Happy Minds - Dr. Hansal Bhachech

This is an official page of Dr.Hansal Bhachech, well-known Psychiatrist and author. Goal of this pag

08/03/2024

Have you ever been Photoshop-ed?!
A question that is swirling in my mind on woman's day?

Ever scroll through Instagram and feel like everyone else looks like they walked straight out of a magazine? You're not alone. Societal beauty standards are these invisible rules about what's considered attractive, and they can wreak havoc on how women (and honestly, everyone) see themselves. But let's get philosophical for a sec: why do these standards exist, and how can we challenge them?
Imagine beauty as a giant, airbrushed billboard. It shows a flawless face, a perfect body, and maybe a dazzling smile. The message? That's what beauty is, and if you don't look like that, well... But here's the thing: beauty standards are created by people, not some cosmic law. They're influenced by culture, history, and yes, even the desire to sell stuff.
Take, for instance, the whole obsession with a slim body type. It wasn't always the norm! In medieval times, a plump figure was considered a sign of wealth and health. So, what happened? Fast forward a few centuries, and suddenly thin is in. Fashion designers want clothes to drape a certain way, and media outlets promote this image. It's a cycle that can make us feel like our natural bodies are somehow wrong.
The real problem is that these airbrushed ideals are just that – ideals. Most people don't actually look like that! And the constant comparison can be a recipe for disaster. Remember that time you spent hours trying to achieve that perfect beach wave hair, only to end up looking like a poodle who got caught in a windstorm? Yeah, those standards can be frustrating and unrealistic. One has to challenge these beauty standards as it is detrimental to one’s mental health. Naturally the question is how?! As a mental health specialist, I have few suggestions for challenging these beauty standards.
Embrace what makes you unique: We all have features that set us apart. That mole above your lip? It's your beauty mark! Those curly locks? They're your crowning glory! Rock what makes you, you.
Follow body-positive influencers: Social media isn't all bad. There are amazing people out there celebrating all shapes, sizes, and ethnicities. Find them, follow them, and let them remind you that beauty comes in a million different packages.
Focus on what your body can do: Our bodies are incredible machines! They help us run, jump, laugh, and cuddle our loved ones. Instead of obsessing over how they look, appreciate what they allow you to do in the world.
Be your own role model: The most important relationship you have is with yourself. Treat yourself with kindness, celebrate your accomplishments, and remember that you are worthy of love and respect, no matter what the airbrushed billboard says.

So, the next time you catch yourself comparing your appearance to some unrealistic standard, take a deep breath and remember: you are beautiful, just the way you are.

તારીખિયામાં વર્ષ નવું અને સંકલ્પોમાં આપણે નવા – New year, new you! વર્ષો બદલાવાનું નથી છોડતાં અને આપણે સં 29/12/2023

લો પાછા વર્ષના છેડે આવીને ઉભા રહી ગયા, તારીખિયામાં નવું વર્ષ અને સંકલ્પોમાં નવા આપણે - New year, new you! મને ખબર છે કે ગયા વર્ષના સંકલ્પો હજી અકબંધ પડ્યા છે અને આ વર્ષે તેના પરથી ધૂળ ખંખેરવાની છે. વર્ષો બદલાવાનું નથી છોડતાં અને આપણે સંકલ્પો કરવાનું નથી છોડતાં! મોટાભાગના લોકો આ સંદર્ભમાં એમ કહેતા કે વિચારતા હોય છે કે હજી કાલે તો સંકલ્પ કર્યા હતા અને આજે વર્ષ બદલાઈ ગયું?! સમય (દિવસો,મહિનાઓ કે વર્ષો) ક્યાં અને ક્યારે જતો રહે છે ખબર જ નથી રહેતી, જાણે પળવારમાં દિવસ, મહિનો કે વર્ષ બદલાઈ જાય છે. મારે આ વીતી જતા સમયના સંદર્ભમાં એક વિચારબીજ તમને આપવું છે, પૂરા થતાં વર્ષની એક વૈચારિક ભેટ..

તારીખિયામાં વર્ષ નવું અને સંકલ્પોમાં આપણે નવા – New year, new you! વર્ષો બદલાવાનું નથી છોડતાં અને આપણે સં મારું માનો તો સમયથી મોટું ઈલ્યુઝન બીજું કોઇ નથી. જો આ વાત સમજાતી હોય, તેની સાથે સંમત થવાતું હોય તો સમયના બદલાવ પર ધ્.....

26/12/2023

તમારી ખુશીમાં તમારા પોતાના કહી શકાય એવા લોકો ખુશ નથી એ વાત પચાવવી કઠિન છે! 10/12/2023

સ્વીકારો કે ના સ્વીકારો, તમારી ખુશીમાં અસલી-જેન્યુઇન ખુશી અનુભવનારા લોકો ઓછા થઈ રહ્યા છે. લોકો બતાવે છે ઘણું પણ અનુભવે છે ઓછુ, તમારી નવી ગાડીને જોઈને ‘વાઉ’ કહેનારો મનમાં પૂછે છે ‘હાઉ’?! ક્યાંથી-કેવી રીતે?!! એવી કેટલી વ્યક્તિઓ હશે કે જેમને પોતાના કોઈપણ પ્રકારના એક્ચુઅલ કે વર્ચ્યુઅલ શેરિંગ પછી પ્રતિભાવો, પ્રશંશા કે સ્વીકૃતિની અપેક્ષા નહીં હોય?! લગભગ કોઇ નહીં, લોકો વત્તી-ઓછી જાગ્રત-અજાગ્રત અપેક્ષાઓ સાથે જ શેરિંગ કરતા હોય છે, શેરિંગનો એ જ મુખ્ય હેતુ હોઈ શકે છે. દિલ પર હાથ મૂકીને કહેજો કે માત્ર ખુશી વહેંચવાના ઉદ્દેશથી કોણ શેર કરે છે?! આમાં તો કો'કને બતાવી દેવાનું હોય છે, કો'કને બળતરા કરાવવાનું હોય છે, વળી કો'ક બીજાને જણાવવાનું હોય છે, કોઇ તરફથી દાદ મેળવવાનું હોય છે કે પછી જાહેરાત-પ્રચાર કરવાનું હોય છે. શેર થતી એક બાબતના એક સાથે ઘણા ઉદ્દેશ હોય છે અને જ્યાં ઉદ્દેશ પાર ના પડતો હોય ત્યાં લાગણીઓ બેક-ફાયર થતી હોય છે, ખુશી વહેંચવાનો ઉદ્દેશ ભીતર દુઃખ ભેગું કરી બેસે છે! ઘણીવાર તમારી ખુશી અન્ય વ્યક્તિઓમાં તમારી અપેક્ષાઓથી ઓછી ખુશી, અવિશ્વાસ, શંકાઓ, મૌન, અવગણના કે અસ્વીકારની લાગણીઓ પેદા કરે ત્યારે તે જીરવવું પણ અઘરું બની જતું હોય છે. તમારી ખુશીમાં તમારા લાગતા-વળગતા ખુશ નથી એ વાત પચાવવી કઠિન છે…

તમારી ખુશીમાં તમારા પોતાના કહી શકાય એવા લોકો ખુશ નથી એ વાત પચાવવી કઠિન છે! સ્વીકારો કે ના સ્વીકારો, તમારી ખુશીમાં અસલી-જેન્યુઇન ખુશી અનુભવનારા લોકો ઓછા થઈ રહ્યા છે. લોકો બતાવે છે ઘણું પણ અન.....

29/11/2023

Today’s

રૂબરૂ મુલાકાતોનું સ્થાન કોઈપણ ટેક્નોલોજી ના લઇ શકે, વર્ચ્યુઅલી સતત જોડાયેલા રહેવા કરતા દસ મિન 19/11/2023

દિવાળીની રજાઓ પુરી થઇ જાય ત્યારે એક વાત મનમાં અચૂક આવે છે ‘લો દિવાળી-દિવાળી કરતા’તા, આવીને જતી પણ રહી!’ મારી વાત માનો ‘દિવાળી' તો એક રૂપક છે બાકી વાત સમગ્ર જીવનની છે, ક્યારે આવ્યું અને ક્યારે જતું રહેશે એનો સીધો હિસાબ નહીં રાખી શકો. દિવાળી આવવાના ઉત્સાહ કરતા આવીને જતી રહ્યાનો અફસોસ વધારે હોય છે, બરાબર એ જ રીતે આવનારી પળોની ઉત્તેજના કરતા વીતી ગયેલી પળોનો અફસોસ વધુ તીવ્ર હોય છે. આ વાત સમજાતી હોય તો આજે જ સમજી લો કે આપણે માનીએ છીએ તેના કરતા જીવન ઘણું ટૂંકું છે, શાંતિથી વિચારશો તો ક્યારે આ ઉંમરે પહોંચી ગયા એનો સાચો હિસાબ નહીં માંડી શકો. જો જીવનને માણ્યું હશે તો આ હિસાબ નહીં માંડી શકવાનો અફસોસ નહીં થાય પણ જો દિવસો, માણ્યા વગરના, એમ જ હાથમાંથી સરકી ગયા હશે તો વહેલો-મોડો વીતેલા સમયનો અફસોસ જરૂર થશે….

રૂબરૂ મુલાકાતોનું સ્થાન કોઈપણ ટેક્નોલોજી ના લઇ શકે, વર્ચ્યુઅલી સતત જોડાયેલા રહેવા કરતા દસ મિન દિવાળીની રજાઓ પુરી થઇ જાય ત્યારે એક વાત મનમાં અચૂક આવે છે ‘લો દિવાળી-દિવાળી કરતા’તા, આવીને જતી પણ રહી!’ મારી વાત માન...

Photos from Happy Minds - Dr. Hansal Bhachech's post 11/11/2023

યોગ્ય ભાવથી, યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરાયેલો સ્પર્શ હીલિંગ કરનારો કે રાહત આપનારો હોય છે… 02/11/2023

મેલબર્નના બર્ક સ્ટ્રીટ મોલની બહાર એક ફૂટપાથ-બેન્ચ ઉપર હું અને મારી પત્ની કોફી માણતા અવરજવર કરતા લોકોનું અવલોકન કરતા બેઠા હતા. બર્ક સ્ટ્રીટ મેલબર્નની ખાસ્સી વ્યસ્ત અને હેપનિંગ સ્ટ્રીટ છે. લોકો, ખાસ કરીને યુવાઓ હાથમાં શોપિંગ થેલીઓ, બેગ, કોફીના કપ, બેકપેક લઈને ઝડપની એક લયમાં હરીફરી રહ્યા હતા. ત્યાં એક યુવતી હાથમાં પ્લાકાર્ડ લઈને આવી, એને ફૂટપાથ પર ઉભું કર્યું અને પાછળ ભેટવા માટે તૈયાર હોય એમ હાથ પહોળા કરીને ઉભી રહી. કાર્ડ પર લખ્યું હતું - If you have Depression/Anxiety Hug me - જો તમને ડિપ્રેશન કે એંગ્ઝાઇટી હોય તો મને આલિંગન આપો. થોડીવાર તો એ એમ જ ઉભી રહી, એક યુવાન આવ્યો, હળવું આલિંગન આપ્યું અને ચાલતો થયો. ધીરે ધીરે આલિંગન આપનારાની સંખ્યા વધતી ચાલી, મને એ છોકરી આવી તે કરતા વધુ પ્રસન્ન જણાવા લાગી… Read full article on
https://hansalbhachech.wordpress.com/2023/11/02/1-31/

યોગ્ય ભાવથી, યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરાયેલો સ્પર્શ હીલિંગ કરનારો કે રાહત આપનારો હોય છે… અમે કોફી લઈને મેલબર્નના બર્ક સ્ટ્રીટ મોલની બહાર નીકળ્યા અને એક ફૂટપાથ-બેન્ચ ઉપર હું અને મારી પત્ની કોફી માણતા અવર....

22/10/2023

Australia 🇦🇺

26/09/2023

When you are in Coffee capital of the world and have a coffee specially prepared for you by your son, intoxication is guaranteed 😬

Photos from Happy Minds - Dr. Hansal Bhachech's post 09/09/2023

’23

Photos from Happy Minds - Dr. Hansal Bhachech's post 07/09/2023

04/09/2023

11/08/2023

Watch and Share… with

31/07/2023

- story in today’s

Episode 8 Thought Management Series 'તારી અને મારી વાત - ડૉ. હંસલ ભચેચ સાથે...' 14/07/2023

Episode 8.. Common thought patterns

Episode 8 Thought Management Series 'તારી અને મારી વાત - ડૉ. હંસલ ભચેચ સાથે...' કેટલીક સામાન્ય વિચારસરણીઓ Common thought patterns

Episode 7 Thought Management Series 'તારી અને મારી વાત - ડૉ. હંસલ ભચેચ સાથે...' 11/07/2023

Episode 7 streaming now…

Episode 7 Thought Management Series 'તારી અને મારી વાત - ડૉ. હંસલ ભચેચ સાથે...' તમારી વિચારસરણીને મૂલવવા તમારા વિચારોને જોવા અને સમજવા અગત્યના છે. આ વિચારોને કેવી રીતે જોઈ શકાય?!It is important to watch your thoughts to ...

વિચાર ગમે ત્યાં, ગમે ત્યારે ફૂટે, એની પર ધ્યાન આપો તો એ વિસ્તરે અને ના આપો તો એ કરમાઈને વિલીન થઈ જ 08/07/2023

Weekend read...

વિચાર ગમે ત્યાં, ગમે ત્યારે ફૂટે, એની પર ધ્યાન આપો તો એ વિસ્તરે અને ના આપો તો એ કરમાઈને વિલીન થઈ જ મનમાં બદલાવ લાવવો કેવી રીતે? મનમાં બદલાવ લાવવા માટે તેના મૂળભૂત ઘટકમાં ફેરફાર લાવવો જોઈએ અને એ મૂળભૂત ઘટક છે વિચાર...

Episode 1 Thought Management Series 'તારી અને મારી વાત - ડૉ. હંસલ ભચેચ સાથે...' ની 04/07/2023

https://youtu.be/BQR6ev-9jcQ

First five Episodes are streaming now..

*please subscribe the channel and press the bell icon to get notified for new episode*

Episode 1 Thought Management Series 'તારી અને મારી વાત - ડૉ. હંસલ ભચેચ સાથે...' ની મગજના વિચારોને બંધ કરવા શક્ય છે?! ના, વિચારોને બંધ કરવા શક્ય નથી પરંતુ વિચારોમાં - વિચારસરણીમાં બદલાવ લાવવો ચોક્કસ ....

02/07/2023

Today’s Ahmedabad Mirror…

01/07/2023

Thank you to all, who trusted my wisdom and appreciated my clinical work, writings, talks etc

29/06/2023

Streaming from 4th July, then every Tuesday and Friday

ગુગલ સમાધાન ઓછું અને સંદેહ વધારે પેદા કરે છે. દવા તો મળે નહીં અને વધુ દસ બીમારીઓની ના જોઈતી જાણક 27/04/2023

હમણાં મને એક ટીવી મુલાકાતમાં કાર્યક્રમ સંચાલકે પૂછ્યું કે ડૉક્ટર પર ભરોસો રાખવો કે ગુગલ પર?! મેં કહ્યું ‘તમારી સમસ્યાનું સમાધાન અને સારવાર જોઈતી હોય તો ડૉક્ટર ઉપર, નહીંતર ગુગલ પર! ગુગલ સમાધાન ઓછું અને સંદેહ વધારે પેદા કરે છે. દવા તો મળે નહીં અને વધુ દસ બીમારીઓની ના જોઈતી જાણકારી મગજમાં ઘુસી જાય!! સરવાળે, મૂંઝવણમાં વધારો, મન ભયભીત અને શંકાઓનો પાર નહીં. પાંચ દિવસમાં ઠેકાણે પડતી બાબત પંચાવન દિવસે કઈંક નવું જ રૂપ ધારણ કરીને ખોળામાં બેઠી હોય! એવું નથી કે આ સમજાતું નથી પરંતુ આ આદત છૂટવાની નથી. કારણ કે, આપણા દરેકના મનમાં એક સંશોધક, એક વિજ્ઞાની જીવે છે જેને અન્યની વાત પર ભરોસો કરતા પોતે કરેલી સાવ ખોટી અને હમ્બગ શોધ પણ વધુ કિક આપતી હોય છે! ડૉકટરે નિદાન કરીને સારવાર લખી આપી એમાં શું મઝા આવે?! આપણે એ સારવારમાં પાંચ સાચી-ખોટી શક્યતાઓ કે ભૂલો કાઢીએ તો મનની ખંજવાળ શમે. ગુગલ કરવામાં સુષુપ્ત સ્તરે સત્યની શોધમાં નીકળેલા સન્યાસી જેવી અનુભૂતિ થતી હોય છે અને કઈંક પોતાને અગત્યનું કે સાચું લાગે એવું જડી આવે તો રહસ્ય ઉકેલીને બેઠેલા ડિટેક્ટિવ જેવો ઉન્માદ મગજમાં છવાઈ જાય!

ગુગલ સમાધાન ઓછું અને સંદેહ વધારે પેદા કરે છે. દવા તો મળે નહીં અને વધુ દસ બીમારીઓની ના જોઈતી જાણક હમણાં મને એક ટીવી મુલાકાતમાં કાર્યક્રમ સંચાલકે પૂછ્યું કે ડૉક્ટર પર ભરોસો રાખવો કે ગુગલ પર?! મેં કહ્યું ‘તમારી સમસ...

નકારાત્મક વિચારો આપણી સામાન્ય વિચારસરણીનો જ ભાગ છે અને તે દરેકને અનિવાર્યપણે આવતા હોય છે! 20/04/2023

મગજમાં સીધેસીધા ડાઉનલોડ કરેલા વિચારોને ચકાસ્યા, સમજ્યા કે વિચાર્યા વગર જ ચગળ્યા કરતો કે પોતાની વાતોમાં વાગોળ્યા કરતો એક વર્ગ છે. એમાં કેટલાક તો એ હદે વિચારોને વાગોળી નાખે કે જડત્વની અવસ્થામાં પહોંચી જાય. હમણાં એક પ્રસંગમાં, આવા જ મોટિવેશનલ વિડીયોમાંથી સીધેસીધા વિચારો ડાઉનલોડ કરીને જડતાપૂર્વક પકડી બેઠેલા, સ્નેહી મળી ગયા. કોઈ મારી સાથે નેગેટિવ વિચારો વિષે વાત કરી રહ્યું હતું અને એમાં તેમણે વચ્ચે ઝંપલાવ્યું ‘નકારાત્મક વિચારો કરવાના જ નહીં.મને તો ક્યારે’ય નેગેટિવ કે નબળા વિચારો આવતા જ નથી’ મને તરત જ રિએક્ટ કરવાનું મન થયું કે વિચારો કરવાના હોય તો નકારાત્મક વિચારો કોણ કરે?! વિચારો કરવાના નથી હોતા, આવતા હોય છે અને એ પણ તમારા મનની સ્થિતિ મુજબ! તમે આનંદમાં હોવ કે મૂડમાં હોવ તો પોઝિટિવ વિચારો આવતા હોય છે અને તમે દુઃખી, હતાશ કે ભયગ્રસ્ત હોવ તો નકારાત્મક વિચારો આવતા હોય છે. મહત્વનું એ નથી કે તમને નકારાત્મક વિચારો આવે છે, મહત્વનું એ છે કે એ વિચારોને તમે કેવી રીતે હેન્ડલ કરો છો...

નકારાત્મક વિચારો આપણી સામાન્ય વિચારસરણીનો જ ભાગ છે અને તે દરેકને અનિવાર્યપણે આવતા હોય છે! મગજમાં સીધેસીધા ડાઉનલોડ કરેલા વિચારોને ચકાસ્યા, સમજ્યા કે વિચાર્યા વગર જ ચગળ્યા કરતો કે પોતાની વાતોમાં વાગોળ્યા ...

Want your practice to be the top-listed Clinic in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Today morning I recorded this walk… Do you wanna join?!
#worldsleepday2022 #drhansalbhachech #doordarshan #ddgirnar
Small awareness video on Drug Addiction (Part 2) an initiative by Gujarat Police Proud to be a part of this project…#drh...
Small awareness video on Drug Addiction (Part 1) an initiative by Gujarat Police Proud to be a part of this project…#drh...
#drhansalbhachech excerpts from covid kiran helpline
Have a fantastic 2016

Category

Telephone

Address


211, Sheetal Plaza, Rambaug BRTS Bus Stop, Maninagar
Ahmedabad
380028

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 5pm

Other Doctors in Ahmedabad (show all)
E.A. Pillai E.A. Pillai
St. Xavier's Loyola
Ahmedabad, 380013

Aeee.....daafod.........Kachrapeiti........yeidiot.......u....dant kno haw to behaive in class......yeidiot!!

Roshni Dental Care Roshni Dental Care
Roshni Dental Care, 128, Radhe Appartment, Adarshnagar Corss Roads, Naranpura
Ahmedabad, 380013

Dr.Urvashi's Dental Clinic & Implant Center Dr.Urvashi's Dental Clinic & Implant Center
Dr. Urvashi's Dental Clinic, Ranip Vegetable Market, Sardar Chowk, Ranip
Ahmedabad

Dr. Urvashi's Dental Care is the place to solve all your dental problems. When it comes to the best dentist in Ahmedabad, we are here to help patients in a perfect way & take care ...

Dr. Ayushi Palkhiwala Dr. Ayushi Palkhiwala
Ahmedabad

Medical Doctor � � Ahmedabad, Gujarat Homoeopathic physician �� General medical practitioner ���

Vraj dental clinic and implant center Vraj dental clinic and implant center
Ahmedabad, 380051

Satyanarayan society part 1 nr shaivali bus stop jivrajpark Vejalpur Ahmedabad Gujarat

Krishna clinic Dr.Piyush Patel Krishna clinic Dr.Piyush Patel
Ahmedabad, 380002

Dr.Vipul Makwana - MS Orthopaedics Dr.Vipul Makwana - MS Orthopaedics
SVP Hospital, NHL Medical College
Ahmedabad, 380006

MS Orthopaedics Complex trauma and Pelvis-Acetabulum surgeon

Ashapura Multispeciality Kidney Hospital Ashapura Multispeciality Kidney Hospital
254 To 259, D'wing, City Centre Arcade, Near S. R. P Campus, Krishnanagar, Naroda
Ahmedabad, 382345

Magnum Physiotherapy & fitness Magnum Physiotherapy & fitness
TF, 305 Gravity, Opp Swaminarayan Family, MG Road, Nikol
Ahmedabad, 382350

CONSULTANT PHYSIOTHERAPIST CERTIFIED INTERNATIONAL SPORTS & ORTHOPEDIC MANUAL THERAPY Pain managemen

Navkar Hospital Navkar Hospital
Navkar Hospital, Navkar Complex, Nr. Shreyas Crossing Ambawadi
Ahmedabad, 380015

Navkar Hospital provides precision in Oculoplasty & Ocular Prosthetics. Consult Now.

Dr Karnav Sports Health Dr Karnav Sports Health
Epic Hospital Empire Doctor House, Sarkhej Gandhinagar Highway
Ahmedabad, 380060

I, Dr. Karnav, I'm Sports Injury Specialist, Helping Sportsmen to play long and best.