Govt. B.ed College Vansda

Govt. B.ed College Vansda

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Govt. B.ed College Vansda, Education Website, .

Photos from Govt. B.ed College Vansda's post 26/02/2024

તારીખ 24 મી ફેબ્રુઆરી 2024 ના રોજ અત્રેની સરકારી બી.એડ. કોલેજ વાંસદામાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત "યુથ પાર્લામેન્ટ"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વર્ષ બી.એડ. ના કુલ 9 પ્રશિક્ષણાર્થીઓએ ભાગ લઈ સંસ્કૃતિ મંત્રીની ભૂમિકા નિભાવી હતી. જ્યારે બાકીના તાલીમાર્થીઓએ સાંસદોની ભૂમિકા અદા કરી હતી. મહાવિદ્યાલય પરિવારના અર્થશાસ્ત્ર - સામાજિક વિજ્ઞાન વિષાયના મદદનીશ પ્રાધ્યાપકશ્રી સુરેશભાઈ ગામીતે અધ્યક્ષ તરીકેનું દાઇત્વ અદા કર્યું હતું. તમામ મંત્રીઓએ માનનીય અધ્યક્ષશ્રીની પૂર્વ મંજૂરી લઇ પોતાનું ઉદબોધન તેમજ પ્રશ્નોત્તરી રજૂ કરી હતી.
સંસદના ગુહમાં વિપક્ષના નેતા તરીકે પ્રા. રણમાલભાઈ રાતીયા એ ધારદાર પ્રશ્નો કર્યા હતા. અને વિપક્ષીનેતાની ભૂમિકા અદા કરી હતી. સમગ્ર યુથપાર્લામેન્ટ માં અંતે પટેલ જીલ અને વઘાત જીગ્નેશ ને મહાવિધાયલનું પ્રતિનિધિત્વ માટે યુનિવર્સિટી મોકલવાનું સદનમાં નક્કી થયું હતું.
સદનના નિર્ણાયક તરીકે પ્રા.દિશાબેન તેમજ ડૉ. મેરામણભાઈએ પોતાની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમ ની તૈયારી ડૉ. નિર્મલ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આજનો સમગ્ર યુથપાર્લામેન્ટનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય શ્રી ડૉ. દિલીપભાઈ એમ. ગામીતના માર્ગદર્શન હેઠળ પૂરો થયો હતો.

Photos from Govt. B.ed College Vansda's post 19/02/2024

તારીખ 19મી ફેબ્રુઆરી 2024 ને સોમવારના રોજ અત્રેની સરકારી બી.એડ્. કોલેજ, વાંસદામાં સપ્તધારા પૈકીની નાટ્યધારામાં ‘નાટક એક સાધના’ વિષય અંતર્ગત કોલેજ ઓફ એજ્યુકેશન, ખરોડના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અરૂણ એન. ટંડેલ સાહેબનું વ્યાખ્યાન અને રંગમંચ વ્યવસ્થાપન સંદર્ભે કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં બી.એડ્.ના તાલીમાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. મહાવિદ્યાલયના આચાર્ય ડૉ.દિલીપભાઈ એમ. ગામીતે તજજ્ઞનું સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કરી રંગમંચ ખૂલ્લો મુક્યો હતો. સમગ્ર કાર્યક્રમ EPC-2 નાટક અને કળા દ્વારા શિક્ષણ અંતર્ગત યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન સપ્તધારાના કો-ઓર્ડીનેટર પ્રા.દિશાબેન વિસીયા તેમજ નાટ્યધારાના કો-ઓર્ડીનેટર ડૉ. નિર્મલ પટેલ દ્વારા હાથ ધરાયું હતું.

Photos from Govt. B.ed College Vansda's post 15/02/2024

આજ રોજ તારીખ.15/02/2024 ને ગુરુવારના રોજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો – ગુજરાત રાજ્ય અને સરકારી બી.એડ્. કોલેજ વાંસદાના સંયુક્ત ઉપક્રમે ભ્રષ્ટાચારનો જડમૂળથી અંત અંતર્ગત વ્યાખ્યાન અને માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ACB નવસારીના પી.આઈ. બી. ડી.રાઠવા સાહેબ તેમજ સાથી અધિકારી ભૂષણભાઈ તેમજ એમની ટીમે મહાવિદ્યાલયમાં હાજર રહી. તાલીમાર્થીઓને લાંચ રૂશ્વત વિરોધી જાગૃતતા અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. ડી. એમ. ગામીત સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમને અંતે ACB બ્યુરો દ્વારા યુનીવર્સીટી પરીક્ષામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર તાલીમાર્થીઓને પ્રોત્સાહન રૂપ ઇનામો પૂરા પાડવામાં આવ્યા હતા.

Photos from Govt. B.ed College Vansda's post 10/02/2024

સરકારી શિક્ષણ મહાવિદ્યાલ, વાંસદામાં ‘MISSION LIFE’ અતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું. જેમાં વક્તા તરીકે સ્નાતક અધ્યાપન મંદિર ગાંધી વિદ્યાપીઠ વેડછીના અધ્યાપકશ્રી ડૉ. રામ એલ. વિસાણા દ્વારા ‘ઊર્જા બચાવ’ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. સરકારી શિક્ષણ મહાવિદ્યાલય, વાંસદાના અધ્યાપક ડૉ. મેરામણ એ. વૈરૂ દ્વારા વક્તાનો પરિચય આપવામાં આવ્યો હતો. સરકારી શિક્ષણ મહાવિદ્યાલય, વાંસદાના આચાર્યશ્રી ડૉ. દિલીપભાઈ એમ. ગામીત દ્વારા આવકાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ. રામ એલ. વિસાણા દ્વારા એમના વક્તવ્યમાં ઊર્જા બચાવ, આબોહવા પરિવર્તન, આબોહવામાં થતા ફેરફાર, ઋતુચક્રમાં ફેરફાર, તાપમાનમાં વધારો, ગ્રીનહાઉસની અસર, તાપમાન વધવાથી શું થાય, વાવાઝોડા થવાનું કારણ, પર્યાવરણને અસર કરતા માનવીય પરિબળો, પર્યાવરણ બચાવવાના પાંચ વાક્ય જેમ કે, કોઈપણ વસ્તુનો ફરી વપરાશ, પુનઃચક્રિય, હેતુ ફેર ઉપયોગ, ના પાડવી વગેરે વિષયો પર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધી સરકારી શિશ્રણ મહાવિદ્યાલ, વાંસદાના અધ્યાપક ડૉ. મેરામણ એ. વૈરૂ દ્વારા કરવામાં આવ્યું હતું.

Photos from Govt. B.ed College Vansda's post 10/02/2024

ગુજરાત નોલેજ, સોસાયટી અને GEDA તર્ગત 21 નવેમ્બર, 2023ના રોજ કેસીજી, અમદાવાદ ખાતે મિશન લાઈફ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાનમાં ઉચ્ચ કમિશ્નર કચેરી, ગાંધીનગર સંચાલિત સરકારી બી.એડ્. કોલેજ, વાંસદા ખાતે મિશન લાઈફ વિષય અંતર્ગત પર્યાવરણ, ઊર્જા, જળ, વાહન-વ્યવહાર, ખોરાક વગેરે વિષય પર પોસ્ટર મેકીંગ સ્પર્ધાનું આયોજન SSIP કો-ઓર્ડિનેટર ડૉ. મેરામણ એ. વૈરૂ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં F.Y.B.ED.ના 14 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. પોસ્ટર મેકીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે માહલા હેતલ એમ.ને ‘વ્યક્તિગત વાહનને બદલે જાહેર વાહન વ્યવહાર’ વિષયના અનુસંધાનમાં આપ્યો હતો. જ્યારે દ્વિતીય ક્રમાંક પટેલ હેમાંગીકુમારી આર.ને ‘કુદરત સાથે સંતુલિત વિવેકપૂર્વ જીવનશૈલી’ પર આપ્યો હતો અને તૃતીય નંબર પટેલ નલીનાબેન એસ.ને ‘ઊર્જાનો કાર્યક્રમ કરકસર યુક્ત વપરાશ’ વિષય પર આપ્યો હતો. સમગ્ર સ્પર્ધા ખૂબ જ સરસ રીતે આયોજિત કરવામાં આવી હતી.

Photos from Govt. B.ed College Vansda's post 10/02/2024

ગુજરાત નોલેજ સોસાયટી GEDA અંતર્ગત 21 નવેમ્બર, 2023 ના રોજ કેસીજી, અમદાવાદ ખાતે મિશન લાઈફ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાનમાં ઉચ્ચ કમિશ્નર કચેરી, ગાંધીનગર સંચાલિત સરકારી બી.એડ્. કોલેજ,વાંસદા ખાતે મિશન લાઈપ વિષય અંતર્ગત પર્યાવરણ, ઉર્જા, જળ જેવા વિષયો પર સૂત્રો બનાવીને રેલીનું આયોજન SSIP કો-ઓર્ડિનેટર ડૉ. મેરામણ એ વૈરૂના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમાં સરકારી શિક્ષણ મહાવિદ્યાલય, વાંસદાના અધ્યાપકો અને F.Y.B.ED.ના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં ‘ઊર્જા સંરક્ષણ જીવન રક્ષણ, ઊર્જાનો કાર્યક્ષમ કરકસરયુક્ત વપરાશ, પાણી એ જ પૃથ્વીનું લોહી, વ્યક્તિગત વાહનને બદલે જાહેર વ્યવહાર’ જેવા સૂત્રો સાથે આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં જાગૃતિ આવે તે પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Photos from Govt. B.ed College Vansda's post 10/02/2024

ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગરના તાબા હેઠળની સરકારી બી.એડ્. કોલેજ, વાંસદા ખાતે ઈનોવેશન ક્લબ અંતર્ગત પ્રબોધ લેવલની ટ્રેનીંગનું આયોજન તા.-05/02/2023 થી તા.-06/02/2023 ના દિવસે કરવામાં આવ્યું હતું. SSIP કો-ઓર્ડિનેટર ડૉ. મેરામણ એ. વૈરૂના સમગ્ર માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ઝોન-નવસારીની રોબોકાર્ટ એજન્સીના ટ્રેનર મનીષાબેન પટેલ અને વિષ્ણુભાઈ પટેલે સમગ્ર ટ્રનીંગનું સંચાલન કર્યું હતું. ઈનોવેશન ક્લબની કીટની ટ્રેનીંગમાં બેઝીક ઈલેકટ્રોનિક કીટ, એડવાન્સ ઈલેક્ટ્રોનીક કીટ, ટેલિસ્કોપ કીટ, એડવાન્સ સાયન્સ કીટ, વી.આર ગ્લોબલ કીટ, એનર્જી કોન્સરવેશન કીટ, મેકેનીકલ કીટ, ડ્રોન કીટ, મેચાટ્રોનીક્સ કીટ તથા અર્થ સાયન્સ કીટ વગેરે કીટના વીડીયો જ સાથે માહિતી આપી હતી અને દરેક કીટનો તેમના દ્વારા લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી બી.એડ્. કોલેજના F.Y.બી.એડ.ના તમામ તાલીમાર્થીઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Photos from Govt. B.ed College Vansda's post 30/01/2024

તારીખ :-25/01/2024 ને ગુરુવારના રોજ SCOPE પ્રકલ્પ અંતર્ગત SCOPE INDUCTION પ્રોગ્રામ યોજાયેલ હતો. જેમાં સ્કોપ કો-ઓર્ડીનેટર શ્રી પ્રા. રણમલભાઈ રાતીયાએ એકઝામ વિશે વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડેલ હતું. સ્કોપની CEPT તથા બ્રિટિશ કાઉન્સિલ દ્વારા લેવાતી EnglishScore પરીક્ષા બાબતે રજીસ્ટ્રેશન કરાવેલ તમામ તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

Photos from Govt. B.ed College Vansda's post 27/01/2024

તારીખ :-26/01/2024 ને શુક્રવારના રોજ સરકારી શિક્ષણ મહાવિદ્યાલય વાંસદા અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બંને કોલેજોના આચાર્યો દ્વારા પ્રભાતફેરીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાવિદ્યાલયના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય દ્વારા પ્રેરક ઉદબોધન પૂરું પાડવામાં આવ્યું હતું.

Photos from Govt. B.ed College Vansda's post 25/01/2024

આજ રોજ તારીખ 25 મી જાન્યુઆરી 2024 ને ગુરુવારના રોજ કૉલેજમાં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમવર્ષ બી.એડ. તેમજ દ્વિતીયવર્ષ બી.એડના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાને અંતે પ્રથમ ક્રમ નેન્સીબેન દ્વિતીય ક્રમ અસ્જદભાઈ અને તૃતીયક્રમ જિલબેનને પ્રાપ્ત થયો હતો. આ સમગ્ર સ્પર્ધા સપ્તધાર અંતર્ગત યોજવામાં આવી હતી.

Photos from Govt. B.ed College Vansda's post 23/01/2024

સરકારી બી.એડ્. કોલેજ, વાંસદા ખાતે 12 જાન્યુઆરી ,2024 ના રોજ સ્વામી વિવેકાનંદના જન્મજ્યંતિ નિમિતે 'રાષ્ટ્રીય યુવા દિન' ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સરકારી બી.એડ્. કોલેજના આચાર્યશ્રી ડૉ.દિલીપભાઈ એમ. ગામીત દ્વારા 'સ્વામી વિવેકાનંદના જીવન વિષયક વિચારો' વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જ્યારે કોલેજના ગ્રંથપાલ ડૉ.જિતેન્દ્ર અગ્રવાલ દ્વારા સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.

Photos from Govt. B.ed College Vansda's post 23/01/2024

તારીખ:- 21/01/2024 ને રવિવારના રોજ સ્નાતક અધ્યાપન મંદિર, વેડછી. ગવર્મેન્ટ બી.એડ. કૉલેજ, વાંસદા. અને ગવર્મેન્ટ બી.એડ. કૉલેજ, કાછલના સંયુક્ત ઉપક્રમે સ્નાતક અધ્યાપન મંદિર વેડછી ખાતે NAAC માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે ડૉ. નરેન્દ્રભાઈ ચોટલીયા સાહેબ દ્વારા NAAC સંદર્ભે ખૂબ ઝીણવટ ભર્યું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. દિલીપભાઈ એમ.ગામીત તેમજ તમામ શૈક્ષણિક કર્મચારીગણ હાજર રહ્યા હતા.

Photos from Govt. B.ed College Vansda's post 23/01/2024

તારીખ 20/01/2024 ને શનિવારના રોજ સરકારી બી.એડ. કોલેજ વાંસદાનો ઇન્ડોર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમવર્ષ બી.એડ તેમજ દ્વિતીય વર્ષ બી.એડ ના તમામ તાલીમાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં એક મિનિટ ગેમ, સંગીત ખુરશી, પાસિંગ ધ બોલ ગેમ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી, કોથળા કુદ જેવી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રમતને અંતે વિજેતાના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર રમતોત્સવ સપ્તધારાની ખેલ કુદ ધારા અંતર્ગત યોજાયો હતો.

Photos from Govt. B.ed College Vansda's post 10/01/2024

અત્રેની કોલેજના યજમાન પદે સરકારી બી.એડ્. કોલેજ,વાંસદા સરકારી બી.એડ્. કોલેજ,કાછલ સ્નાતક અધ્યાપન મંદિર ,વેડછી ના સંયુક્ત ઉપક્રમે NAAC માર્ગદર્શન સેમિનારનું માર્ગદર્શન આયોજન તા.08/01/2024 ના રોજ થયેલ હતું. જેમાં ત્રણેય સંસ્થાના આચાર્યશ્રી,મદદનીશ પ્રાધ્યાપકો, વહીવટી સ્ટાફને કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડ ના આચાર્યશ્રી તેમજ સેમિનારના તજજ્ઞ ડૉ. ઇન્તેખાબ અંસારી NAAC થી માહિતગાર કર્યા હતા. તેમજ NAAC માં રાખવાની કાળજીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તમામ સહ ભાગીઓએ સેમીનારમાં ઉત્સાહ ભેર ભાગ લીધેલ હતો.અને NAAC ના સંદર્ભે વિચાર વિમર્શ કર્યો હતો.

Photos from Govt. B.ed College Vansda's post 13/12/2023

સરકારી શિક્ષણ મહાવિદ્યાલય, વાંસદામાં તારીખ:09/12/2023ના રોજ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023, ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી અને આઈ.આઈ.ટી.ઈ. ગાંધીનગર ખાતે F.Y.B.ED અને S.Y.B.ED ના તાલીમાર્થીઓ અને સ્ટાફના અધ્યાપકો દ્વારા સંસ્થા મુલાકાત લેવામાં આવી.

Photos from Govt. B.ed College Vansda's post 13/10/2023

સરકારી બી.એડ્. કોલેજ, વાંસદા ખાતે ફીનીશીંગ સ્કુલની તાલીમ પૂરી કરાઈ. જેમાં મોડ્યુલ B અને D તારીખ 03/10/2023 થી 13/10/2023 સુધી ટ્રેનીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ફીનીશીંગ સ્કુલના ટ્રેનર હિરલબેન માલવિયા દ્વારા ટ્રેનીગ પૂરી કરાઈ. જેમાં દ્વિતીય વર્ષના ૪૫ તાલીમાર્થીઓને ટ્રેનીગ આપાઈ. સમગ્ર ટ્રેનીગ આચાર્ય શ્રી ડૉ.દિલીપભાઈ એમ. ગામીતના હેઠળ પુરી કરાઈ.

Photos from Govt. B.ed College Vansda's post 13/10/2023

શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ભારતીય શાસ્ત્રો/ગ્રંથોમાં માનવીય મૂલ્યો વિષય પર નેશનલ સેમીનારનું આયોજન તારીખ ૧૨-૧૦-૨૩ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં મહાવિદ્યાલય પરિવારમાંથી આચાર્ય ડૉ.દિલીપભાઈ એમ. ગામીત એડવાઈસ કમિટીના સદસ્ય તેમજ પેપર પ્રસ્તુતિકરણ અંતર્ગત ચેરપર્સન તરીકે પોતાની ભૂમિકા આદા કરી હતી. ડૉ.નિર્મલભાઈ અને ડૉ. મેરામણભાઈએ કો-ચેરપર્સનની જવાબદારી અદા કરી હતી. પ્રા. રણમલભાઈ, પ્રા. સુરેશભાઈ તથા પ્રા. દિશાબેને પોતાના શોધ પેપરો રજૂ કર્યા હતા. સાથે સાથે પ્રથમ વર્ષ તેમજ દ્વિતીય વર્ષમાંથી કુલ ૧૨ તાલીમાર્થીઓએ પોતાના પેપરો રજુ કર્યા હતા.

Photos from Govt. B.ed College Vansda's post 15/09/2023

સરકારી શિક્ષણ મહાવિદ્યાલય,વાંસદા ખાતે હિન્દી દિનની ઉજવણી

ઉચ્ચ કમિશ્નર સંચાલિત સરકારી શિક્ષણ મહાવિદ્યાલય,વાંસદા ખાતે સપ્તધારાની જ્ઞાનધારા અંતર્ગત હિન્દી દિનની ઉજવણી કરવામાં આવી હતી.સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,વાંસદાના અધ્યાપિકા ડૉ. પ્રિતીબેન એચ. પટેલ દ્વારા ‘હિન્દી ભાષાનું મહત્વ વિષય પર વ્યાખ્યાન’ યોજવામાં આવ્યું હતું. સરકારી શિક્ષણ મહાવિદ્યાલય વાંસદાના આચાર્ય શ્રી ડૉ. દિલીપભાઈ એમ. ગામીત અધ્યક્ષપદે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

Photos from Govt. B.ed College Vansda's post 31/08/2023

સરકારી શિક્ષણ મહાવિદ્યાલય વાંસદા ખાતે તારીખ:-31/08/23નાં રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

Photos from Govt. B.ed College Vansda's post 29/08/2023

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મજયંતીની ઉજવણી

Photos from Govt. B.ed College Vansda's post 25/08/2023

વાંસદા સરકારી શિક્ષણ મહાવિદ્યાલયમાં કવિ નર્મદની જન્મ જયંતી ઉજવાઈ

Photos from Govt. B.ed College Vansda's post 21/06/2022

International yoga day 2022.

Photos from Govt. B.ed College Vansda's post 14/04/2022

University levele 800mtr ma first ane 400mtr ma second number Nileshvari chaudhari.

Photos from Govt. B.ed College Vansda's post 02/04/2022

Parixa pe chacha..

Videos (show all)

Launch of Comprehensive online certificate course on Intellectual Property Rights
SHODH (ScHeme Of Developing High Quality Research)
COVID KIRAN
COVID KIRAN
COVID KIRAN WEBINAR SERIES
COVID KIRAN HELPLINE

Website