Kem Chho-SAURASHTRA
Our team main purpose is to provide our area's all positive news and useful information everyday.
TET - 1 ગુજરાતી માધ્યમનું પરિણામ 3.79% આવ્યું ... 80639 માંથી માત્ર 2697 પાસ.
સરકારી કર્મચારીઓના ફોનમા હવે વોડાફોન આઈડિયા સર્વિસ ને બદલે જીઓ નંબર વપરાશે, સરકાર દ્વારા પરિપત્ર બહાર પડાયો.
આજે ગુજરાત રાજ્ય માં ૮,૬૪,૪૦૦ ઉમેદવારો આપશે તલાટી કમ મંત્રીની પરીક્ષા, આ પરીક્ષા માં કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરવામાં આવશે.
છેલ્લા 6 વર્ષમાં પ્રથમ વખત એપ્રિલ-2023માં GST રેકોર્ડ તૂટ્યો
છે. એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 1.87 લાખ કરોડની કરી વસુલાત.
તા.07/05/2023 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હોય. જેમા ઉમેદવારોને કોઈ અગવડતા ઉભી ન થાય યોગ્ય માર્ગદર્શન મળતું રહે તે માટે મંડળ દ્વારા જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરો જાહેર કરેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) અને ગુજકેટ-2023 પરીક્ષાનું પરિણામ તા.02/05/2023 ના રોજ સવારે 9:00 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે.
વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની શુભેચ્છાઓ.
જય જય ગરવી ગુજરાત..
વિસાવદર તાલુકાનાં ચાપરડા ખાતે પૂર્ણશક્તિ હોલીસ્ટીક વેલનેસ દ્વારા ફ્રી આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.01/05/2023 થી તા.10/05/2023 સુધી યોજાનાર આ કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સ્થુળતા, હૃદયરોગ, વા-સાંધાના દુખાવા, સાઈટીકા, ચામડીના રોગો, પાચનની તકલીફો વગેરે માટે ખાસ નિ:શુલ્ક નિદાન, માર્ગદર્શન તથા જરૂરિયાતમંદ દર્દીઓને આયુર્વેદિક દવાઓ પણ રાહત દરે આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે મો. નંબર 94096 05705 ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માં ભરતી. અરજી તા. 01/05/2023 થી તા. 30/05/2023 સુધી કંપની ની અધિકૃત વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે. વધુ માહિતી માટે www.iocl.comની મુલાકાત લેવી.
અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં બાબરીયાધાર વિસ્તારમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ. કમોસમી વરસાદથી ધીયળ નદીમાં ભર ઉનાળે ધસમસતા પુર આવ્યુ.
નવી શિક્ષણનીતિ 2020 મુજબ ધોરણ 9 થી 12 માં શિક્ષક બનવા માટેની પરીક્ષા શિક્ષક અભિરુચિ કસોટી (TAT)ના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પરિપત્ર પ્રમાણે ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે શિક્ષક અભિરુચિ કસોટી લેવામાં આવશે. જેનું માળખું પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિ સ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપમાં રહેશે. જેમાં પ્રાથમિક પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.
જાણીતા હાસ્ય કલાકાર ડૉ.જગદીશ ત્રિવેદીએ અમરેલીમાં લોક વાર્તાકાર કાનજી ભુરા બારોટ છાત્રાલય બનાવવા માટે 25 લાખના દાનની જાહેરાત કરી.
કમોસમી વરસાદ તથા ખરાબ હવામાનને કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈને બંધ કરાઇ છે..
દિવ્યાંગ બાળકોનાં ટેલેન્ટને બહાર લાવવા તથા પ્રોત્સાહિત કરવા માટે સમન્વય સેન્ટરનાં મનોદિવ્યાંગ બાળકોનો છોટી સી આશા... વાર્ષિક ઉત્સવ કાર્યકમ આર.કે.સાયન્સ સ્કૂલ, લાઠી રોડ, અમરેલી ખાતે યોજાનાર છે.
ભરાડ વિદ્યા સંકુલ-અમરેલી દ્વારા આર્થિક રીતે નબળા અને અભ્યાસમાં અવ્વલ બાળકો માટે એક EQI ટેસ્ટનું આયોજન કરેલ હોય. જેમાં પાસ થનાર બાળકને 100 ટકા સ્કોલરશીપ સાથે પ્રવેશ આપવામાં આવશે. વધુ વિગત તથા રજીસ્ટ્રેશન માટે ભરાડ વિદ્યા સંકુલ અમરેલીનો મો.નંબર 63513 93350 / 94264 71325 ઉપર સંપર્ક કરવો.
અમરેલી જીલ્લામાં ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ યોજાશે.
આથી તમામ ખેલાડીઓ/વિદ્યાર્થીઓને જણાવવાનું કે ખેલ મહાકુંભ અંડર ૧૧ ,૧૪ અને ૧૭ વય જૂથમાં તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ,દ્વિતીય,તૃતીય ક્રમે વિજેતા થયેલા ખેલાડીઓ તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ માટે માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દરેક જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અમરેલી જિલ્લામાં જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષા સમર કોચિંગ કેમ્પ નીચે મુજબ સ્થળ પર આયોજન કરવામાં આવનાર છે.
કેમ્પનું સ્થળ:સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ચિતલ રોડ ગોળ હોસ્પિટલ પાસે,અમરેલી.
તારીખ=૦૧/૦૫/૨૦૨૩ થી ૧૦/૦૫/૨૦૨૩ સુધી કરવામાં આવશે.
જે ખેલાડીઓ/વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય તે તા.૩૦/૦૪/૨૦૨૩ સુધીમાં નીચે આપેલ નંબર પર સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવું.
મોબાઈલ નંબર:-૮૪૮૮૮૦૭૪૮૮/૦૨૭૯૨ ૨૨૧૯૬૧
નોંધ= સમર કોચિંગ કેમ્પમાં મર્યાદીત ખેલાડીઓ/વિદ્યાર્થીઓ લેવાના હોવાથી ખેલ મહાકુંભ-૨૦૨૨માં ભાગ લીધેલ ખેલાડીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
ખેલાડીઓને મળવાપાત્ર લાભ.
(૧) સમર કોચિંગ કેમ્પનું પ્રમાણ પત્ર.
(૨) સ્પોર્ટ્સ કીટ (ટીશર્ટ, કેપ).
(૩) સવારનો નાસ્તો.
(૪) પ્રવાસ ખર્ચ એક દિવસના ૫૦ લેખે ૧૦ દિવસના ૫૦૦ રૂપિયા ખેલાડીઓના ખાતામાં જમા કરવામાં આવશે.
(૫) કોચ દ્વારા તાલીમ.
તલાટી કમ મંત્રીની પરીક્ષાની ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં એટલે કે આગામી તારીખ 7 ના રોજ તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા યોજાશે. જેના ભાગરૂપે આ એક્ઝામના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. તા.27 એપ્રિલને ગુરુવારે બપોરે 1 વાગ્યા બાદ સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
BCCI એ WTC 2023 ફાઈનલ માટેની ભારતીય ટીમની જાહેરાત કરેલ છે.
જેમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એલ.રાહુલ, કે.એસ.ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.
ટંકારા ખાતે શ્રી કડવા પાટીદાર સમાજ દ્વારા મેગા નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન.
GSEB દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેં મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં અને ધોરણ ૧૦નું પરિણામ જૂન માસનાં પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે.
RTE પ્રવેશ પક્રિયા ની અરજી માં માત્ર ૨ દિવસ બાકી.
Recruitment In SBI
*જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા “ગીર સાવજ” મગફળી અને સોયાબીન (સર્ટીફાઈડ/ ટ્રુથફુલ) બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી બાબત*
(તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૨૪-૦૪-૨૦૨૩)
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-૨૦૨૩ ઋતુમાંવાવેતર માટે મગફળીની GJG-22 અને GJG-32 ના સર્ટીફાઇડ/ ટ્રુથફૂલ તથા સોયાબીનની GJS-3 જાતનું ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in ઉપર તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૨૪-૦૪-૨૦૨૩ સુધી કરવાની રહેશે. ખેડૂત મિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય,જૂ.કૃ.યુ., જૂનાગઢ (મેગાસીડ)ના સીડ હબ ગોડાઉન (યુનિવર્સીટી ગેટ નંબર-3) ખાતે લેવા આવવું પડશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (300 કિ.ગ્રા. ડોડવા), અને સોયાબીનમાં ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા) સુધી મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. તેમજ બિયારણ વિતરણ સંબંધીત માહિતી માટે જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in જોતા રહેવું.વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવા સંબંધિત વિભાગ દ્વારા જણાવેલ છે.
Junagadh Agricultural University Junagadh Agricultural University, Junagadh
CRPF માં કોન્સ્ટેબલ ભરતી -2023
વધુ માહિતી માટે તથા અરજી માટે www.crpf.gov.in ની મુલાકાત લેવી
અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં ભરતી.
Kem Chho Saurashtra
આવતી કાલ થી ગીર ની પ્રખ્યાત કેસર કેરી ની હાજરી.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Telephone
Website
Address
Rajkot
360002
Opening Hours
Monday | 11am - 5pm |
Tuesday | 11am - 5pm |
Wednesday | 11am - 5pm |
Thursday | 11am - 5pm |
Friday | 11am - 5pm |
Saturday | 11am - 5pm |
Vimal Nagar Main Road
Rajkot, 360005
Hello 👋 Everyone Page Is Movie Review Box office Report New Update Upcoming South Movies Follow Now
Raiya Telephone Exchange
Rajkot, 360001
All In One News Providing Here All Types News For Your Help
Rajkot
khabarilal news is a media website which upload latest news happened around the world
Kothariya Gam Near Khodiyar Tempal
Rajkot, 360002
હનુમાનજીને માનતા હોવ તો આ Like બટન દબાવો?