Panghat kala kendra

Panghat Kala Kendra is a group of versatile artists and culture lovers. It has made Gandhinagar as i

Photos from Panghat kala kendra's post 04/09/2023

તમે સૌ આવ્યા, તો જરા મને સારું લાગ્યું,
ને પેલું દૂરનું આકાશ મને મારું લાગ્યું..

પનઘટ કલા કેન્દ્ર છેલ્લા 22 વર્ષથી કલા ક્ષેત્રે કાર્યરત છે ત્યારે મારા મનની કેટલાય સમયની મહેચ્છા અને અનેક મિત્રોની લાગણી અને માંગણી હતી કે પનઘટ દ્વારા ગાંધીનગરમાં નિયમિત રીતે કલા પ્રવૃત્તિના વર્ગો શરૂ થાય.

ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિની કૃપાથી પનઘટ કલા કેન્દ્રના કલા વર્ગોનો શુભારંભ ગુરુવર્ય પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત જહાના વરદ હસ્તે થયો.

આ ઉદઘાટનમાં પધારેલ સૌ કલાકાર મિત્રો, સાહિત્યકારો, રાજકીય અગ્રણીઓ, પત્રકારો દરેકનો હું હદયથી આભાર વ્યક્ત કરું છું.

પનઘટ કલા કેન્દ્રમાં ગરબા, ભરતનાટ્યમ, કથક, યોગ અને ઝુંબા ડાંસનાં વર્ગો નિયમિત ચાલશે.

આપ સૌ એ પનઘટની પ્રવૃત્તિઓને પહેલી પરોઢથી પોંખી છે. આ નવા ઉપક્રમમાં પણ આપ સૌ સાથે જ છો હોં !!

Bhavin Patel

17/04/2023

મિલનસાર દાના જવલ્લે મળે છે
મનુષ્યો મજાના જવલ્લે મળે છે
હંમેશા તો ક્યાંથી મુલાકાત થાયે
નવા નિત બહાના જવલ્લે મળે છે...

હમણાં કંઇક જવલ્લે જ જોવા મળે તેવું જ થયું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લોકનૃત્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. એ પણ નિવાસી તાલીમ શિબિર અને સ્થાન તરીકે પસંદ કર્યું ભગવાન નટરાજની ભૂમિ, હરિ અને હરના પાવક સ્થાન સોમનાથને..

આ લોકનૃત્ય શિબિરમાં નિષ્ણાત વક્તા તરીકે આમંત્રણ મળતા લોકનૃત્યની થિયરીને તાજી કરવાનું બહાનું મળ્યું. સતત સાત દિવસ સુધી GTUના વિદ્યાર્થીઓ સાથે આ કલા શિબિર ચાલી. લોકનૃત્ય ના પ્રકાર, તેની ગૂંથણી, લય અને બીજા અનેક પાસા પર ચર્ચા કરવાની ખૂબ મજા પડી.

કોઈ કલાકારને પોતાની કલા યાત્રા નવી પેઢી સમક્ષ મૂકવાનો અવસર મળે ત્યારે તે ભાવકો સામે ઠલવાઈ ન જાય તો જ નવાઈ કહેવાય..

સોમનાથના દરિયા કિનારે ઊભા હોઈએ અને પગ નીચેથી રેત સરકી જાય તેમ આ દિવસો પસાર થયા. આપણા નવ યુવાનોની કલા રુચિ અને કલા પ્રેમને જોઈને લાગ્યું કે આપણો વારસો સલામત રહેશે. આ યુવાનો એન્જિનિયરિંગ, ફાર્મસી અને તકનિકી વિદ્યાશાખાના હોવા છતાં તેમની નિસબત માટે તેમને સો સો સલામ.. આ કલા શિબિરની ફલશ્રુતિ એટલી કે હજુ ગઈ કાલે રાસનો 'ર' શીખતા નવયુવાનો આજે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં રાષ્ટ્રીય કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપશે...

મેઘાણીએ કહ્યું હતું તેમ અણદીઠેલી ભોમ પર યૌવન આંખ માંડવા આતુર છે. આપણે સૌ એ જરૂર છે એક વાતાવરણ આપવાની...

આ તબક્કે હું ગુજરાત તકનિકી યુનિવર્સિટીના કુલપતિશ્રી પંકજ પટેલ સાહેબ, રજિસ્ટ્રારશ્રી ખેર સાહેબ, કલ્ચરલ એડવાઈઝર શ્રી મનોજ શુક્લ સાહેબ તથા આકાશભાઈ અને ચીલકા મૅડમનો હદયથી આભાર માનું છું. સમગ્ર શિબિરમાં તજજ્ઞો તરીકે મારી અને કુશલભાઈ ની સાથે ડૉ મૃણાલભટ્ટ દીક્ષિત, હેમાંગભાઈ વ્યાસ, ચંદ્રસિંહ ગોહિલ, રીંકલ,પ્રિયાસીં વગેરે સેવાઓ આપી હતી..

ખાસ આભાર શ્રી મનોજભાઈ શુક્લ.

આટલા દિવસ આપણા વારસાને વહાલભરી નવી પેઢીને શીખવ્યાનો સંતોષ એ જ મારો પારિતોષ...

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ..
ગમતાનો કરીએ ગુલાલ..
એ સાર્થકતાની અનુભૂતિનો ઓડકાર..

Photos from Panghat kala kendra's post 17/04/2023

મિલનસાર દાના જવલ્લે મળે છે
મનુષ્યો મજાના જવલ્લે મળે છે
હંમેશા તો ક્યાંથી મુલાકાત થાયે
નવા નિત બહાના જવલ્લે મળે છે...

હમણાં કંઇક જવલ્લે જ જોવા મળે તેવું જ થયું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લોકનૃત્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. એ પણ નિવાસી તાલીમ શિબિર અને સ્થાન તરીકે પસંદ કર્યું ભગવાન નટરાજની ભૂમિ, હરિ અને હરના પાવક સ્થાન સોમનાથને..

આ લોકનૃત્ય શિબિરમાં નિષ્ણાત વક્તા તરીકે આમંત્રણ મળતા લોકનૃત્યની થિયરીને તાજી કરવાનું બહાનું મળ્યું. સતત સાત દિવસ સુધી GTUના વિદ્યાર્થીઓ સાથે આ કલા શિબિર ચાલી. લોકનૃત્ય ના પ્રકાર, તેની ગૂંથણી, લય અને બીજા અનેક પાસા પર ચર્ચા કરવાની ખૂબ મજા પડી.

કોઈ કલાકારને પોતાની કલા યાત્રા નવી પેઢી સમક્ષ મૂકવાનો અવસર મળે ત્યારે તે ભાવકો સામે ઠલવાઈ ન જાય તો જ નવાઈ કહેવાય..

સોમનાથના દરિયા કિનારે ઊભા હોઈએ અને પગ નીચેથી રેત સરકી જાય તેમ આ દિવસો પસાર થયા. આપણા નવ યુવાનોની કલા રુચિ અને કલા પ્રેમને જોઈને લાગ્યું કે આપણો વારસો સલામત રહેશે. આ યુવાનો એન્જિનિયરિંગ, ફાર્મસી અને તકનિકી વિદ્યાશાખાના હોવા છતાં તેમની નિસબત માટે તેમને સો સો સલામ.. આ કલા શિબિરની ફલશ્રુતિ એટલી કે હજુ ગઈ કાલે રાસનો 'ર' શીખતા નવયુવાનો આજે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં રાષ્ટ્રીય કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપશે...

મેઘાણીએ કહ્યું હતું તેમ અણદીઠેલી ભોમ પર યૌવન આંખ માંડવા આતુર છે. આપણે સૌ એ જરૂર છે એક વાતાવરણ આપવાની...

આ તબક્કે હું ગુજરાત તકનિકી યુનિવર્સિટીના કુલપતિશ્રી પંકજ પટેલ સાહેબ, રજિસ્ટ્રારશ્રી ખેર સાહેબ, કલ્ચરલ એડવાઈઝર શ્રી મનોજ શુક્લ સાહેબ તથા આકાશભાઈ અને ચીલકા મૅડમનો હદયથી આભાર માનું છું. સમગ્ર શિબિરમાં તજજ્ઞો તરીકે મારી અને કુશલભાઈ ની સાથે ડૉ મૃણાલભટ્ટ દીક્ષિત, હેમાંગભાઈ વ્યાસ, ચંદ્રસિંહ ગોહિલ, રીંકલ,પ્રિયાસીં વગેરે સેવાઓ આપી હતી..

ખાસ આભાર શ્રી મનોજભાઈ શુક્લ.

આટલા દિવસ આપણા વારસાને વહાલભરી નવી પેઢીને શીખવ્યાનો સંતોષ એ જ મારો પારિતોષ...

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ..
ગમતાનો કરીએ ગુલાલ..
એ સાર્થકતાની અનુભૂતિનો ઓડકાર..

Photos from Panghat kala kendra's post 05/02/2023

National Federation of information commissions In India..
27th Board of Governors & 11th Annual General Body Meeting..
3rd February .

Photos from Panghat kala kendra's post 25/01/2023

તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે
અમે તો હેલીના માણસ, માવઠું આપણને નહિ ફાવે…

કવિ શ્રી ખલીલ ધનતેજવીની આ પંક્તિઓ સાચે જ "ધન્ય ધરા બોટાદ" કાર્યક્રમમાં સાર્થક થઈ. ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા ૨૫૦ કલાકારોએ મન મૂકીને ભારત વંદનાનું ગાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને અન્ય મહાનભાવો ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વનીકુમાર સાહેબ અને કમિશનર શ્રી બી જી પ્રજાપતિ સાહેબ ની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ દીપી ઉઠ્યો. શ્રી ધર્મરાજ સિંહ વાઘેલા સાહેબ અને શ્રી બળદેવ દેસાઈ સાહેબ ના માર્ગદર્શન માં સુંદર પ્રસ્તુતિ થઈ.

બોટાદના ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, G૨૦ સમિટ અને આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાને લઇને કાર્યક્રમની સ્ક્રિપ્ટ ડો. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા લખવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું દિગ્દર્શન પનઘટ કલા કેન્દ્રના અધ્યક્ષ શ્રી ભાવિન પટેલ અને નૃત્ય નિર્દેશન શ્રી કુશલ દીક્ષિતે કર્યું હતું. જ્યારે નાટ્ય નિર્દેશન જાણીતા નાટ્યકાર શ્રી અર્ચન ત્રિવેદી અને શિલ્પા ઠાકરે સેવાઓ આપી હતી. અંતમાં બધા કલાકારોને માનનીય મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતાં.

સહાયક સંસ્થા: શ્રી ચંદનભાઈ અને નિરાલીબેન ઠાકોર,હેમાંગભાઈવ્યાસ, નમ્રતાબેન શાહ, વિનિતાબેન ઝાલા, શ્રી બહુચરાજી ચેરીટેબલ ટ્રસ્ટ- કાળા તળાવ, શ્રી માનવ શાહુ, શ્રી ડાહ્યાભાઈ નકુમ.
મુખ્ય સુત્રધાર-બ્રીજેશ,જહાનવી..

ગીતકાર : શ્રી તુષારભાઈ શુક્લ,
શ્રી મહેશદાન ગઢવી
સ્વરકાર : પ્રહર વોરા
ગાયક: અભેસિંહ રાઠોડ, શ્યામ મકવાણા, ભૂમિક શાહ, દર્શના ગાંધી,પાર્થ ઓઝા, પ્રહર વોરા, અભિતા પટેલ અને આશિતા પ્રજાપતિ..
વિશેષ આભાર; શ્રી તુષાર જોશી
ધ્વનિ મુદ્રણ : ચિંતક ત્રિવેદી
ગ્રાફિકસ : હર્ષ ઓઝા, હસમુખ કાછડીયા - શ્રીજી ફિલ્મ્સ
લાઇટ ડિઝાઇનર : હરીશ ઉપાધ્યાય, ઈન્દ્રવદન જોશી
મેકઅપ : મનુમામા
નિર્માણ સહાયક : હિરેન મોરડીયા,ભૂમિ,રાજપાલ વાઘેલા, જયેશ રબારી, અંકિત પટેલ, ઓમ વ્યાસ, વિશાલ પટેલ,સિદ્ધાર્થ.
સ્ટેજ- લલુજી એન્ડ સંસ્સ
સાઉન્ડ-શ્રી જગદીશ સાઉન્ડ.
એલઈડી-વિડિયો ટાઇમ્સ
Republic Day @75

19/01/2023

પનઘટ કલાકેન્દ્ર દ્વારા સેવા કાર્ય

ગાંધીનગર મહાનગરપાલિકાનાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ઉતરાયણ પછી પતંગની દોરી એકત્ર કરી,પક્ષીઓ બચાવવા, અકસ્માતો ટાળવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઉતરાયણ પછી વિવિધ જગ્યાઓએ ફસાયેલી,વધેલી દોરી એકત્ર કરી મેયરને પોહંચાડવા જાહેર અપીલ કરવામાં આવી હતી.ગાંધીનગરની અગ્રણી કલા સંસ્થા પનઘટ કલાકેન્દ્ર દ્વારા આ મહાન સેવા કાર્યમા શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી પાંચ કિલોથી વધુ દોરીનો જથ્થો એકત્ર કરી મેયરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. જે બદલ મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ પનઘટ કલાકેન્દ્રનાં અધ્યક્ષ શ્રી ભાવિન પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

Photos from Panghat kala kendra's post 22/12/2022

We performed in New Delhi; in a program “Kamal Sakhi Manch”, organized by Hon’ble BJP President, Gujarat Shri C R Patil and his wife Smt. Ganga Ben Patil. We were blessed by Hon’ble Prime Minister Shri Narendra Modiji, Shri Amit Shahji, CM Gujarat Shri Bhupendra Patelji, Mansukh Mandaviaji and all MP’s of India. It was a great honor to show the cultural fabric of Gujarat to all MP’s of India. All artists performed fabulously on this joyous and colorful evening.

Photos from Panghat kala kendra's post 02/10/2022

કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં..

છઠ્ઠા નોરતે ભારતના સ્ટાર ઍથ્લેટ્સ અમોજ જેકોબ, પ્રવીણ ચિથ્રાવેલ અને જેસ્વીન ઍલ્ડ્રિન ગાંધીનગર કલ્ચર ફોરમમાં ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબે રમ્યા. ગુજરાતની આ ભાતીગળ પરંપરાથી આ ત્રણેય રમતવીરો અત્યંત પ્રભાવિત થયા હતા.

પરમ મિત્ર શ્રી અશ્વિનભાઈ શીયાણી ખાસ ભુજથી પરિવારજનો સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા.

.

Photos from Panghat kala kendra's post 01/10/2022

આવી આસોની નવલી નવરાત
અમે ઘુમ્યા માની સાથે ગરબો લઇ માઝમ રાત..
નવલી નવરાત્રિનાં પાંચમા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં માતાજીની આરતી ઉતારી, ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે ભારતના એથ્લેટિક ખેલાડી શ્રી મીરાબાઈ ચાનું અને ભવાનીદેવી સાથે પનઘટ કલાકારો ગરબે ઘૂમ્યા સાથે સંસ્થાના ખુબ જુના ખેલૈયા કે જેમણે નાનપણમાં ગરબાની તાલીમ પનઘટ મા લીધી તેવા આકાશ પંડયા કે જેવો અત્યારે ટેલીવિઝનના ખુબ જાણીતા અભિનેતા અને ગુજરાતી તખ્તાનાં જાણીતા અભિનેત્રી નેશનલ અવાર્ડ વિનર શ્રદ્ધા ડાંગર પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે ગરબે ઝૂમ્યા...

.

Photos from Panghat kala kendra's post 30/09/2022

અંબા અભય પદ દાયિની રે,
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં મા જગદંબાની આરતી ઉતારી અને ગરબાને માણ્યા.

નવલી નવરાત્રિનાં ચોથા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાના તાલે પનઘટ કલા કેન્દ્રના કલાકારો દિલથી ગરબે ઝુમ્યા હતા.

Photos from Panghat kala kendra's post 29/09/2022

રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ;
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર;
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો..

ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો;
રણઝણતી ઘુઘરીનો ઘેરો ઘમકાર, ઘેરો ઘમકાર;
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો..

ગાંધીનગર કલચરલ ફોરમના ગરબાનાં તાલે પનઘટ કલા કેન્દ્રના કલાકારો મન મૂકીને ગરબે ઝુમ્યા હતા.

તથા નેશનલ ગેમ્સ અંતર્ગત ગુજરાત પધારેલા કોમનવેલ્થ ગેમ્સમાં તાજેતરમાં 8.08 મીટરના જમ્પ સાથે દેશ માટે સિલ્વર મેડલ જીતનાર ભારતના લાંબી કૂદના ખેલાડી શ્રીશંકર મુરલી ત્રીજા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા.

Photos from Panghat kala kendra's post 28/09/2022

બિરદાળી, બહુચર માડી શંખલપુર વાળી
ભવાની પૂરજે આશ અમારી, પૂરજે આશ અમારી
મેં તો ગરબો કોરાવી કોડ કીધા,
ગરબે રમવા સહિયર ને બોલ દીધા
આસોપાલવ ને તોરણે સજાવી, દીવડે અનેરા કોલ કીધા,
દીવડે અનેરા બોલ કીધા,
આસો ની, માં આસો ની રાતડી રૂપાળી,
પધારો મારા માડી, ભવાની પૂરજે આશ અમારી..

ગાંધીનગર કલચરલ ફોરમના મંચ પર પનઘટ કલા કેન્દ્ર દ્વારા ગરબાની ભવ્ય-દિવ્ય પ્રસ્તુતિ.. ત્યારબાદ પનઘટના કલાકારો મન મૂકીને ગરબે ઝુમ્યા હતા.

Photos from Panghat kala kendra's post 27/09/2022

હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં,
પગલાં પાડોને બિરદાડી માં..

મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવલી નવરાત્રી રૂમઝૂમ કરતી આવી ગઈ છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે નવરાત્રીના પ્રથમ નોરતે ગુજરાતનું ખુબ જ ખ્યાતનામ આંબાવાડી કલાવૃંદ અને પનઘટ કલા કેન્દ્રના કલાકારો ગરબે ઘૂમયા..

Photos from Panghat kala kendra's post 02/05/2022

તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે
અમે તો હેલીના માણસ, માવઠું આપણને નહિ ફાવે…

કવિ શ્રી ખલીલ ધનતેજવીની આ પંક્તિઓ સાચે જ "ગાશે ગુજરાત પાટણ ગાન" કાર્યક્રમમાં સાર્થક થઈ. ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા ૧૭૫ કલાકારોએ મન મૂકીને ગુજરાત વંદનાનું ગાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને અન્ય મહાનભાવો ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વનીકુમાર સાહેબ અને કમિશનર શ્રી પી આર જોષી સાહેબ, શ્રી નયન થોરાટ સાહેબ,ડૉ જયેન્દ્રસિંહ જાદવસર, શ્રી બળદેવ દેસાઈ સાહેબ, શ્રી ભરતસિંહ ગોહિલસાહેબ, શ્રી જય જોશી, શ્રી યોગેશ મોદી, શ્રી ઘનશ્યામભાઈ રાવલ, શ્રી વીરેન્દ્રભાઈ પટેલ, શ્રી બાબુભાઇ ચૌધરી, શ્રી યોગેશભાઈ આચાર્ય, શ્રી હિરલબેનની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ દીપી ઉઠ્યો.

ગુજરાતના ઇતિહાસ, પાટણની પ્રભુતા અને આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાને લઇને કાર્યક્રમની સ્ક્રિપ્ટ પદ્મ શ્રી વિષ્ણુ પંડ્યા દ્વારા લખવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું દિગ્દર્શન પનઘટ કલા કેન્દ્રના અધ્યક્ષ શ્રી ભાવિન પટેલ અને નૃત્ય નિર્દેશન શ્રી કુશલ દીક્ષિતે કર્યું હતું. જ્યારે નાટ્ય નિર્દેશન જાણીતા નાટ્યકાર શ્રી અર્ચન ત્રિવેદી અને શિલ્પા ઠાકરે સેવાઓ આપી હતી. અંતમાં બધા કલાકારોને માનનીય રાજ્યપાલશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતાં.

સહાયક સંસ્થા શ્રી ઋષિકેશભાઈ રાવલ અને અનીકેતભાઈ ઠાકર પાલનપુર, ઇન્ટરનેશનલ કલાકારો શ્રી ભરતભાઇ બારિયા અને અક્ષયભાઈ પટેલ, ચંદનભાઈ અને નિરાલીબેન ઠાકોર, હેમાંગભાઈવ્યાસ, ચંદ્રસિંહગોહિલ, નમ્રતાબેન શાહ, વિનિતાબેન ઝાલા, વૈસાલીબેન સોલંકી, ભાવનાબેન દેસાઈ.

ગીતકાર : શ્રી વિનોદભાઈ જોશી, શ્રી તુષારભાઈ શુક્લ, શ્રી મયંકભાઈ ઓઝા
સ્વરકાર : પ્રહર વોરા
ગાયક: જહાંનવી શ્રીમાનકર,દર્શના ગાંધી,પાર્થ ઓઝા,પ્રહર વોરા, અનિલ વંકાણી,અભિતા પટેલ અને આશિતા પ્રજાપતિ..
ધ્વનિ મુદ્રણ : ચિંતક ત્રિવેદી
ગ્રાફિકસ : હર્ષ ઓઝા, હસમુખ કાછડીયા - શ્રીજી ફિલ્મ્સ
લાઇટ ડિઝાઇનર : હરીશ ઉપાધ્યાય, ઈન્દ્રવદન જોશી
મેકઅપ : મનુમામા
નિર્માણ સહાયક : રાજપાલ વાઘેલા, અંકિત પટેલ, ઓમ વ્યાસ, વિજય શેખ, ઉત્તમ મેર, વિશાલ પટેલ.
સ્ટેજ-શ્રી અનિલભાઈ.
સાઉન્ડ-શ્રી જગદીશ સાઉન્ડ.

@75 #ગુજરાતગાશેપાટણગાન #જયજયગરવીગુજરાત #ગુજરાતસ્થાપનાદિવસ #ગુજરાતસ્થાપનાદિવસ

Photos from Panghat kala kendra's post 28/03/2022

ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે પ્રતિવર્ષ ઉજવાતા વસંતોત્સવમાં પનઘટ કલા કેન્દ્ર દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત સમા પ્રાચીન ગરબાની પ્રસ્તુતિ.

ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં અમે પ્રસ્તુતિ કરી તે સૌભાગ્ય.

Photos from Panghat kala kendra's post 24/03/2022

Panghat Kala Kendra performed at Gandhinagar in National Level Seminar.

Organized by Shree Somnath Sanskrit University, Veraval and Sanskrit Sahitya Akademy, Gandhinagar. Youth and Cultural Department, Gandhinagar.
Place : Forensic Science University Auditorium

Show Director : Bhavin Patel
Choreographer : Kushal Dixit

Associate Group : Vinitaben Zala, Rajubhai Bokhiriya, Shivaji Bhoye, Ulpaben Desai, Namrata Mistri
Photo/Video : Harsh Oza (Shreeji Films)
Sound/Lights : Keval Amin (Jay Ambe sound

Photos from Panghat kala kendra's post 23/10/2021

આવ્યા નોરતા, મા પુરા કરે સૌના ઓરતા...
આરાધના પર્વ
નવલી નવરાતનાં નવ દિવસ સેવા કાર્યોથી ‘મા’ ની આરાધના

પહેલુ નોરતું : કન્યા ભોજન.
બીજુ નોરતું : દરિદ્રનારાયણને ભોજન.
ત્રીજું નોરતું : રોજગાર આપવાના હેતુથી સિલાઈ મશીનની સહાય.
ચોથું નોરતું : મધ્યમ વર્ગની જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણ સહાય.
પાંચમું નોરતું : જરૂરિયાતમંદ કલાકાર પરિવારને સહાય.
છઠુ નોરતું : સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરેલ વસ્તુ વેચવા માટેનું માધ્યમ.
સાતમું નોરતું : સરકારી શાળામાં રમત ગમત અને સંગીતનાં સાધનોની સહાય.
આઠમું નોરતું - નવમું નોરતું : બાળકોને સાયકલનું વિતરણ.

પનઘટ નવરાત્રિ ૨૦૨૧
જય અંબે
🙏🙏🙏🙏🙏

Photos from Panghat kala kendra's post 20/10/2021

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રેરિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી સંચાલિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ - "ચાંદો ઊગ્યો ચોકમાં.."

કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત માંથી ૧૨ જેટલી પ્રતિષ્ઠિત સંસ્થાઓના ૨૦૦ થી પણ વધારે કલાકારો દ્વારા ગુજરાતની ભાતીગળ ક્રુતીઓ રજુ કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ નું સંકલન અને ફિનાલે કોરિયોગ્રાફી ભાવિન પટેલ અને કુશલદીક્ષિત દ્વારા કરવામાં આવી હતી. ઉદ્ઘોષક ડૉ. માર્ગી હાથી દ્વારા કરવામાં આવ્યું હતું.

07/10/2021

આવ્યા નોરતા, મા પુરા કરે સૌના ઓરતા...
આરાધના પર્વ
નવલી નવરાતનાં નવ દિવસ સેવા કાર્યોથી 'મા' ની આરાધના

પનઘટ નવરાત્રિ ૨૦૨૧

જય અંબે
🙏🙏🙏🙏🙏

Photos from Panghat kala kendra's post 08/09/2021

शहीदों की चिताओं पर लगेगें इस बरस मेले
वतन पर मरनेवालों का यही बाक़ी निशाँ होगा।।
-कवि जगदंबाप्रसाद

રંગમંચ, સાહિત્ય અને લલિત કલાને સમર્પિત અખિલ ભારતીય કલા સંગઠન 'સંસ્કાર ભારતી સ્વતંત્રતા અમૃત મહોત્સવ' સમિતિની બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ.
ગુજરાતના ૧૦૦ જેટલા દિગ્ગજ કલા-સાધકોની હાજરીમાં પનઘટ કલા કેન્દ્રની શાનદાર રજૂઆત.
ભારતના ક્રાન્તિકારીઓ અને સ્વાધિનતા સંગ્રામને સમર્પિત આ કાર્ય આખુંયે વર્ષ ચાલશે. શ્રી અભેસિંહ રાઠોડની અદભુત મેઘાણી વંદના એ રંગ રાખ્યો..
આનંદ.. આનંદ..

19/07/2021

Photos from Panghat kala kendra's post 29/05/2021

Team PANGHAT KALA KENDRA Performed Cultural Programme at Income tax appellate tribunal – “National Conference 2021”.

Venue : Tent city, Sardar Patel Smarak.
Date : 27-28 February 2021

Show Direct : Shri Bhavin Patel
Choreographer:Shri kushal Dixit.

Anchor:Dr Margi Hathi
Sound : Hiteshbhavsar

Supporting Groups :

-Namrataben, Nadiad
-Ulpa Desai-Baroda
-Shivaji bhoye -Dang
-Kalapath Sanstha
- Chandrasinh Gohil, Bhavnagar.

Special Thanks-Praveg communication for support.

Photos from Panghat kala kendra's post 06/05/2021

પનઘટ કલા કેન્દ્ર દ્વારા શ્રી અરવિંદ કેન્દ્ર ખાતે શ્રદ્ધાદિપ લેબોરેટરીના સહકારથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાન યુવક અને યુવતીઓ એ ઉત્સાભેર ભાગ લીધો હતો.

આ રક્તદાન શિબિરમાં દાતાઓ માટે ચા, કોફી, બિસ્કીટ, લીંબુ પાણી વગેરે વ્યવસ્થા કરવામાં આવી હતી અને દરેક દાતાઓને પાકીટ, સેનેટાઈજર ઉપરાંત N-95 માસ્ક આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન કોરોના પ્રોટોકોલ મુજબ સંસ્થાના સંચાલક શ્રી ભાવિન પટેલ અને સભ્યોના સાથ સહકારથી કરવામાં આવ્યુ હતું.

01/05/2021

જય જય ગરવી ગુજરાત..

21/04/2021

Photos from Panghat kala kendra's post 04/03/2021

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા કોરોનાની મહામારીમાં ઉત્તમ સેવાકીય પ્રવૃતિ માટે શ્રી ભાવિન પટેલ અને પનઘટ કલા કેન્દ્રને કોરોના વોરિયર તથા પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા.

Want your establishment to be the top-listed Arts & Entertainment in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

મિલનસાર દાના જવલ્લે મળે છે મનુષ્યો મજાના જવલ્લે મળે છે હંમેશા તો ક્યાંથી મુલાકાત થાયેનવા નિત બહાના જવલ્લે મળે છે... હમણા...
#CheerForIndia | Tokoyo Olympics India | Panghat Kala Kendra

Telephone

Address


700, Ekta Colony, Sector/27
Gandhinagar
382027
Other Gandhinagar arts & entertainment (show all)
Good Gujarat Good Gujarat
Gandhinagar, 382024

Holly,bolly,and comedy videos Holly,bolly,and comedy videos
Gandhinagar, 382024

join the my group for full holly bolly and comedy videos

Bikash Yadav Bikash Yadav
Bikash
Gandhinagar

Yadav

vishaldesai9001 vishaldesai9001
Dahegam
Gandhinagar

#_think positive be positive �

Anil kumar Anil kumar
Gandhinagar

https://www.youtube.com/@user-ub8fv4uf6𝒾

Jiggernaut Jiggernaut
514
Gandhinagar, 382421

This page is for my YouTube channel Jiggernaut where I make videos about storytelling. This page is a safe space for writers, cinephiles and storytellers to discuss movies and stor...

Ai wale babu Ai wale babu
Gandhinagar, 395006

Helping people's....��

Bole_To_Art_By_Vishi Bole_To_Art_By_Vishi
Gandhinagar
Gandhinagar, 382421

ꜰᴀꜱʜɪᴏɴ ᴅᴇꜱɪɢɴᴇʀ | 🎨 ᴀʀᴛɪꜱᴛ | ɪʟʟᴜꜱᴛʀᴀᴛɪᴏɴ ʟᴇᴛ'ꜱ ꜰɪʟʟ ʏᴏᴜʀ ᴄᴀʀᴛ ᴡɪᴛʜ ᴀɴ ᴀʀᴛ 🛒 PAID WORK ONLY💸

Gajju Jalwa 18 Gajju Jalwa 18
Gandhinagar, 382422

https://youtu.be/VZBmQti16OU

supperr cutts supperr cutts
Sargasan Chawkadi
Gandhinagar, 382421

JS Gujju JS Gujju
Gandhinagar Bypass, Dhola Kuva
Gandhinagar, 382007

Prithvi Events Prithvi Events
Dholeswar Road
Gandhinagar, 382421

Event organizer.