Videos by National Paramedical Education. National Paramedical Education is an ISO 9001-2015 approved organisation and registered a government
મકરસંક્રાંતિનાં તહેવારમાં પતંગની દોરી કે અન્ય રીતે થતી ઈજામાં તાત્કાલિક સારવાર મળી રહે તેવા લોકોપયોગી સેવા માટે નેશનલ પેરામેડીકલ એજ્યુકેશન દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ૫૦ જેટલા સ્થળોએ નિ:શુલ્ક પ્રાથમિક સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેશનલ પેરામેડીકલની અમદાવાદની સંસ્થાઓ તથા તેમના સ્ટાફ અને ૩૦૦થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં ગુજરાત સરકારનાં સમાજ કલ્યાણ વિભાગનાં કેબીનેટ મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમાર દ્વારા નિ:શુલ્ક પ્રાથમિક સારવાર કેમ્પમાં હાજરી આપી સેવા કાર્યમાં ભાગ લેનાર તમામની સેવાને બિરદાવી હતી. આજ રોજ આ પ્રાથમિક સારવાર કેમ્પમાં ૨૦૦થી વધારે ઇજાગ્રસ્ત લોકોએ સારવારનો લાભ લીધો હતો સાથે સાથે ઘાયલ પક્ષીઓને પણ સારવાર આપવામાં આવી હતી. આ સારવાર કેમ્પમાં સાથ સહકાર આપનાર તમામ મીડીયાન