Kamuben Nathubhai Desai Charitable Trust
Ex.principaNalinbhai & his brothers to start a trust in the name of Pujya Kamu baa, when Baa's wish
Article in today's Dhabkar Newspaper shri Umeshbhai Bhatt Give Special Thank's To our Honorable Trustee And President Shri Nalinbhai Desai.
*******GURUDEV DUTT*************
The first objective of the Kamuben Nathubhai Desai Charitable TrustNGO is to provide higher education to the children of India, for which the NGO continues to make efforts, and that was through the Kamuben Nathubhai Desai Charitable Trust, a donation of Rs.51000 to Shree Dayalji Student Co-operative Society Surat.
When your work got appreciated by little students. we got thankful. all students are happy and enthusiastic to wearing uniform donated by KAMUBEN NATHUBHAI DESAI CHARITABLE TRUST.
Thank you all teacher, our elders, students and whoever's join our this mission and make it successful.
Article in today's newspaper....
ગુરુદેવ દત્ત
Kamuben Nathubhai Desai Charitable Trust
Karamla, Ta.olpad,Dist.Surat
Trust EMail: [email protected]
-:ગામ કરમલા ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ:-
ઓલપાડ તાલુકાના કરમલા ગામે કમુબેન નાથુભાઈ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાના ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે ગણવેશ નું વિતરણસુરત જિલ્લાના ભાજપના મંત્રી ગામ કરમલાના વતની શ્રીમતી ભક્તિ બેન ઘનશ્યામભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન શ્રી અભિષેક નલીનભાઈ દેસાઈ અને શ્રીમતી નિરાલી અભિષેક દેસાઈ એ કર્યું હતું .શાળામાં યોજાયેલ સમારંભમાં પ્રમુખ સ્થાને ગામના શ્રીનલીનભાઈ દેસાઈ હતા. શાળાના આચાર્યશ્રી વર્ષાબેન, સિનિયર શિક્ષક શ્રી ગીરીશભાઈ તથા અન્ય શિક્ષકો એ સમારંભનું સંચાલન કર્યું હતું.
સવારે આ કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી મહાદેવભાઈ દેસાઈ શ્રી યોગેશભાઈ દેસાઈ શ્રી રાકેશભાઈ દેસાઈ તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી અરવિંદભાઈ દેસાઈ, શ્રી શૈલેષભાઈ દેસાઈ તથા ઘનશ્યામભાઈ પટેલ હાજર હતા. જેમને સુંદર વક્તવ્ય આપી ટ્રસ્ટ ને બિરદાવ્યું હતું.
કમુબેન નાથુભાઈ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવાનું કાર્ય કરી રહ્યું છે. ગત 2016 લાયન્સ ક્લબના સહકારથી વિનામૂલ્યે ચશ્મા વિતરણ અને મોતિયાના ઓપરેશન નું કાર્ય હાથ કરાયું હતું. પાછલા વર્ષો દરમિયાન સન ૨૦૨૦માં કમુબેન નાથુભાઈ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે 50 જેટલા ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગરીબ માણસોને આ થકી શિયાળાને સહન કરવા માટે મદદરૂપ થવા ની કોશિશ કરવામાં આવી.
some memory for latest event.
*****પર્યાવરણના રક્ષણમાં થોડી ફરજ કરો ચાલો આપણે પણ એક વૃક્ષ વાવીએ.*****
Surat શહેરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે કમુબેન નાથુભાઈ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા તત્પર રહે છે... આ અંતર્ગત શહેરની હજીરા વિસ્તારમાં આવેલી સંજીવની સ્કૂલ , દામકા ખાતે એક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો... 15-09-2022 નાં દિવસે આ કાર્યક્રમ દ્વારા વૃક્ષો રોપવાનું કાર્ય થયુ અને ટ્રસ્ટ દ્વારા શાળા ને પ્લાસ્ટિક ની ખુરશી નુ દાન પણ આપવામાં આવ્યુ હતું. આ પ્રસંગે
સુરત 98.3 રેડિયો મિર્ચી ના Rj હર્ષ અને National weight Lifting Player Nihar Patel પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા..
શાળાના ટ્રસ્ટીઓ નવિનભાઇ પટેલ , ભગુભાઈ , સુરેશભાઈ , આચાર્યા સુચિતા બેન , શોભના બેન , મુકેશ સુકાનીન, ઠાકોરભાઈ, અન્ય શિક્ષકો અને સ્ટાફ , વાલી મંડળના નવિનભાઇ આહીર અને વિદ્યાર્થીઓ વગેરે એ વિશાળ સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
new year
https://youtu.be/66XSdvzOLlI
please share like subscribe......
મનુષ્ય જન્મ આપણને કેમ મળે છે? નમસ્કાર મિત્રો ગુરુદેવ દત્ત.... એક્સ. પ્રિન્સિપાલ નલીનભાઈ નાથુભાઈ દેસાઈ ના પ્રણામ સૌને.....આજે વિડિયો ના માધ્યમથી હુ.....
.Social Work done by Kamuben Nathubhai Desai Charitable Trust.
In the start of winter 15 blankets were donated from our trust to the needy people.
કમુબેન નાથુભાઈ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ
(ગામ કરમલા. તાલુકો ઓલપાડ. જીલ્લો સુરત.)
પૂજ્ય કમુબા ના નામનું ટ્રસ્ટ શરૂ કરવાનો અમારા પાંચ ભાઈઓને, જ્યારે પૂજ્ય બા ની ઈચ્છા તેની પાસેના રૂપિયાનો સત્કાર્ય,પરોપકાર્ય ર્થે, પરમાત્માના કાર્યમાં વાપરવાની પ્રગટ થઈ ત્યારે સદવિચાર ની પ્રેરણા થઈ.
પૂજ્ય બા ના રૂપિયા 15 લાખ નો સદુપયોગ પરમાત્માના કામમાં, શિક્ષણ, આરોગ્ય સામાજિક, આર્થિક ક્ષેત્રે થાય તે હેતુથી તેના વ્યાજની રકમ માંથી સત્કાર્ય કરતા રહેવું તેવો નિર્ણય કરી પાંચ ભાઈઓ મળી અમે અમારા બા અને પિતાશ્રી નું પણ નામ (શ્રી નાથુભાઈ દેસાઈ) આવે તે રીતે ટ્રસ્ટની રચના સૌના સાથ અને સહકારથી ઈ.સ. 2012માં શરૂ કર્યું.
આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત આઠ વર્ષોમાં અમે શૈક્ષણિક અને આરોગ્યક્ષેત્રે વિદ્યાર્થીઓ અને જન કલ્યાણ થાય તેવી પ્રવૃત્તિઓ કાર્યક્રમો યોજનાઓ અને જીવનમાં સૌને સતત પ્રેરણા મળે બીજાને સહાય કરવાની ભાવના જન્મે એ હેતુથી અનેક પુસ્તકો નો સર્જન કરવાની ઈચ્છા થી અમે સિદ્ધહસ્ત લેખકો વિદ્વાનો પાસે લેખો લખાવી ખૂબ આનંદથી તેમની વહેંચણી કરી.
શિક્ષણ ક્ષેત્રે શહેરની ખ્યાતનાય શાળા ના તેજસ્વી પણ આર્થિક રીતે ખૂબ ગરીબ હોય તેવા બાળકોને શિષ્યવૃત્તિ રૂપે સહાય કરી રહ્યા છે. આરોગ્યક્ષેત્રે સિવિલ હોસ્પિટલ સુરતની છાયડો જેવી સંસ્થાને પણ ખૂબ આર્થિક સહાય કરી છે. વિવિધ સંસ્થાઓને મળી મેડિકલ કેમ્પ નું પણ કરમલા ગામ માં આયોજન કર્યું છે જેમાં સેંકડો દર્દીઓ એ આંખ વગેરેની સારવાર માટે આનંદ પ્રાપ્ત કર્યો છે.
વિદ્યાર્થીઓ અને જનમાનસને શિક્ષણ અને આરોગ્યમાં માર્ગદર્શન પ્રેરણા મળે તે માટે દૈનિક વર્તમાન પત્ર નો પણ ઉપયોગ કર્યો છે. નાના નાના સેમિનારો નું પણ આયોજન કરેલ હતું.
માતા-પિતા વડીલોની સેવા ની પ્રેરણા મળતી રહે તે માટે શાળામાં વારંવાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પ્રેરણા ના પ્રવચનો અમે આપતા રહીએ છીએ, ટ્રસ્ટ નું સૂત્ર “માતા પિતા થી મોટો કોઈ દેવ નથી” અને “સૃષ્ટિમાં બધા જ માણસો ઇશ્વરનો અંશ” હોવાને કારણે પરસ્પર દેવ સમાન ગણવાની ભાવના જન્મે તેવું ભાવાવરણ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તેને માટે ટ્રસ્ટનું એક સૂત્ર માતાના પ્રેમ ની ભાવનાને કારણે “न मातु: पर दैवतम्”. સૂત્ર ને અમે સ્થાન આપ્યું છે. શાળામાં” छात्रों देवो भव:” સૂત્ર પ્રમાણે પ્રેરણા આપીએ છીએ. અને સમાજમાં "परस्पर देवो भव" આ સૂત્રને સાર્થક કરવાના કાર્યક્રમોનું આયોજન કરતાં રહીએ છીએ.
ભવિષ્યમાં ટ્રસ્ટને વધુને વધુ સહાય મળતી રહેશે તો “ચાણક્ય વિચારધારા” પ્રમાણે નેતા પસંદ કરવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવાનો ટ્રસ્ટ વિચાર છે, તેથી રાગ-દ્વેષ, દુરાચાર અશાંતિ વ્યભિચાર, કપટ- કલહ(તારું મારું) ને અનિષ્ટોને ધીમે ધીમે ઓછા કરી શકાય અને ભારતીય સંસ્કૃતિ નો મૂળભૂત તત્વ સદાચાર ચારિત્ર ની વિચારધારા સમાજને વિશ્વમાં એક પવિત્ર, ભાવાત્મક મંદિરને બદલે અંદરની વિરલ મૂર્તિની માણસમાં દર્શન કરતા લોકો થાય તેવી અપેક્ષા પણS ટ્રસ્ટ રાખે છે.
ટ્રસ્ટમાં એક જ માતાના બધા દીકરાઓ જ છે. મોટાભાગના બધા શિક્ષકો છે અને પ્રમુખશ્રી તો વર્ષોથી સુરતની પ્રસિદ્ધ શાળાના આચાર્યશ્રી 25 વર્ષ સુધી હતા. અને આ જ વિચારધારાથી એક નબળી શાળામાંથી ઉચ્ચતમ ગુણો ધરાવતી શહેરની સર્વાંગી શિક્ષણ આપતી શાળા બનાવી શક્યા હતા તે જ રીતે આ ટ્રસ્ટ બધા ટ્રસ્ટ માં નવું સર્જન કરી નવી ભાત પાડે અને મનુષ્ય પોતે કોણ છે? પોતાના હૃદયમાં રહેલી કઈ ઈશ્વરની આ શક્તિ તેની પાસે મન, બુદ્ધિ ચિત્ર દ્વારા શુભ કાર્ય કરાવી રહી છે તેનું સમાજને માર્ગદર્શન અને પ્રેરણા મળે એવી ભાવનાઓને ટ્રસ્ટીઓ ઈશ્વરને પ્રાર્થના કરી જન્મ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી દિવ્યતમ દ્રષ્ટિ બની શકે.
-પ્રમુખશ્રી નલીનભાઈ દેસાઈ તથા અન્ય ટ્રસ્ટીઓ
ગુરુદેવ દત્ત
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Contact the organization
Telephone
Website
Address
Surat
395009
B-245, Road No. 6D, Udhna
Surat, 394210
It is an organization which is formed for promoting welfare of children.
Surat, 395009
We are a Helping Trust with the core belief that every life is priceless. Our Trust is Social, Healt
Municipal School No 7, Adarsh Nagar Society, Athwalines
Surat, 395001
Surat
The official page of Surat Literary Foundation that hosts the annual edition of #SrtLitFest
302, Crystal Plaza Silver Chowk Near Sayona Plaza Punagam Brts
Surat, 395010
Surat, 395007
Paridrishy is a strong group of visionaries, who have been active since 2016 with activities committ
At-Pardipata. Po./Lakhanpor, Ta./Palsana, Dis./
Surat, 394352
Surat, 395009
Bharat Vikas Parishad is a non government organization (NGO) & is a voluntary organization where citizens from all walks of life join to work for the development and growth of our ...
Surat, 394210
SIMPLE ROUTE CHARITABLE TRUST IS A NGO WORKING IN SURAT, GUJARAT અમારા whatsapp ગ્ર?