Mukesh Patel Health Immunity Natural Science
Naturopath, Founder: Nihar Aarogya Mandir, TV shows, public lectures, Editor:anupan health magazine.. Established in 1994. But free treatment has its dangers.
For several years, many patients have availed naturopathy treatment free of cost.Initially started at Bakarsha’s Wadi at Pirana, Ahmedabad. Then at Swaminarayan Mandir, Ahmedabad. Here also a large number of patients took naturopathy consultations and treatment. In 1994 itself, at Sabarmati Jail, Ahmedabad, imparted Habits, Diet & Yoga training in an innovative and easy way to a batch of forty
74 વર્ષની ઉંમરે ઢીંચણનો દુખાવો મટ્યો : સત્ય આરોગ્યકથા દર્દીનાં જ શબ્દોમાં
કેન્સર સામે કુદરતી ઉપચારથી સાજા થયેલા કેન્સરના દર્દીની સત્ય-આરોગ્યકથા સાંભળો દર્દીના જ શબ્દોમાં...
હોર્મોન, દવાઓ અને પિતની ગરમી દૂર કરવા કુદરત તમને સામેથી બોલાવે છે જશો ને..!
....." ચોમાસામાં બીમારીથી બચવા..." વિડીયો જોઈ ફેસબુકમાં ગજેન્દ્રસિંહે સવાલ પૂછ્યો: " ગરીબોને શું ખાવું? બદામ કે રોટલા? " જવાબ છે: રોટલા. ખાસ તો બાજરીનાં. કેમકે, બાજરીનાં રોટલામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને લોહતત્વ છે. આ બ્રહ્માંડ કેટલું બધું ઓટોમેશન પર ચાલે છે એનો એક મોટો પુરાવો બાજરીનો રોટલો પણ છે..! રાત્રે બનેલો બાજરીનો રોટલો બીજે દિવસે સવારે વધુ સારો લાગે છે. કેમ કે, એવા લોકોએ ખાવાનું ફેંકવાનું નથી પણ, બચાવીને ખાવાનું હોય છે. બીજું, રોટલામાં એવું કુદરતી લુબ્રિકેશન છે કે એને જરાક મરચા સાથે પણ ખાઈ શકાય છે. અને, એનો સ્વાદ જેમ ચાવો એમ વધુ મીઠો થતો જાય છે. કુદરતનો એક સીધો ચમત્કાર આપણે સમજવાનો બાકી છે. મજુરી કરનારને કુદરત અગાઉથી જ રોટલામાં ઘી ઉમેરીને જ આપે છે..!
મજૂરવર્ગ થોડી સમજણ રાખી શરાબ, તમાકુ, પાછળ ઓછા રૂપિયા વાપરે તો જીવનધોરણ સુધરી શકે. અને, એક દિવસ એવો આવે જ્યારે એમનાં બાળકો તો ચોક્કસ બદામ ખાઈ શકે.
આ લખનારે પોતાનું બાળપણ એક રૂમમાં રહી સાદા આહારથી વિતાવ્યું છે. શીંગ, ચણા અને " પાર્લે જિ." ની લક્ઝરી હતી..! સામાન્ય સ્થિતિમાં રહીને સખત મહેનત કરનાર મારા માતા--પિતાએ જે મજૂરી અને મહેનત કરી એને લીધે આજે હું ઈચ્છું તો બદામ ખાઈ શકું.
અને, છેલ્લી વાત. જે લોકો બદામ નથી ખાઈ શકતા એમના માટે હું અંગત રીતે અને અમારા ટ્રસ્ટના માધ્યમથી સતત છેલ્લા 30 વર્ષથી કામ કરું છું. મને આશા છે કે ગજેન્દ્રસિંહ કે આપ પણ આપના વિસ્તારના કેવળ રોટલો ખાનાર માટે સમય આપી આપને યોગ્ય લાગે એવી કોઈક સેવા કરશો. આભાર, 🌻🌻🙏🏻🙏🏻 મુકેશ, નિહાર આરોગ્ય મંદિર અમદાવાદ 9913230263/7874744676
જો પાંચ મિનિટ હોય તો ઘટેલું વજન પાછું વધી જવાનું પાયાનું કારણ સમજી લો
ચોમાસાની જૂની અને જાણીતી તકલીફોથી કેવી રીતે બચવું એ જાણો
भले कुर्सी पर बैठके करे, पर आजसे ही प्राणायाम_योग शुरू करे (योग दिवस पर निहार चेरिटेबल ट्रस्ट की और से सेंट्रल बेंकमे प्रोग्राम)
"વધારે ખવાઈ જાય છે", "જમ્યા પછી પેટ ભારે થઈ જાય છે". નો ઝડપી અને જોરદાર ઈલાજ.
હાથનાં કાંડામાં 'વા' નો દુખાવો કે CTS (કાર્પલ ટનલ સિન્ડ્રોમ) છે? તો જુઓ અસરકારક ઉપચાર.
ઊંઘમાં નસ ચડી જાય છે? તો, આટલું કરો...
જમ્યા પછી અને એ સિવાય, વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે? તો જુઓ એનું સોલ્યુશન.
જાણો શરીરમાં મીઠું ઘટવાથી થતા મૃત્યુનાં સાચા,સીધાં વૈજ્ઞાનિક કારણો...
ઠંડક આપનાર, ઝેરથી બચાવનાર, ગરમીમાં જીવતા રાખનાર આ ઔષધિને તમે ખરેખર ઓળખો છો?
આ રહી ઝડપથી વજન ઘટાડવાની, સલામત અને ફ્રી ટેકનિક.
....." મારા માટે સારો સમય ક્યારે છે? " " હેલો, ભૂત છો કે શરીર હજું છે ? " જો તમે શરીરમાં હો, જીવતા હો, તો, આ સમય તમારા માટે સારો જ છે..! કેમ કે, તમે આ મિનિટ સુધી તો જીવતા જ છો. જો અસાધ્ય રોગ છે જેમાં વિજ્ઞાન મુજબ તમે એક જ મહિનો જીવો એવી પૂરી સંભાવના છે. તો પણ, તમે લાંબું અને સારું જીવી શકો છો. એ એક મહિનાની અંદર રોગ મુજબ યોગ્ય ડાયટ-પ્લાન અને ઔષધીની મદદથી એક વર્ષ જીવતા રહી શકો એવી ઘણીબધી સંભાવનાઓ છે. એક વર્ષ જીવી ગયાં તો દસ પણ જીવી શકો ને..! દોસ્તો, મારા હાલ જ એવા દર્દીઓ છે જે આવી એક માસની સ્થિતિમાંથી બહાર આવીને બે કે વધું વર્ષેય મસ્ત જીવે છે. હું હવે એમનાં ઇન્ટરવ્યુ લાવી જ રહ્યો છું.
અને, ધારો કે તમે ભૂત હો તો? તો, નવો જન્મ લો એ પહેલા શાંતિથી વિચારતા રહો. જરાય ઉતાવળ ન કરતાં..! જુઓ, ફરી જન્મીને પાછા ધમધમાટ, બાઈક ચલાવશો તો આ વખતે પણ ગયા જન્મની જેમ નાની ઉમરે, અકસ્માતમાં કમોતે જશો., શોર્ટકટમાં રૂપિયા કમાવા, ફરીથી ખોટા રસ્તે જશો, બીજાને છેતરીને ફરીથી કુદરતનાં નિયમો તોડશો... તો? તમને યાદ છે ને; તમારો કેસ કેટલાં વર્ષ ચાલેલો? કોણ જીત્યું એ જવા દો; તમે અને તમારા ઘરના લોકોએ તો 12 વર્ષ વેદના, બીમારી અને દુઃખ જ ભોગવેલાં ને? ફરીથી, નવા જન્મે, જીવતેજીવ આજે અનેક લોકો અલક્ષ્મીને લીધે જેમ રીબાય છે એમ જ રીબાશો. અને, ભૂતભાઈ કે ભૂતિકાબહેન, નિરાંતે, સમય લઈને વિચારો. જરાય ઉતાવળ ન કરશો; પ્રણામ. "
💐💐, આભાર, મુકેશ, ( રૂબરૂ કે ફોનથી સારવાર માટે), 9913230263/7874744676.
ગરમીમાં પાઈલ્સ, ફીશર, બ્લીડિંગ થયા? જુઓ ઝડપી અને અસરકારક ઈલાજ.
જીવનમાં કેમ કાંઈક ખૂટે છે?
હૃદયનું પંપિંગ વધારવાના અસરકારક રસ્તાઓ | Increase Heart Pumping
..... ઝાડાની કબજિયાત. દુનિયાની કોઈ મેડિકલ બુક કે થેરાપીમાં આટલી અદભુત વ્યાખ્યા નહીં હોય..! આ વ્યાખ્યા શ્રી બાપાલાલ વૈદ્યે કરેલી છે. દિવસમાં ચારથી પાંચ વાર ભલે લેટરીન જવું પડતું હોય પણ તોય પેટ ભરેલું લાગે એનું બીજું નામ ઝાડાની કબજિયાત.
અનેકવાર લેટરીન જઈને આવ્યા બાદ પણ પેટ જોઈએ એવું ખાલી ન થાય એનું બીજું નામ ઝાડાની કબજીયાત.
જેમની પાચનશક્તિ ખરાબ હોય એવા લોકોનો મળ બંધાતો જ નથી. એટલે, પચ્યા વિનાનો ખોરાક પાતળા કે ઢીલા મળરૂપે શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે. આવા લોકોને સામાન્ય સંજોગોમાં, રોજ ત્રણથી પાંચ વાર લેટરીન માટે જવું પડતું હોય છે. એટલે, કોઈને પણ એવું લાગે કે આ વ્યક્તિને ડાયરિયા છે. પણ, હકીકતમાં આવી વ્યક્તિને ભયંકર કબજિયાત હોય છે..! કારણ કે, પાંચ પાંચ વાર લેટરીન ગયા પછી પણ એમનું પેટ ખાલી નથી થતું.
કબજિયાત નથી એવું ક્યારે કહેવાય? વૃક્ષ ઉપરથી પાકું ફળ જેમ જમીન ઉપર પડે એમ જ આંતરડા ખાલી થઈ જાય અને મળ શરીરમાંથી નીકળી જાય ત્યારે કબજિયાત નથી એમ કહેવાય. સવારે લેટરીનમાં વધું સમય બેસી ન રહેવું પડે, જોર ન લગાવવું પડે ત્યારે કબજિયાત નથી એમ કહેવાય.
દોસ્તો, છેતરાયા વગર, જો સારી રીતે જીવવું હોય તો શરીર વિશેની સાચી વાતો જાણવી ખૂબ જરૂરી છે. આભાર, મુકેશ( ફોન ઉપર કે રૂબરૂ કન્સલ્ટિંગ માટે: 9913230263/7874744676) નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.
.....' દરરોજ, નાની નાની ચેલેન્જને પાર પાડો અને, તમારી જાતને મજબૂત બનાવો.....' ઉદાહરણ તરીકે 1. સવારે કેવળ દસ જ મિનિટ વહેલા જાગો. અને, તમારી બ્રશ કરવાની ક્રિયા જરાક નિરાંતે કરો. આમ કરશો એટલે ધબકારા ઘટશે, 2. નાસ્તો કરીને કે જમીને તરત ઓફિસ જવા નીકળતા હો તો દસ મિનિટ વહેલા જમવા બેસો.
આવું એટલા માટે કે તમે શાંતિથી ચાવીને જમો એટલે તમારી એસિડિટી, સુગર અને ચરબી ત્રણેય ઘટે છે. અને, તમે નિરાંતે જમો એટલે વાયુ શાંત રહે છે. ઉતાવળે જમો ત્યારે શરીરમાં વાયુ ઉપર ચડે છે. 3. તમારી ઈચ્છા ન હોવા છતાંય દરરોજ મિટીંગમાં હાજરી આપો છો ત્યારે વધુ વાર ચા પીવી પડે છે. તો, એમાં આજથી કેવળ એક વાર કોઈકને ના પાડવાની શરૂઆત કરો,
4. ઊંડા શ્વાસ અને કુદરતી પ્રકાશ એ જીવતા રહેવા માટે ફરજિયાત રીતે જરૂરી છે. આપણું શરીર એક બેટરી છે. અને, એને જીવતાં રહેવા સતત કરન્ટની જરૂર છે. આપણે સૂર્ય, ચંદ્રનાં કુદરતી પ્રકાશમાં, ખુલ્લામાં કુદરતી પ્રકાશમાં રહીએ એટલે શરીરમાં એક જીવનશક્તિ પેદા થાય છે.
આપણે ઊંડા શ્વાસ લઈએ, નુકસાન ન કરે એવાં યોગ્ય પ્રાણાયામ કરીએ એટલે શરીરમાં એક જીવનશક્તિ પેદા થાય છે. જીવનશક્તિ એક લેવલથી વધારે ઘટી જાય એટલે શરીર નામની બેટરી બંધ થઈ જાય છે. આભાર, મુકેશ( ફોન ઉપર કે રૂબરૂ કન્સલ્ટિંગ માટે: 9913230263/7874744676) નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.
તરસને તજી દેવી એ પણ નશો છે,
મને એ નશો તો અવિરત રહેશે,
શરાબી સમી કોઈ આદત વિના પણ,
શરાબી સમી રોજ હાલત રહેશે.
બરકત વિરાણી- 'બેફામ'
" ડિસે.-22થી બપોરે સલાડ લઉં જેમાં 2 ટામેટા, 2 ખીરા કાકડી, 3 પાંદડા કોબી ફીક્સ હોય, બાકી સિઝન મુજબ 1 ગાજર, 2 બીટરૂટ કે 8-10 પાંદડા પાલક હોય. સ્વાદ માટે લીંબુ, ધાણાંજીરું, સંચળનો મિક્સ પાવડર ઉમેરું.
આવું શરૂ કરવાનું મૂળ કારણ હેલ્થ પછી છે, પણ, રોજ બપોરે જમવામાં શું લેવું એ પ્રશ્ન હતો..,!
પણ, જ્યારથી આ સલાડ લઉં છું ત્યારથી, પેટમાં જાણે સાવરણી ફરતી હોય એવું લાગે. સ્ટુલ પાસ થાય ત્યારે તો જાણે મોટાં આંતરડામાંથી કોઈ વાળી વાળીને કચરો કાઢતું હોય એવું ફિલ થાય.
આવું લીધું હોય પછી જો બપોર બાદ ભૂખ લાગે તો ચાર વાગ્યે એક-બે નંગ ફળ લઉં. હાલ ઉનાળો છે તો ક્યારેક ફળને બદલે એકાદી નાની કાચી કેરી પણ લઉં. આનાથી બીજો ફાયદો એ લાગ્યો કે દિવસે ડિહાઈડ્રેશન પણ ફિલ નથી થતું. અને, સાંજ સુધી અમદાવાદના ટ્રાફિકમાં ૫૦-૬૦ કિમી ફર્યા બાદ પણ થાક નથી લાગતો. હમણાં Hb 15.9 આવ્યું..! " અક્ષય રાદડિયા.
વાચકમિત્રો, જરાક મન મજબૂત કરીને આટલો ફેરફાર કરવામાં આવે તોય આખું પાચનતંત્ર ગદગદ થઈ જાય. કારણકે ગેસ, એસિડિટી, અપચો, કબજીયાત, પાઈલ્સ અને ફિશર(ભગંદર)સુધીની જે "યાતના" છે એ આખી બદલાઈને આરોગ્યની "યાત્રા"માં ફેરવાઈ જશે. આભાર, 🌷🌷🙏🏻🙏🏻 મુકેશ( ફોન ઉપર અથવા રૂબરૂ કન્સલ્ટેશન માટે): 9913230263/7874744676), નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.
LVE(एल.वी.ई.) फंक्सन ज्यादा कम होनेसे हार्ट बंद क्यूं हो जाता है?
क्या खानपान की गलती से हार्टअटैक आ सकता है? heart attack symptoms
.....વર્ષો અગાઉ હોસ્પિટલમાં બેક્ટેરિયોમીટર અને વાયરોમીટર રાખીને પ્રયોગ કરાયેલો કે ત્યાં બેક્ટેરિયા અને વાયરસનું પ્રમાણ કેટલું છે? હું મારા વાચકોને સામેથી પૂછું છું કે જ્યાં સૂર્યનો ઉજાસ ખાસ ન જતો હોય, બંધ બારીઓમાંથી બહારની તાજી અને આરોગ્ય આપનારી હવાની અવરજવર ન હોય ત્યાં આરોગ્યનું પ્રમાણ કેટલું હોય? અનેક લોકો જ્યાં ગંભીર ચહેરે ફરતા હોય ત્યાં મનમાં હળવાશ કેટલી રહેવાની?
એક શબ્દ છે iatrogenic diseases (આયેટ્રોજેનિક રોગો). એનો અર્થ છે કે ડોક્ટરે આપેલી દવાઓ કે વધું પડતી દવાઓની આડઅસરને કારણે થતાં રોગો. આજે 40 ઉપરનાં અનેક લોકો બી.પી., ડાયાબિટીસ, વિટામિન વગેરેની અનેક દવાઓ નિયમિત લે છે. લાંબા સમયથી આવી દવા લેતા કેટલાક દર્દીઓનાં લીવર, કિડની અને પાચનતંત્ર આવી દવાઓને કારણે જ નબળા પડેલાં હોય છે. અને, એવા દર્દીઓ જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે એમને ભારે અને વધારે દવાઓ આપી દેવાય તો એ સાચા પડવાને બદલે વધારે બીમાર પડે છે, જીવનું જોખમ પણ આવી શકે છે. વિશ્વમાં દર વર્ષે અનેક લોકો આ રીતે દવાઓની આડઅસર અને દવાઓના ઓવરડોઝથી વધુ બીમાર પડે છે કે મૃત્યુ પામે છે.
દોસ્તો, હવાની અંદર દોઢ કરોડ કરતાં વધારે પાર્ટીકલ્સ છે. જેમાં ધૂળ, ધુમાડો, બેક્ટેરિયા, વાયરસ, આશીર્વાદ, નિરાશા, નિઃસાસા, હિંમત, નસીબ અને અનંત તાકાત ધરાવનાર આરોગ્ય રહેલાં છે. બધાનાં શરીરમાં આ જ હવા જાય છે. અને, આ જ હવાથી પૃથ્વી પરના 810 કરોડ લોકો રોજેરોજ, દરેક ક્ષણે જીવે છે.
પરમાત્માએ પાંચ તત્વ, આપણે સાજા રહી શકીએ અને, રાજાની જેમ આ પૃથ્વી પર આપણું જીવન જીવી શકીએ એ માટે બનાવ્યા છે. છેલ્લાં શ્વાસ સુધી દોડતું રહી શકે એટલું અદભુત અને ચમત્કારિક શરીર આપ્યું છે. આપણે જ્યારે પોતાના શરીર અને મન ઉપરનો વિશ્વાસ ગુમાવીએ છીએ ત્યારે બીમારીની શરૂઆત થાય છે..!
આજનાં દિવ્યભાસ્કરમાં ફ્લોરેન્સ નાઈંન્ટિગેલનું માર્મિક વાક્ય છે: હોસ્પિટલમાં પ્રથમ જરૂરિયાત એ છે કે દર્દીને નુકસાન ન પહોંચાડે. નર્સિંગની આધુનિક પદ્ધતિની શોધ જ ફ્લોરેન્સે કરી છે..! (આ વાક્ય માટે દિવ્ય ભાસ્કરનો આભાર) મુકેશ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ. ફોન ઉપર કે રૂબરૂ સારવાર માટે: 9913230263/7874744676.
સૂર્યની ગરમીથી પાઈલ્સ-પીત થયા? આવો, એને ચંદ્રની ઠંડકથી -સફેદ વસ્તુઓથી સરખા કરીએ
મુસાફરીમાં ઊલટી અને પીત માથે ચડવાની તકલીફનો અદભુત-અસરકારક ઈલાજ
શરીરને મીઠું(નમક), સુગર અને બી-12ની જરૂર કેમ પડે છે એ જાણીને તમે ચોંકી જશો...
બપોર પછી થાકી જાઓ છો? આ રહ્યાં કારણો અને સટિક ઈલાજ
પિત-વાયુથી બચવું છે? તો જાણી લો કે ટેટી-તરબૂચ ક્યારે ખાવા જોઈએ...
ડાયાબિટીસવાળા કેરી ખાઈ શકે. જાણો કઈ રીતે...
Click here to claim your Sponsored Listing.
Our Story
Nihar Aaroga Mandir established in 1994. For several years, many patients have availed naturopathy treatment with minimum or free of cost. Initially started at Bakarsha’s Wadi at Pirana, Ahmedabad. Then at Swaminarayan Temple as well as at Ranip, Ahmedabad. At Swaminarayan temple also a large number of patients took free naturopathy consultations.
In 1994 itself, at Sabarmati Jail, Ahmedabad imparted Habits, Diet & Yoga training in an innovative and easy way to a batch of forty prisoners for three months while they were serving a life sentence.In 2000, a center for free naturopathy treatment was run at Preksha Vishwa Bharati Kendra ( a Jain institution) for some time where many patients had benefited. From July 2011 to December 2011, several villages in Kapadwanj Taluka were provided free treatment through Nihar Charitable Trust.
Officially, Nihar Charitable Trust started in 2008. Nonaffording patients have received free treatment, several booklets and e booklets and magazines published by Nihar have been distributed and this has made it possible for the free e-booklets and free e-magazine Anupan to reach many Gujarati readers. From 2011, on various TV channels, people get health knowledge regularly.
Our mission is serving simple as well as effective home remedies to people. Also, we try to educate people about their own miraculous body which having tremendous inert healing power.
Actually, we try to make people fearless. If people are free of fear, their journey towards health will start with a rapid speed.
Videos (show all)
Contact the business
Telephone
Website
Address
Nihar Aarogya Mandir, 7, Samadhan Soc. , Ranip
Ahmedabad
382480
Opening Hours
Monday | 9:30am - 6:30pm |
Tuesday | 9:30am - 6:30pm |
Wednesday | 9:30am - 6:30pm |
Thursday | 9:30am - 6:30pm |
Friday | 9:30am - 6:30pm |
Saturday | 9:30am - 6:30pm |