A Tale by Bhavesh

A Tale by Bhavesh

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from A Tale by Bhavesh, Writer, B/34, Akashganga Society, I. O. C Road, Ahmedabad.

13/06/2024

અજાણ હતો એ અહેસાસથી જે તમે મને કરાવ્યો છે,
તમારા આવ્યા પછી જાણ્યું કે પ્રેમ એ કેવી લાગણી છે.

નહતી ખબર મને કે મારું જીવન કેવું હશે ને કેવું રહેશે,
પણ જ્યારે તમને મળ્યો ત્યારે મને મારી ઓળખ થઇ છે.

સપનાં વગર કોઈ જ રાત નહતી મારી ને તમારાથી જ,
હવે મને સપનાની એક નવી રાહ તમારાથી મળવાની છે.

એક વિશ્વાસ હતો મને કે કોઇ તો મારા માટે બન્યું છે,
પણ ભગવાને તમને મારા માટે જીવનમાં ખાસ લખ્યા છે.

માંગું છું એક જ ઇચ્છા કે તમને મારા જ બનાવીને રાખું,
ને તમારાથી જ મારા જીવનની નવી શરૂઆત કરવી છે.

કરાવી મને પ્રેમનો અહેસાસ તમે મારા બહુ ખાસ બન્યા,
તમારી બધી ઇચ્છા હવે મારે આ જીવનમાં પૂરી કરવી છે.

કહી ધન્યવાદ ભગવાનને તમને મારા જીવનની એક નવી,
કહાણી તમારા સાથે ને તમારા માટે જ હવે મારે લખવી છે.

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/maaraa-premnii-pribhaassaa-cho-tme-cpe7ph

13/06/2024

પામીને તમને આ જીવનમાં હું ખૂબ ધન્ય થયો છું,
લખીને તમારા માટે હું મારા પ્રેમનો ઇઝહાર કરું છું.

નથી ખબર મારા માટે તમારા મનમાં વિચાર શું છે,
નથી જાણવા એ વિચાર ને હું ખુદને ખુશ માનું છું.

મનમાં ખ્યાલ બસ તમારા જ રાખીને હું જીવનમાં,
તમારો ભય દૂર કરી હું તમને પૂર્ણ કરવા માંગું છું.

ચિંતા નથી મને મારા જીવનની કે શું થશે આગળ,
હું તો તમને મારા જીવનનો મહત્વ ભાગ ગણું છું.

રાખી વિશ્વાસ મુજ પર કરજો સફરની શરૂઆત કે,
ખુદને હું તમારા સુખ-દુઃખનો સાથી બનાવા માંગું છું.

પ્રાર્થના રહેશે મારી ઉપરવાળાને બસ આ એક જ,
કે બક્ષે તમને ખુશીઓ હજાર એ દુઆ હું માંગું છું.

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/tmaaraa-vishe-lkhvaa-maangu-chun-cpfcy8

27/05/2024

પામીને તમારો સાથ આ જીવન ધન્ય થયું છે,
તમારી તમામ ઇચ્છા હવે મારે પૂર્ણ કરવી છે.

નહતી ખબર મને કે હું આટલો ભાગ્યશાળી છું,
કે તમારી ખુશીમાં જ મારી ખુશી સામેલ રહી છે.

યાદ કરું છું તમને દિવસ ને રાત એ ચાહત છે,
બનાવી તમને મારા સર્વસ્વ હવે દુનિયા કહેવી છે.

કેમ કરી કરું હું આભાર પ્રભુનો કે તમે મારા છો,
ને તમારા નામમાં મારું સંપૂર્ણ જીવન સમાવવું છે.

જીવનમાં નથી રહી હવે કોઈ ઇચ્છા અધૂરી કે,
લખું બસ તમારા માટે જ એવી પ્રાર્થના કરવી છે.

નામ આવે તમારું બસ મારી સાથે એવા કાર્યો કરી,
તમારા નામથી મારે બાકીનું જીવન હવે જીવવું છે.

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/jiivn-vsyaun-che-maarun-ek-tmaaraa-naammaan-cplsvz

24/05/2024

નીરસ હતું જીવન મારું જેને તમે મહેકાવ્યું છે,
અજાણ હતો હું એ ભાવથી જે તમે કરાવ્યો છે.

નથી કહી શકતો કે તમે મારા માટે શું બન્યાં છો,
પણ મારા મનનાં આ વિચારો તમને સમર્પિત છે.

લાગણી બની તમે વહો છો મારા શરીરનાં કણમાં,
કે તમને જ આ મૃત શરીરનાં પ્રાણ બનાવ્યાં છે.

રાતમાં જોવું છું હું સપનાં એક તમારા સાથનાં,
ને તમને જ હું મારી મોહક રાત બનાવી બેઠો છું.

જે વાત છુપાવું છું તમારાથી એ મારે કહેવી છે,
મારા વિચારોની દુનિયાં માત્ર તમારામાં વસી છે.

મારે નવી ગઝલ ને શાયરી તમારા માટે લખવી છે,
કે તમને જ મારા વિચારોની ડાયરી બનાવવી છે.

સજાવી મારું જીવન તમે ચાહતનાં રંગ ભર્યા છે,
ને તમને મારા વિચારોની અનેરી ચાહત કરવી છે.

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/maaraa-vicaaro-tmne-smrpit-che-cpo8vu

24/05/2024

मन में उठते हुऐ विचार को मैं ख़ुद़ से कैसे छुपाऊं?
नहीं मिलती राहत कहीं मुझे कि यह कैसी मजबूरी?

सोच सोचकर थक जाता हूं कि कैसी यह पीड़ा है?
ठूंठता हूं जवाब पर मिलता नहीं मुझे इसका जवाब?

चाहता हूं कि मिले छूटकारा मुझे अपने इस दर्द से,
पर यह दर्द है कि कम होने का नाम ही नहीं लेता है?

क्रोध आता है ख़ुद़ पर कि क्यों वश नहीं मेरा मुझ पर,
कद्र है पर चाहता हूं मिले मुझे छूटकारा इस बोझ़ से?

नहीं पहुंचा सकता पीड़ा मैं किसी अपने को मेरे दर्द में,
पर पहुंचा देता हूं कष्ट उन्हें जो मेरे लिए बहुत ख़ास है?

नहीं जाना चाहता इन रिश्तों से दूर कभी पर हो जाता,
हूं दूर इनसे कि क्रोध पर अब मेरे मुझसे ही वश नहीं है?

भूलकर भी नहीं कर सकता मैं ऐसी कभी भूल जीवन में,
पर जानें अनजानें हो ही जाती ऐसी भूल मुझसे हर रोज़?

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/kaise-chupaauun-cp0jok

13/05/2024

મનમાં સજાવ્યાં છે ખ્યાલ બસ એક તમારા નામનાં,
નથી આવતી હવે નીંદર કે સપનામાં જોઉં છું તમને.

કેમ કરી મનાવું કે તમે મારા કેટલાં પ્રિય બન્યાં છો,
કે મારી વાતોમાં પણ હું યાદ કરું છું બસ એક તમને.

નહતો વિશ્વાસ પ્રેમ પર કે મારા ભાગ્ય પર મુજને,
પણ જગાડી આશા મારામાં કરું છું પ્રેમ બસ તમને.

વિચારોની નવી રાહ બતાવી મને કર્યો છે કૃતજ્ઞ તમે,
કે હવે દરેક વિચારમાં લખું છું કવિતાઓ એક તમને.

પ્રેમ અને સ્નેહ વિના જીવન નિરર્થક બની જાય છે,
ને હું મારા અસ્તિત્વનો આધાર માનું છું બસ તમને.

કેમ કરીને કરું ઇઝહાર મારા આ પ્રેમનો હવે કે,
કે હું રાતનાં સપનામાં જોઉં છું તો બસ એક તમને.

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/spnaamaan-joun-chun-tmne-cpsy3d

07/05/2024

નમસ્કાર મિત્રો,

આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે કારણ કે આજે અમદાવાદ, ગુજરાતમાં મતદાન દિવસ છે અને મેં પણ મતદાન કર્યું છે. મને કોઇ પક્ષમાં રસ નથી એટલે દર વખતની જેમ જ નોટા (Non Of The Above) દબાવીને મેં મારો બહુમૂલ્ય મત આપ્યો, કારણ કે મને લોકશાહી વગરનો આઝાદ ભારત દેશ પસંદ છે. જ્યાં બધા પોતાની મરજીથી જીવી શકે અને પોતાને ગમતું કાર્ય કરી શકે, ના કોઇ રોકટોક હોય કે ના કોઇ પાબંધી, બસ મનને જે પસંદ હોય એ જ કરવાનું..

30/04/2024

સંસારની મોહમાયાથી દૂર થઇ ખુદને મારે જાણવું છે,
આશક્તિ છોડીને મારે વિરક્તિનાં માર્ગ પર ચાલવું છે.

ના કોઇ સંબંધ કે ના કોઇ પ્રતિબંધ હવે મારે રાખવો છે,
ભૌતિક સુખસુવિધાને ત્યજીને મારે વિરક્ત બનવું છે.

શું લઇને આવ્યો હતો ને શું લઇને જઇશ એ નથી ખબર,
પણ આ દુનિયાનું તથ્ય જાણી મારે ખુદને જાણવું છે.

ના કોઇની મિત્રતા કે ના કોઇની શત્રુતાથી મારે ડરવું છે,
મનનાં ભયને દૂર કરી હવે મારે ખુદમાં મગ્ન થવું છે.

ના કોઇની પરામર્શ કે ના કોઇની સલાહ હવે મારે માનવી છે,
બસ ખુદનાં નિર્ણય જાતે લઇ મારે સમજદાર બનવું છે.

ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી હવે મારે વર્તમાન જીવવું છે,
નથી જાણવું ભવિષ્ય કે શું થશે કાલે મારે શાંતિથી જીવવું છે.

મુક્ત કરી ખુદને બધા બંધનોથી મારે એકલાં જીવવું છે,
એ જ કારણ છે મારી પીડાનું કે મારે હવે વિરક્ત બનવું છે.

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/virktinaan-maarg-pr-caalvun-che-cp5v7z

22/04/2024

मैं महादेव जैसा बैरागी पर गृहस्थ बनना चाहता हूं,
ना किसी से मित्रता और ना शत्रुता रखना चाहता हूं।

ख़ुद़ से अलग होकर मैं ख़ुद़ में मिल जाना चाहता हूं,
ना रख़कर मन में कोई भाव मैं शंकर बनना चाहता हूं।

किसी का ना सही पर मैं आज़ सबका बनना चाहता हूं,
होकर मस्त मलंग मैं मस्ती में तांडव करना चाहता हूं।

मोक्ष पाकर में सभी बंधनों से संन्यासी बनना चाहता हूं,
मुक्त होकर भी मैं सभी भावों से जुड़ना चाहता हूं।

हर कण़ में होकर भी मैं शून्य सा दिख़ना चाहता हूं,
रहे ना कोई भय मुझको कि मैं ख़ुद़ डर बनना चाहता हूं।

नष्ट कर क्रोध को मैं अब शांतिदूत बनना चाहता हूं,
करने अच्छे काम मैं ख़ुद़ को भूल जाना चाहता हूं।

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/main-mhaadev-jaisaa-bnnaa-caahtaa-huun-cqcupd

07/04/2024

નહતી ખબર મને કે જીવનમાં ક્યારેક આવું મારી સાથે થશે,
સમય નહતો મળ્યો કે તમને હું મારા દિલની વાત કહી શકું.

તમારી સાથે વિતાવેલો એ સમય આજે પણ મને યાદ છે,
કે તમારી યાદોનાં સહારે જ તો હું આજે જીવતો રહ્યો છું.

તમારી સાથે હસવું, રડવું ને શાળાએ જવું મને યાદ છે,
કે તમારી સાથે કરેલી લડાઇનાં એ ક્ષણ પણ મને યાદ છે.

નથી ભૂલ્યો કે તમે મારી વાત વિના કહે પણ સમજી લેતાં,
તો શું થયું જો આજે તમે મારી સાથે નથી પણ યાદ તો છે.

આ યાદો જ છે જે મને આગળ વધવા પ્રોત્સાહિત કરે છે,
ને હોવ ક્યારે દુઃખી તો મને ગળે લગાવીને સાંત્વના આપે છે.

કેમ કરી ભૂલી તમારી એ ચાહતને કે જે મારી ધડકન છે,
આજે એ રોમ રોમમાં મારી પ્રેરણા ને ધીરજ બનીને વહે છે.

વિચારું છું રોજ હું બસ એક તમારા વિશે જો હોત આપણે,
સાથે તો મને જીવનમાં દુઃખી થવાની ક્યાં જરૂર પડવાની છે.

પૂજા હું નથી ઈચ્છતો કે તમે ક્યારેય મારા માટે ઉદાસ થાવ,
એટલે જ જીવનમાં હમેંશા હું ખુશ રહેવાની કોશિશ કરું છું.

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/hun-tmaarii-yaaadomaan-jiivun-chun-cqfrxd

02/04/2024

શું કહું તમને એ હું નથી જાણતો પણ,
મારી દરેક વાતમાં ફક્ત તમે જ રહો છો.

વિચારું છું હું તમને રોજ કે વાત કરું,
કે મારા વિચારમાં પણ તમે જ રહો છો.

ભૂલ કરું છું હું એ તમે જણાવું છું પણ,
એ ભૂલની માફી તમે જ મને આપો છો.

નથી કરતો કોઇ કાર્ય એ હું જાણું છું પણ,
મારું દરેક કાર્યની શરૂઆત તમે જ છો.

મારી ખુશીનો શ્રેય આપું છું હું તમને પણ,
તમે જ મારા જીવનની સાચી ખુશી છો.

સપનાં જોઉં છું તમારી સાથે જીવનનાં પણ,
તમને જ હું મારા જીવનસાથી માનું છો.

નથી માંગતો કોઇ વિશેષ આશિષ પ્રભુ પાસે,
કે તમે જ મારા ભગવાન ને અલ્લાહ છો.

લખું છું અંતમાં એક જ સંદેશ તમને પણ,
મારી દરેક વાતમાં ફક્ત તમે જ રહો છો.

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/maarii-drek-vaatmaan-tme-j-cho-cqd4wt

01/04/2024

નથી જાણતો હું કે શું સંબંધ છે તમારાં ને મારા વચ્ચે,
પણ વાત કરવાનું મન મારું તમારી સાથે રોજ કરે છે.

જાણું છું કે કાંઇ જ નથી મારી પાસે કહેવા હવે તમને,
બસ તમારાં હાલ જાણીને જ મનને કેમ શાંતિ મળે છે.

વિચારો તો આવે છે ઘણાં કે કહી દઉં ક્યારેક તમને,
પણ જ્યારે કહેવાનું કરું ને બધું ભૂલી કેમ જવાય છે.

લખીને આજે કહી દેવા માંગું છું ખ્યાલ બધા તમને,
નથી જાણતો હું કે કેમ મારી સાથે આવું થયા કરે છે.

કોઇક તો એવો સંબંધ છે મારા અને તમારા વચ્ચે કે,
જે કંઇ પણ કહ્યા વિના બધું જ સમજી જવાય છે.

પ્રાર્થના છે મારી ભોળા શંકરને કે રાખે સલામત તમને,
કે દુનિયા હવે મને કેમ તમારા વિના અધૂરી લાગે છે.

જીવવાં ને જાણવા માંગું છું હું દુનિયા સાથે લઇ તમને,
પણ નથી મળી રહી પરવાનગી જે મને જોઇએ છે.

કહેવા માંગું છું મારા આ મનની વાત આજે હું તમને,
કે દુનિયા હવે મને કેમ તમારા વિના અધૂરી લાગે છે.

Read more of my thoughts on YourQuote app
https://www.yourquote.in/bhavesh-parmar-8aav/quotes/khevun-ghnnun-bdhun-che-tmne-cqe5gm

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Navratri 2023 will always be remain memorable
સત્ય જે છુપાવી પણ ના શકાય એવું હોય છે અને એ ક્યારેક તો બહાર આવે જ છે. તમારી વાતો સાંભળ્યા પછી ક્ષણભરનો વિલંબ કર્યા વગર અ...
I haven’t ask for the permission to @ladakhrover to repost the video, but I like the theme. So, to support @wangchukswor...
I am not able to play this tune, but He is my friend who played this tune @vixitraajj_baddani . People may not know him,...
It was all about last night when we had a great jamming session at @blackdroptattooart with @vixitraajj_baddani , @keyur...

Category

Telephone

Website

Address


B/34, Akashganga Society, I. O. C Road
Ahmedabad
382424

Opening Hours

Monday 10am - 4pm
Tuesday 10am - 4pm
Wednesday 10am - 4pm
Thursday 10am - 4pm
Friday 10am - 4pm