની નાની વાતોમાં ઉતારી પડાતી હોય અને દીકરીઓ કામચોર હોય તો પણ વાહવાહ થતી હોય ત્યાં સુખ પણ જોજનો દૂર રહે છે.
માટે ઘરની દરેક લક્ષ્મીનું સન્માન કરો તે પછી મા, બહેન, દીકરી કે વહુ કોઈ પણ રૂપમાં હોય. ઘરની ગૃહલક્ષ્મી એક ખૂણામાં રડતી હશે અને મંદિરની લક્ષ્મીની પૂજા થતી હશે, તો એ પૂજા પણ વ્યર્થ છે. સ્ત્રીનું સન્માન એજ આપણા ખરા અર્થમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો.

સુરભી પટેલ...✍️

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

12/11/2023

ઘણું આપ્યું ઈશ્વરે થોડું બીજા માટે જીવતો જાઉં
ફૂલ નહિ તો ફૂલની પાંખડી દાન ધર્મમાં દેતો જાઉં,

આવી જ સુંદર વિચાર સરણી ધરાવતા
"બીપીન ભાઈ પટેલ"(ગોતા) એ "મા ખોડલની"
(મધ્ય ગુજરાત) સેવા માટે ખરીદેલ જમીન માટે નિમિત્ત બની સમાજમાં પટેલોની સાથે તેમના "ગોતા" ગામનું પણ ગૌરવ વધાર્યું છે, બળ, બુદ્ધિ અને મહેનતથી જે સંપત્તિ મેળવીએ તે પણ યોગ્ય જગ્યાએ વપરાય તે બીપીનભાઈ સારી રીતે જાણે છે. અમદાવાદ જેવા મેગા સિટીમાં અને એ પણ રીવરફ્રન્ટની લગોલગ આવી સુવિકસિત જગ્યાએ જમીન લેવી એ નાનીસૂની વાત નથી પણ આપ જેવા મહાનુભાવોની મદદથી એ કાર્ય ખોડલધામ માટે શક્ય બન્યું છે. આવા ઉમદા કાર્યો તમારા હાથે હંમેશા થતાં રહે અને "મા ખોડીયારની" કૃપાથી ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી પ્રાર્થના સાથે હું ખરા દિલથી સમગ્ર ખોડલધામ ટ્રસ્ટ વતી આપનો આભાર માનું છું આપે આપના કિંમતી સમયમાંથી થોડો સમય અમને આપી સહપરિવાર કાગવડ પધારી અમને જે સેવાનો મોકો આપ્યો તેના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ..

સૌજન્ય શ્રી સમગ્ર ગુજરાત કન્વીનર.
આશા બેન પટેલ....🙏💐 🙏

સુરભી પટેલ....✍️
મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

12/11/2023

એકલવીર મેગેઝિનમાં મારી સ્વરચિત રચનાને સ્થાન આપવા બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર...🙏

12/11/2023

ચાલ એક દીપ હૃદયના દ્વારે પણ પ્રગટાવી દઉં,
ખુદના અંધકાર ભરેલા જીવનને થોડું પ્રકાશી લઉં.
કોઈ નહીં આવે હૃદયનાં ઊંડા ઘાવને જાણવા,
આજ હું જ ખુદથી ખુદને શુભેચ્છાઓ આપી દઉં.

આજથી ૨૨વર્ષ પહેલા હું આવી અહી દીપ રૂપી "વહુ" બની "મા" ની મમતાનું વ્હાલ અને સંસ્કાર રૂપી તેમાં દિવેલ ભરી એક ઘર માંથી બીજા ઘરમાં પ્રકાશ ફેલાવવા,
હંમેશા આ ઘરને એક તાંતણે બાંધી રાખવા હું કર્મ રૂપી પ્રકાશ ફેલાવતી રહી અને આ ઘરને પ્રકાશિત કરવાની કોશિશ કરતી રહી, હજારો તોફાનો, આવતા રહ્યા અને મને બુઝાવાની કોશિશ કરતા રહ્યા, પણ ગર્વ છે મને મારી "મા" ના દિવેલ રૂપી પૂરેલા સંસ્કારો પર જે આજે પણ અડિખમ ઊભાં છે મારી સાથે, અને હું ઈર્ષા, અદેખાઈ, અત્યાચારો, આરોપો, શંકાકુશંકા, જેવા અનેક થપાટો રૂપી ફરફર થતાં પવન સામે અડિખમ ઊભી પ્રકાશિત થઈ રહી છું. આ અંધકારથી ભરેલી દુનિયામાં હું પ્રકાશ બની ઝળહળી ઊઠી છું

ગર્વ છે મને મારા જીવન પર જે કોઈના પ્રભાવમાં આવીને પોતાના સંસ્કારને દાવ પર નથી મૂકતું સત્યનાં આ પથ પર મને કંટક જરૂર મળશે. પણ એ કાંટાને પણ ફૂલમાં બદલી નાખનાર હરિહરનો હાથ સદા મારા મસ્તકે રહેલ છે તેનો સંતોષ છે. તમે પણ ઘરની સાથે આત્માને પણ પ્રકાશિત કરો. સત્યની રાહ પર ચાલીને અઘરું છે, પણ મુશ્કેલ નથી.

દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐🙏💐

સુરભી પટેલ...✍️

મહાદેવ હર....જય શ્રી કૃષ્ણ 🙏

09/11/2023

🪔 શુભ તહેવારે...શુભ સંકલ્પ...🪔

दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥

🌷મારા જીવનના દરેક કાર્યમાં કૃષ્ણને સાથે રાખી નિતી
અને પ્રમાણીકતાથી કોઈને પણ નડ્યા વગર સતત
મારું કર્મ કરતા રહેવાની મારી કોશિશ એટલે,
અગિયારસ....
🌷વાણીમાં વિનમ્રતા, કરૂણા અને મીઠાસ રાખી કોઈને
પણ દુઃખ ન પહોંચે તેવી મારી સતત કોશિશ એટલે,
વાધ બારસ...(વાક બારસ)
🌷 પેઢી દર પેઢી મારા પરિવારમાં ક્યારેય ભ્રૂણ હત્યા
ના થાય એવી બેટી બચાવોની નિદોર્ષ કોશિશ દ્રારા
લક્ષ્મી પૂજા એટલે, ધન તેરસ.....
🌷 રાગ, દ્વેષ, છલ, કપટ, ઈર્ષા, અદેખાઈ જેવા મનમાં
કકળાટ ઉત્પન્ન કરતાં વિચારોથી સતત દૂર રહેવાની
કોશિશ એટલે, કાળી ચૌદશ....
🌷 આંગણે આવેલાને યથા શક્તિ તન, મન, ધનથી
મદદરૂપ બની કોઈના અંધકાર ભરેલા જીવનમાં
થોડો પ્રકાશ ફેલાવવાની સતત કોશિશ એટલે,
શુભ દિવાળી...
🌷 હંમેશા નવીનતમ વિચારોને અપનાવી આવતી પેઢીને
અને ન્યુ સમાજને સમજવાની સતત મારી કોશિશ
એટલે, નવું વર્ષ...
🌷 હરએક વાર, તહેવાર અને પ્રસંગે ભાઈભાભી પાસે
માનસન્માન અને વ્હાલ મેળવતી હું આજે એક
દિવસ ભાઈભાભીને માનસન્માન સાથે લાડ
લડાવવાની મારી નાનકડી કોશિશ એટલે,
ભાઈબીજ.....
તો ચાલો મિત્રો સાથે મળીને ઉજવણી કરીએ નવા સંકલ્પો સાથેના શુભ તહેવારની...

સુરભી પટેલ....🌷🌿🌷🌿🌷
મહાદેવ હર.....જય શ્રી કૃષ્ણ...... 🙏

08/11/2023

જેનું કાળજું સાવજ જેવું હતું... પરંતુ જેમાં કરુણા હિરણી જેવી હતી, નાન માણસો માટે જેને પોતાની રાતોની ઉંધ હરામ કરેલ, કોઈની મુશ્કેલી, પીડા, જોઈને જેનું હ્દય દ્રવિ ઊઠતું, જેને નાના માણસને આપેલ હર એક વચનને રાતદિવસ એક કરી પુર્ણ કરી બતાવ્યું, તેવા સ્વર્ગસ્થ ખેડૂતોના મસિહા, હજારો વિદ્યાર્થીઓના
પથદર્શકને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐

સુરભી પટેલ...✍️

મહાદેવ હર....જય શ્રી કૃષ્ણ 🙏

07/11/2023

નવો એકડો ઘૂંટીએ ચાલો, જૂની વાતને છોડો,
કાલને છોડી આજને પકડી જલ્દી જલ્દી દોડો.

આંટીઘૂંટી કેટલી જીવનમાં એને થોડી તોડો,
દાન,સેવાને, સત્કર્મ માટે હવે સમય રહ્યો થોડો.

સફેદ વાળ અને મોઢે કરચલી એને ન વખોડો,
બદલાવ જીવનનો હોંશે સ્વીકારો એને ના મચોડો.

દીકરા, વહુ આપે જાકારો એ પહેલાં સઘળું છોડો,
ભવોભવનું ભાથું બાંધવા હાથ હરિહરને જોડો.

કહે "સૂરવીણા" કર્મથી ન કોઈ'દિ બનતો ભગોડો,
વૈકુંઠના દ્વારે પહોંચે સદાઈ આ સત્યનો વરઘોડો.

સુરભી પટેલ... જામનગર...
તા, ૪.૧૦.૨૦૨૩...

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

Photos from Surbhi Patel 's post 07/11/2023

दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥

હર એક ભારતીય જે દિવાળીના તહેવારની ઉજવણી કરે છે તે યથાશક્તિ પોતાના ઘરને સજાવીને જીવનમાં વ્યાપેલ અંધકારને દૂર કરવા, પ્રકાશના આ પર્વની ઉજવણી કરે છે. તો પછી માતાનો દરબાર શણગાર વગરનો કેમ રહે.
આજ ભાવનાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કાગવડ ધામમાં "મા ખોડીયાર " ના મંદિરને રોશની, તોરણો, અવનવી લાઈટોથી સુશોભિત કરી તેની શોભાને પવિત્રતાની સાથે દિવ્ય, અલૌકિક અને ભવ્ય બનાવી સજાવવામાં આવે છે. આમ અહી પણ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.
તહેવારોમાં આવતા હજારો દર્શનાર્થીઓ પણ ઘડી બે ઘડી "મા"ના દરબારની શોભા જોઈને ભાવવિભોર બની જાય છે.
બધાં પોતાનું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે, એ મનોકામના સાથે માના ચરણે શીશ ઝૂકાવી ધન્યતા અનુભવે છે.
ચાલો આપણી સાથે કોઈ ગરીબની ઝુંપડીમાં પણ થોડો પ્રકાશ ફેલાવીએ તેના નાના ભૂલકાંઓને પણ ભેટ દિવાળીની અપાવ્યે.

જય મા ખોડીયાર.🙏

સુરભી પટેલ...✍️

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

07/11/2023

બદનામ કરવા વાળા લાખો ભલે આવે સંસારમાં,
કદર કરવા વાળો એક મારો
ઈશ્વર કાફી છે જીવનમાં,
- સુરભી પટેલ...

06/11/2023

કોઈને પછાડીને મહાન બનવા કરતાં કોઈને ઊભા કરીને મહાન બનવાથી ઈશ્વર વધારે રાજી થશે ખરુંને?
- સુરભી પટેલ...

04/11/2023

આંતરરાષ્ટ્રીય ખિચડી દિવસ....

મગ ચોખાની ખીચડી,
માંગે રંકને રાજા,
સુપાચ્યને ગુણકારી,
બિમારને કરે સાજા,
બાળક હોય કે વૃદ્ધ,
સૌ કોઈને કરે તાજા,
રંકના ઘરે સીધી સાદી,
રાજાને વધાર ઝાઝા,
ધી, દુધને, કઢી, દહીં ,
હોય ભેરૂ એને ઝાઝા,
દેશ હોય કે પરદેશ,
સૌ ભેગા બેસીને ખાતા,
સાધુ સંતના ભંડારે,
ખુબ દાન એના થાતા,
રાષ્ટ્રીય ફૂડના પદ સાથે,
મળ્યા માન એને ઝાઝા,

સુરભી પટેલ...✍️
જામનગર.

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

Photos from Surbhi Patel 's post 02/11/2023

🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿
ચાર દિવાલનું મકાન હર્યુંભર્યું હોય તો જ ઘર જેવું લાગે છે, નહીંતો એ એક સૂમસામ ભૂતિયા હવેલી જેવું લાગે. છે. આ વખતે દીકરી અમેરીકા જતી રહી અને વહુ પિયર ડિલિવરી માટે એટલે માળામાં અમે
"પ્રેમલો-પ્રેમલી" બે વધ્યા.
દરેક વખતે દિવાળી આવે એટલે ખૂબ જ ઉત્સાહથી અમે અમારા ઘરની એકએક દીવાલને ખુશીથી સજાવ્યે, પરંતુ આ વખતે ઘરમાં ન લક્ષ્મી, ન ગૃહલક્ષ્મી, કે
ન ઘરની ભાગ્ય લક્ષ્મી અને ધન લક્ષ્મી (બંને પૌત્રી) કોઈ હાજર નહીં એટલે ઘરને સજાવટની ઈચ્છા જ નહોતી થતી.
પરંતુ "મા ખોડીયાર" ની કૃપા અને "મહાદેવ"ની ઈચ્છાએ, અચાનક ઘરનાં દરવાજે ટકોરા થયાં અને સામે જોયું તો ઘરની ગૃહલક્ષ્મી બંને દીકરીઓ સાથે મંદમંદ હાસ્ય કરતી ઊભી છે. દિકરા વહુની આ સરપ્રાઈઝથી મારે આંગણે વગર દીવાળીએ જગમગતો પ્રકાશ પથરાય ગયો.
જેને ખુશી ખુશી આવકાર આપી ઘરની વહુ દીકરીના ઓવારણાં લઈ મારી લાડકવાયી ઓનાં પગલાંની છાપો સાથે મારા ઘરમાં બે નાની નાની લક્ષ્મી સ્વરૂપા દીકરીઓની પધરામણી કરી.
એ સાથે જ મારી ચાર દિવાલનું મકાન પરિવારની મીઠી કિલકારીઓથી ગુંજી ઉઠ્યું. અને "મકાન" માંથી "ઘર" માં પરિવર્તિત થયું, ખરેખર ભારતીય તહેવારો છે જ એવા જે આપણે છુટાં પડેલા પરિવારને જોડી રાખે છે,

ચાલો હું પણ થોડું સજાવી લઉં,
ઘર મારું પ્રેમ મંદિર બનાવી દઉં,

ઉજવણી કરીએ દીવાળીની એવી આપણી સાથે ગરીબોના ઘરમાં પણ આવે લક્ષ્મી દેવી...

જય મા ખોડીયાર 🙏

લિ...સુરભી પટેલ....✍️(સૌજન્ય શ્રી આશા પટેલ)

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

31/10/2023

"જન્મ આપી જીવન આપ્યું, મૃત્યુ આપી મોક્ષ,"
"કર્તાહર્તા તું છે ઈશ્વર, પછી શાનો કરવો શોક."

ઘણી વાર કોઈ એક નાનકડો પ્રસંગ આપણે જીવનમાં કંઈ કેટલું શીખવી જાય છે. રોજીંદા કર્મ માટે ઘરેથી નીકળતા માનવીના જીવનમાં ક્યો વળાંક બદલાવ લાવશે તે તેને પણ ખબર નથી હોતી.

આવો જ એક બદલાવ વર્ષો પહેલાં એક વ્યક્તિના જીવનમાં આવ્યો અને આજે તેની કિર્તી આસપાસના હજારો ગામમાં ફેલાઈ રહી છે.

હા હું વાત કરું છું વિભાપર ગામના એક સામાન્ય પરિવારની વ્યક્તિની "દીપકભાઈ ચોવટીયા"જેમણે ૧૯૯૨ માં એક્સિડન્ટથી પીડિત એક ગલુડિયું જોયું અને તેના હ્રદયમાં જીવદયાનું પ્રાગટ્ય થયું. આમ તો સામાન્ય માણસની જેમ તેમણે પણ તે ગલુડિયાને પશુ ડોક્ટરના દવાખાને પહોંચાડી દીધું પણ મનમાં પ્રગટેલી જીવદયા એમ ક્યાંથી શાંતિથી બેસવા દે. બસ સાયકલ પર ધંધો કરવા જતા આવતા જ્યારે પણ પીડિત અબોલ જીવને જુએ એટલે તેની સેવામાં લાગી જાય. એમાંય ૧૯૯૭ માં એક ગાય આખો દિવસ ખાડામાં પીડાતી રહી ત્યારે તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું તેમણે બે ચાર મિત્રોની મદદથી તેને બહાર કાઢી, અને પોતાનું જીવન ગાયોની સેવા માટે સમર્પિત કર્યું. પછી તો આ ક્રમ તેમણે રજાના દિવસોમાં પણ ચાલુ રાખ્યો, અને ગામની બીમાર ગાયોની સેવામાં જતા આવતા થઈ ગયા.

આમાંથી તેમણે વિચાર આવ્યો કે કેમ હું જ એક ગૌશાળા ન બનાવું અને તેમણે નાનકડી શરૂઆત કરી ૨૦.૧૨.૨૦૧૧(રવિવાર)થી તેમના G.I.D.C ના કારખાનેથી, ટૂંક સમયમાં તે જગ્યા પણ નાની પડતા એક ભાનુશાળી મિત્રએ ખાલી પ્લોટ આપ્યો, ત્યાં પણ બીમાર, લંગડી, અંધ, નિરાધાર, ગાયોની સંખ્યા વધવા લાગી અને એ જગ્યા પણ નાની પડવા લાગી.

ત્યારે દીપકભાઈએ એકપળનો પણ વિચાર કર્યા વગર અબોલ જીવોના હિતાર્થે તેમની ૪.૨૫ વિઘા જમીન દાનમાં આપી, અને એક હિન્દુ તરીકે આ રીતે પણ ગાયોની સેવા કરી શકાય છે. આમ ૨૦૧૩ માં તેમની જન્મભૂમિ વિભાપરમાં સ્થાપના થઈ.

🙏"જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટની." 🙏

જે આજે એક વિશાળ વટવૃક્ષ બનીને ઉભરી રહી છે, જ્યાં આજે ૫૪૦ બીમાર, નિરાધાર, અંધ, અપંગ,અને એક્સિડન્ટથી પીડિત ગાયોની સેવા થઈ રહી છે. જીવીતની તો સેવા થાય છે, પરંતુ મર્યા પછી પણ તેમને યોગ્ય રીતે સમાધિ આપવામાં આવે છે. સેવાની સાથે સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. આજે તો આ સેવાકીય યજ્ઞમાં સૌ કોઈ ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપીને કૃતાર્થ થઈ રહ્યા છે.

જે ગાયો મારા કૃષ્ણને જીવથી પણ વ્હાલી છે.
જેના અંગઅંગમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે.
જેના દૂધ, દહીં, છાસ અને ઘી ને ધરતી પરનું અમૃત કહેવામાં આવે છે, એવી ગાયોની સેવા કર્યા પછી શું મંદિરના પગથિયા ચડવાની જરૂર છે?

મનને સ્થિર કરવા મૂર્તિ પૂજા જરૂરી છે.
પરંતુ મનને પ્રફુલ્લિત રાખવા માટે તો જીવમાત્રમાં ઈશ્વરને જોવો એ જ ખરી માનવતા છે.

સુરભી પટેલ... જામનગર... ✍️

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

31/10/2023

સ્થાન પામ્યા વિશ્વમાં ઉંચેરા,
અમે વંશજો તેના કહેવાયા.
વિચારો તેના જીવંત રાખવા,
તેને આચરણમાં છે ઉતારવા.

સરદાર વલ્લભભાઈ પટેલ જેની કિર્તી ચારે બાજુ ફેલાઈ ચૂકી છે જેના માટે હજારો લેખકો, કવિઓ અને સાહિત્યકારોએ ગુણગાન ગાયા છે. તેના વિશે લખવું એ શું આપણું ગજું છે? ના ક્યારેય નહીં.

હું એટલું જ કહીશ કે સરદારને ખૂબ વાંચી લીધા અને જાણી પણ લીધા, પરંતુ જો સમાજને યોગ્ય દિશામાં આગળ લાવવો હોય તો તેને આચરણમાં ઉતારવાં જરૂરી છે. આપણે સમય પ્રમાણે એનાં જેટલી સાદગી કદાચ ન સ્વીકારી શકીએ પરંતુ ન જોતાં ફાલતું ખર્ચાઓ બંધ કરી સરદારની રાહ પર ચાલવાની કોશિશ જરૂર કરી શકીએ.

જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવવો,
એક જ ઝાટકે સિગરેટ, જુગાર રમવો કે વિદેશી વસ્તુઓનો ત્યાગ, આવી દ્રઢ નિણર્ય શક્તિને અપનાવી શકાય.
દીર્ઘદૃષ્ટિ, કોઠાસૂઝ અને રમૂજવૃત્તિથી તમે સામેવાળી વ્યક્તિ પાસે કેમ કામ કરાવી શકાય એ સરદાર પટેલના વિચારોમાંથી શીખવાનું છે.

જેને આદર્શ માનીએ તેના વિચારોને જીવનમાં ઉતારવા એ જ ભારતના મહાન વ્યક્તિને સાચી સ્મરણાંજલિ આપી કહેવાશે ખરુંને?

જય મા ખોડિયાર 🙏
સુરભી પટેલ....✍️
મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

29/10/2023

🙏"જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ વિભાપર"🙏

અબોલ પશુની પીડા જોઈને, હ્દય મારું દ્રવી ઉઠતું.
શું કરું હું તેનાં માટે, જોય જીવન એનું ખીલી ઉઠતું.

આજે જ્યારે સ્વાર્થ પૂરો થઈ જાય છે, ત્યારે માનવ માનવ એકબીજાને તરછોડી દે છે, તો પશુપંખીની શું વાત કરવી જે માનવી આખું જીવન ગાયનું દૂધ પી ને બળવાન બને છે, એજ માનવી બીમાર, લાચાર, અને બિન ઉપયોગી ગાયને રસ્તે રઝળતી મૂકી દે છે.

ત્યારે આવી લાચાર, નિરાધાર, અંધ, લંગડી ગાયને આવકાર આપતી ગૌશાળા એટલે "વિભાપરમાં" આવેલ "જય વચ્છરાજ ગૌશાળા" જે તમારા એક ફોન કોલ પર શેરીએ શેરીએ ભટકતી આવી બિમાર ગાયોને લઈ જાય છે અને ખુબ જ પ્રેમથી તેની સેવા કરે છે. જીવદયા જેના હૃદયમાં ધબકતી હોય તે માનવીને મંદિરના પગથીયા ચડવાની જરૂર રહેતી નથી. કેમકે આવી વ્યક્તિઓ જીવમાત્રમાં ઈશ્વરને નિહાળતી હોય છે.

આવી જ ગાયોની સેવાના લાભાર્થે દર વર્ષેની જેમ આ વર્ષે પણ રાહતદરે ફટાકડા સેલનું ભવ્ય આયોજન વિભાપર ગામના યુવાનો કરી રહ્યા છે. જેવો દિવસે પારિવારિક જવાબદારીઓ નિભાવે છે તો રાત્રે છેલ્લા ત્રણ મહિનાથી અહી નિસ્વાર્થ ભાવે સેવાકિય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે છે. તેમાં સહભાગી બનીને ગાયોનાં લાભાર્થે થતાં આયોજનમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપીયે, મહેનતનો પૈસો જ્યારે ખર્ચ જ કરવો છે, તો એવી જગ્યાએ વાપરીએ જેનાથી કોઈના અસ્ત થતા જીવનને નવચેતના મળે. એક મુલાકાત જરૂર લેજો દિવાળીમાં "મેળા" જેવો માહોલ હશે. આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.

શુભ સ્થળ 👇

વિભાપર ગામથી એક કિલોમીટર દૂર,
નાગના રોડ, જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ વિભાપર.
તા, ૩.૧૧.૨૦૨૩.થી ૧૨.૧૧.૨૦૨૩.
સમય સવારે ૧૦ થી રાત્રે ૧૨.

સુરભી પટેલ...

મહાદેવ હર....જય શ્રી કૃષ્ણ 🙏

29/10/2023

જેમ જેમ સત્ય માટે અવાજ ઉઠાવતી ગઈ, તેમ તેમ મારા પોતાનાં ઓની જ નજરમાં
ખૂંચતી ગઈ.
-સુરભી પટેલ....

28/10/2023

મહાદેવ હર..જય શ્રી કૃષ્ણ 🙏

28/10/2023

શરદપૂર્ણિમાની સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐

આભમાં ચાંદલિયો ઊગ્યો રે..
સહિયર મુને જાવું રમવા રાસ.
આવી આવી શરદપૂનમની રાત,
તેડાવે મને ગોકુળીયાનો નાથ,
આભમાં ચાંદલિયો ઊગ્યો રે... સહિયર...
વાંસળીના સૂર મારે કાને અથડાય છે,
કેમ જાઉં ઉંબરાની બાર઼... સહિયર મુને જાવું રમવા રાસ..

ડેલિયે બેઠા મારા સસરા દેખાય છે,
સાસુજી કાઢે આંખ... સહિયર મુને જાવું રમવા રાસ...

નાના નંણદ બા વારે વારે રોકે,
પારણિયે નાના બાળ.... સહિયર મુને જાવું રમવા રાસ...

પિયુજી મારા પરદેશ બેઠા,
કોને કહું દિલડાની વાત.... સહિયર મુને જાવું રમવા રાસ..

બેડા લીધા છે પાણીના હાથમાં,
લીધી વનરાવનની વાટ... સહિયર મુને જાવું રમવા રાસ..

બેડા મેલ્યા છે યમુનાને કાંઠે,
કાન સંગ રમતી રાસ.... સહિયર મુને જાવું રમવા રાસ....

મનડાના કોડ મારા કૃષ્ણ એ પુરીયા,
ભૂલી હું શાનને ભાન... સહિયર મુને જાવું રમવા રાસ...

આભમાં ચાંદલિયો ઊગ્યો રે....
સહિયર મુને જાવું રમવા રાસ....

સુરભી પટેલ... જામનગર...

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

27/10/2023

🙏🙏
ઘરની બહાર જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરવા નીકળીએ ત્યારે તેના વિશે આપણે બિલકુલ અજાણ હોઈએ છીએ. પછી તે સામાજિક, રાજકીય, કે સેવાકીય કાર્ય જ કેમ ન હોય. અને આ સમયે જો કોઈ અનુભવી વ્યક્તિનું યોગ્ય માર્ગદર્શન મળતું રહે તો સોનામાં સુંગંધ ભળી જાય.
જ્યારથી મેં સમગ્ર ગુજરાત ખોડલધામનાં કન્વીનર તરીકે હોદ્દો સંભાળ્યો છે ત્યારથી મને નરેશભાઈ જેવા અનુભવી મહાનુભાવોનું માર્ગદર્શન તો મળતું રહે છે પરંતુ આજે એમાં એક વ્યક્તિનો ઉમેરો થતાં જાણે સોનામાં સુંગંધ ભળી ગઈ.

હા હું વાત કરું છું ઉતર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલની જેને મેં હંમેશા દૂરથી જ જોયેલા અને સાંભળેલા, પરંતુ આજે તેમની રૂબરૂ મુલાકાત થઈ ત્યારે તેના માતૃવાત્સલ્ય સ્વભાવનો પરિચય થયો. આટલા ઉંચ હોદ્દા પર કાર્યરત હોવા છતાં મને ૧૨ થી ૪ નો સમય આપ્યો અને સાથે ખૂબ જ ભાવ અને આદર સાથે ભોજનનો પણ લ્હાવો આપ્યો.

આજ રોજ જ્યારે અમે એમના દીકરી અનાર બહેનને ત્યાં મળ્યા ત્યારે મેં ખોડલધામ કન્વીનર તરીકે તૈયાર કરેલ કાર્યની ફાઈલો બતાવી ત્યારે તેમને ખૂબ સરસ આનંદ વ્યક્ત કર્યો અને એક દીકરીને માતાની ભાવનાથી ન આવડે તે કાર્ય સમજાવે તેમ તેમણે મને નાની નાની વાતો સમજાવી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું. અને જ્યારે પણ ગમે ત્યાં અટકો ત્યારે મને યાદ કરજો એવી વાત કરી. ત્યારે મને પણ અંદરથી આનંદ થયો કે ચાલો આવા અનુભવી વડીલના માર્ગદર્શન સાથે હું મારા કર્મને વધારે સુવ્યવસ્થિત બનાવી શકીશ. તેમણે પણ મારા કામની સરાહના કરી કે તમે ખૂબ સરસ કામ કરો છો, એટલે તમારા સાથી કન્વીનરોને પણ કામ કરવામાં સરળતા રહે એવી રીતે ફાઈલો તૈયાર કરીને આપવાનાં છો જેથી નાનામાં નાના માણસ સુધી તમારી વાતને સરળ શબ્દોમાં સમજાવી શકો.

મને પણ ખૂબ આનંદ થયો ગુજરાતના એક માત્ર પ્રથમ અને એકમાત્ર પૂર્વ મહિલા મુખ્યમંત્રીને મળીને જે અમારા સ્ત્રીઓનાં હંમેશા આદર્શ અને પ્રેરણા સ્ત્રોત રહેશે. એના કીંમતી સમયમાંથી પૂરી ચાર કલાક જેટલો સમય આપી મને તેના અનુભવનું જ્ઞાન આપવા બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું.

જય મા ખોડીયાર 🙏

લિ... સુરભી પટેલ....✍️(સૌજન્ય શ્રી આશા પટેલ)

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

24/10/2023

વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

20/10/2023

"મા કાત્યાયની દેવીનાં ચરણોમાં કોટી કોટી વંદન"🙏

હું તો સઘેડા બજાર ગઈતી રે... દાંડિયા લેવા રંગરંગના...
એમાં ઝીણી ઝીણી ભાત પડાવતી રે.... દાંડિયા લેવા...
માંહે હેમની ઘુઘરીઓ જડાવતી રે... દાંડિયા લેવા...

હું તો ગોકુળથી કાનને તેડાવતી રે.... દાંડિયા લેવા...
એને જોડી બનાવવા મનાવતી રે... દાંડિયા લેવા....
સંગ રમો તો ઝૂલણી લઈ આપું રે.... દાંડિયા લેવા...
એતો મલકીને અંગુઠો બતાવતો રે.... દાંડિયા લેવા.....

હું તો ગોકુળથી કાનને તેડાવતી રે.... દાંડિયા લેવા....
એને જોડી બનાવવા મનાવતી રે.... દાંડિયા લેવા....
સંગ રમો તો વાંસળી લઈ આપું રે.... દાંડિયા લેવા...
એતો મલકીને અંગુઠો બતાવતો રે... દાંડિયા લેવા...

હું તો ગોકુળથી કાનને તેડાવતી રે... દાંડિયા લેવા....
એને જોડી બનાવવા મનાવતી રે... દાંડિયા લેવા....
સંગ રમો તો મોજડી લઈ આપું રે... દાંડિયા લેવા...
એતો મલકીને અંગુઠો બતાવતો રે... દાંડિયા લેવા...

હું તો ગોકુળથી કાનને તેડાવતી રે... દાંડિયા લેવા...
એને જોડી બનાવવા મનાવતી રે.... દાંડિયા લેવા...
સંગ રમો તો માખણ લઈ આપું રે... દાંડિયા લેવા...
એતો મલકીને અંગુઠો બતાવતો રે... દાંડિયા લેવા....

હું તો ગોકુળથી કાનને તેડાવતી રે... દાંડિયા લેવા...
એને જોડી બનાવવા મનાવતી રે... દાંડિયા લેવા...
સંગ રમો તો રાધાજી તેડાવુ રે... દાંડિયા લેવા...
હરિએ હસીને કુદકો મારીયો રે... દાંડિયા લેવા...
મેંતો બરસાનાથી રાધાજી તેડાવીયા રે... દાંડિયા લેવા..
રાસ રાધાને શ્યામનો જામીયો રે... દાંડિયા લેવા...
હરિએ રૂપ અનેક ધરીયા રે... દાંડિયા લેવા..
મને હાથ ઝાલીને ખેંચી રે... દાંડિયા લેવા...
હરિએ હેતેથી રાસ રમાડિયા રે... દાંડિયા લેવા...

સુરભી પટેલ... જામનગર...
તા, ૨૦.૧૦.૨૨..

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

19/10/2023

"મા સ્કંદમાતાના ચરણોમાં કોટી કોટી વંદન"🙏

હું તો ભાતીગળ બાંધણી મંગાવું મોરી મા.
મોંઘા રે મૂલી મારી બાંધણી રે મા.
એમાં ઝીણી ઝીણી ભાત ચિતરાવું મોરી મા.
મોંઘા રે મૂલી મારી બાંધણી રે મા.
એમા ફરતી ઘુઘરીઓ જડાવું મોરી મા.
મોંઘા રે મૂલી મારી બાંધણી રે મા.
બાંધણી લઈને હું તો આરાસૂર ગઈતી,
મારી અંબે "મા" એ હેતે વધાવી મોરી મા.
મોંઘા રે મૂલી મારી બાંધણી રે મા.
બાંધણી લઈને હું તો કાગવડ ગઈતી,
મારી ખોડલ "મા" એ હેતે વધાવી મોરી મા.
મોંઘા રે મૂલી મારી બાંધણી રે મા.
બાંધણી લઈને હું તો પાવાગઢ ગઈતી,
મારી મહાકાળી "મા" એ હેતે વધાવી મોરી મા.
મોંઘા રે મૂલી મારી બાંધણી રે માં.
બાંધણી લઈને હું તો દડવા રે ગઈતી,
મારી રાંદલ "મા" એ હેતે વધાવી મોરી મા.
મોંધા રે મૂલી મારી બાંધણી રે મા.

સુરભી પટેલ... જામનગર...

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

18/10/2023

"મા કુષ્માંડાના ચરણોમાં કોટી કોટી વંદન" 🙏

ઝાલર વાગે ઝીણી ઝાલર વાગે,
ચાચરના ચોકમાં ઝાલર વાગે,
નવદુર્ગા માડી રમવાને આવે,
તાલી પડેને શંખનાદ ગુંજે... ચાચરના ચોકમાં ઝાલર વાગે....
આછી આછી ઓઢણીમાં રૂપ માનું શોભે,
લહેરે પવનને ઉડે આભે.... ચાચરના ચોકમાં ઝાલર વાગે...
સોનલ ગરબો માને શિરે શોભે,
ઘુમ્મર રમેને પગે ઝાંઝર વાગે... ચાચરના ચોકમાં ઝાલર વાગે....
માનો તે મંડપ ફૂલથી રે શોભે,
કંકુ ખરેને માનાં પગલાં પડે.....ચાચરના ચોકમાં ઝાલર વાગે....
નવદુર્ગા માડી રમવાને આવે,
જોવાને લોક સૌ ટોળે વળે..... ચાંચરના ચોકમાં ઝાલર વાગે...
ઝાલર વાગે ઝીણી ઝાલર વાગે,
ચાચરના ચોકમાં ઝાલર વાગે...

સુરભી પટેલ... જામનગર...

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

17/10/2023

"મા ચંદ્રઘંટાના ચરણોમાં કોટી કોટી વંદન"🙏

મારી સાંકડી શેરીમાં રમું રાસ મોરી મા.
ગરબો ગવડાવુ ખોડલ આઈનો રે મા.
તમે માટેલથી વહેલા વહેલા આવો મોરી મા.
ગરબો ગવડાવુ ખોડલ આઈનો રે મા.
કુંભારીના હાટથી ગરબો મંગાવું,
હીરા, માણેકને, મોતીડે સજાવું,
હું તો નાની નાની બાળ સંગ રમું મોરી મા.
ગરબો ગવડાવુ ખોડલ આઈનો રે મા.
ઢોલ, નગાળાને, શરણાઈ વગડાવુ,
ધીમા ધીમા સૂરે માંડી ગરબો ગવડાવુ,
હું તો તાલીયોના તાલે રમું રાસ મોરી મા.
ગરબો ગવડાવુ ખોડલ આઈનો રે મા.
ધૂપને દીપની મહેંક પ્રસરાવું,
શેરીઓને મારી ફુલથી સજાવું,
હું તો ઉતારું આરતી હેતે મોરી મા.
ગરબો ગવડાવુ ખોડલ આઈનો રે મા.
ચારણ કૂળમાં વાસ માંડી આપનો,
દીનદુખિયાને સાથ માંડી આપનો,
આવો અંતરથી આશિષ વરસાવો મોરી મા.
ગરબો ગવડાવુ ખોડલ આઈનો રે મા.

સુરભી પટેલ... જામનગર...

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

16/10/2023

જાગો ભાઈઓ, જાગો... આપણા પાટીદાર ખેડૂતો દિવસ રાત કાળી મજૂરી કરે અને તેના પૈસે મોટીવેશનલ પ્લેનમાં ફરે...એ ખેડૂતો આપણા માટે થઈને દ્રારકા જેવા સ્થળોથી પણ વંચિત રહી જાય છે.

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

16/10/2023

"મા બ્રહ્મચારિણીના ચરણોમાં કોટી કોટી વંદન"🙏🌹🙏

આવી નવરાત્રિ, આવી નવરાત્રિ,
ચૈત્રર માસમાં આવી નવરાત્રિ,
હૈયે હરખ નવ માંય મોરી" મા" આવી નવરાત્રિ,
ચૈત્રીના તાપ સમુ તેજ "મા" આપનું
મુખડું મલકાય "મા"ઓઢણીમાં આપનું,
કુમકુમ પગલે પધારો મોરી "મા"આવી નવરાત્રિ,
સોનારૂપાના બાજોઠ ઢળાવું,
ફરતી ઘુઘરીએ તેને મઢાવું,
આવીને આંગણ દીપાવો મોરી "મા"આવી નવરાત્રિ,
ઝીણી ઝીણી ભાતનો ગરબો મંગાવું,
દિવેટ મૂકાવી એમાં દિવેલ પુરાવુ,
તારી સંગે રાસ રમું મોરી"મા" આવી નવરાત્રિ,
તલધારી લાપસીના આંધણ મેલાવુ,
સવામણ સુખડી ભાવથી બનાવું,
નૈવેધ જમવા પધારો મોરી"મા" આવી નવરાત્રિ,

સુરભી પટેલ... જામનગર...

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

15/10/2023

સુ પ્રભાત...

"મા શૈલપુત્રીના ચરણોમાં કોટી કોટી વંદન" 🙏🌹🙏

કુળદેવીના ગોખે રૂડા દિવડા પ્રગટાવો રે...
આવો માંડી આવો આવી નોરતાની રાતો રે....

કુમકુમ કેરા પગલે માંડી વેલેરા પધારો.....
આવો માંડી આવો આવી નોરતાની રાતો રે...

પગલે પગલે માંડી હું તો ફુલડાં વેરાવુ રે...
આવો માંડી આવો આવી નોરતાની રાતો રે...

રૂપલ ઈંઢોણી સોના ગરબો મંગાવું રે....
આવો માંડી આવો આવી નોરતાની રાતો રે....

આછી આછી ઓઢણી માં તારલિયા મંઢાવુ રે.....
આવો માંડી આવો આવી નોરતાની રાતો રે.....

ચોકે ચોકે માંડી હું તો દિવડીયા પ્રગટાવુ રે....
આવો માંડી આવો આવી નોરતાની રાતો રે.....

સંગે સંગે માંડી હું તો ગરબો રમાડું રે....
આવો માંડી આવો આવી નોરતાની રાતો રે.....

સુરભી પટેલ... જામનગર...

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

14/10/2023

સુ પ્રભાત..

મને તો આ બેડલામાં પણ સાક્ષાત ગરબાનું જ પ્રતિક દેખાય છે તો ચાલો આ નવરાત્રિમાં આ જગદંબા જેવી દીકરીઓને પણ વંદન કરીએ... તેમને પણ અક્ષરજ્ઞાન આપી પગભર કરીએ...

સુરભી પટેલ...
મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ..🙏

11/10/2023

મોંઘવારી...

શું ખરેખર મોંઘવારી વધી ગઈ છે કે આપણી અપેક્ષાઓ...

પહેલાના વખતમાં લગ્ન પ્રસંગે જમણવારમાં ભાગ્યે જ ચારથી પાંચ આઈટમ હોય ત્યાં આજે ત્રીસથી ચાલીસ આઈટમો હોય છે...
પહેલા ઘર દીઠ એક ગાડી માંડ જોવા મળતી એ પણ ટુ વ્હીલર... જ્યારે આજે ઘર દીઠ માણસો એટલી ગાડી હોય છે...અને ફોર વ્હીલર તો ખરા જ...
પહેલાના સમય ફોન તો કોઈ અમીર માણસોના ઘરે જ જોવા મળતા... આજે માણસ એટલા ફોન એ પણ
જેવાતેવા નહીં સ્માર્ટ જ જોઈએ...
પહેલાના સમયમાં લગ્ન પ્રસંગે અપાતી વસ્તુઓની સંખ્યા મર્યાદિત રહેતી... આજે એમાં પણ હદ બહારનું લેવા દેવામાં આવે છે...
સરકારી શાળામાં ભણીને પણ મોટા મોટા ડોક્ટરો, એન્જીનિયર, વૈજ્ઞાનિક થઈ ગયા તેમ છતાં આજે મોંઘીદાટ શાળામાં ભણાવવું એક ફેશન બની ગયું છે...

આ સિવાય અઠવાડિયામાં એકવાર હોટલમાં જમવા જવું, દર વેકેશન કે વાર તહેવારે બહાર ફરવા જવું, ધોમ રૂપિયા ખંખેરતા પાર્લરોની વારે વારે મુલાકાત લેવી, સગવડો હોય કે ન હોય ઘરમાં કામવાળા જોઈએ...

આ બધી જ સુવિધાઓ માટે તો ધોમ રૂપિયા જોઈએ જો મોંઘવારી વધી ગઈ છે તો આ ખર્ચા કેમ પોસાય છે. આ બધી વસ્તુઓમાં કાપ આવવો જોઈએ એના બદલે અતિરેક થઈ રહ્યો છે... જેના પરિણામે બે છેડા માંડ ભેગા કરતો માનવી દેવાનાં દબાણ નીચે ડૂબી જાય છે.
મોંઘવારી નથી વધી, આપણા સપના, અપેક્ષાઓ અને મોજશોખ વધ્યા છે.. એના લીધે આજે બધું હોવા છતાં માનવી નિરાશા અને એકલતામાં ધકેલાતો જાય છે.
બહારથી ખુશ દેખાતો માનવી અંદરથી એટલો જ અશાંત રહે છે. જો તેમની ઈચ્છાઓ પૂરી ન થાય તો તે ધીમે ધીમે ક્રોધી અને લાગણીહિન બનતો જાય છે.

માણસને સુખ શાંતિથી જીવવા માટે જૂજ વસ્તુઓની જ જરૂર પડે છે પરંતુ તેની આંધળી દોટ તો તેમના આ વધારાના ન જોતા દેખાડા અને સપના માટેની હોય છે. જે ક્યારેય પૂરી નથી થવાની કેમ કે અસંતોષીને ક્યારેય સંતોષ થવાનો નથી...અને દોષ મોંઘવારીને દેવામાં આવે છે.

મોંધવારી ઘટાડવાનો એક જ ઉપાય છે મનને સંતોષી બનાવો... જીવનમાં સાદગીને સ્થાન આપી દેખાદેખીથી દૂર રહેવું...

જય મા ખોડીયાર...
સુરભી પટેલ.... જામનગર...

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏

11/10/2023

એક દશકા પહેલાં ઘર ટકી જતા કેમકે દીકરી સહન કરતી
આજે ઘર તુટતા જાય છે કેમકે દીકરી સામી થાય છે,
કારણ બધે દીકરી...

28/06/2023

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ... 🙏

28/06/2023

મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ...🙏

28/06/2023

મોરલીની મધુરતા,
મોરપીંછની સુંદરતા,
કૃષ્ણ તારી કૃપાથી,
મળી તેને અમરતા,

Want your public figure to be the top-listed Public Figure in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

સ્થાન પામ્યા વિશ્વમાં ઉંચેરા,          અમે વંશજો તેના કહેવાયા.વિચારો તેના જીવંત રાખવા,         તેને આચરણમાં છે ઉતારવા. સ...
🙏"જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ વિભાપર"🙏અબોલ પશુની પીડા જોઈને, હ્દય મારું દ્રવી ઉઠતું.શું કરું હું તેનાં માટે, જોય જીવન એનું...
મહાદેવ હર...જય શ્રી કૃષ્ણ 🙏
ભક્તિ, શક્તિ અને એકતાનો ત્રિવેણી સંગમ એટલે આજ રોજ કાગવડ ખાતે KDVS મીટ અને એપ્લિકેશન લોન્ચિંગનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ.. જ...
સામે ઉભો ઉભો મૌન જોયા કરે છે,પાછો ખુદમાં જ સાવ ખોયા કરે છે, ચુપચાપ જાય છે રોજ એની પાછળ,છુપા હ્દય એ એમ મોહયા કરે છે, જો મ...
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા.....💐 તેમના વિશે લખવાનું ગજું ન મારુ...
શબ્દો મારા સાર્થક થયા,હૈયે અવિરત આનંદ વહ્યા,ચંદ્રયાન ૩ ની સફળતા....

Category

Website

Address

Jamnagar
Other Writers in Jamnagar (show all)
VJS Entertainment VJS Entertainment
Jamnagar, 361001

Welcome With Us.

ankit.aggerwal ankit.aggerwal
Jamnagar

https://youtube.com/channel/UCx2uDa_hvDChOWsCXSKLhnQ follow me on youtube

જય દ્વારકાધીશ DBT જય દ્વારકાધીશ DBT
Jamnagar रेलवे स्टेशन गांधीनगर
Jamnagar, 361002

Jaydeep Jethwa Jaydeep Jethwa
Jamnagar

Mangal hebamrm Mangal hebamrm
Hebero
Jamnagar

Rocky

Nirav Agravat Nirav Agravat
Jamnagar, 361001

FOUNDER RUDRA DANDIYA ACADEMY Teaching garba 15 years wildlife photographer hobby writing

shai_joshi shai_joshi
Jamnagar

એકાંત અને મૌન એ આત્માના પ્રિય મિત્ર છે

Ranjit.chavda Ranjit.chavda
Shankar Tekari
Jamnagar

शेर और शायरी

Motivational Adda Motivational Adda
Jamnagar, 361006

This page Covers Motivational Content कभीकभी जीतने के लिए,बस आपको एक और प्रयास की जरूरत होती है 🌟🏅

TIMES of SIKKA TIMES of SIKKA
Nagani Road
Jamnagar, 361140

All india news

YRS YRS
Jamnagar

Hi I am yash I am a video creator and a writer. pls follow��

bhanushalifilms.com bhanushalifilms.com
Jamnagar

bhanushali films मेक स्योर मोहनिया भाई की कल्पना से बढ़कर हकीकत