Ekatra Foundation

Ekatra Foundation

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ekatra Foundation, Library, Durham, NC.

ગ્રંથ-ગુલાલ : ભાષા, સમાજ અને સાહિત્ય 12/03/2023

‘ભાષા, સમાજ અને સાહિત્ય’ પ્રો. યોગેન્દ્ર વ્યાસનું ભાષાવિજ્ઞાનવિષયક સંદર્ભ પુસ્તક છે. ભાષાશાસ્ત્રને કેન્દ્ર કરતા સોળ જેટલાં લેખ અહીં છે. અહીં ભાષાસંદર્ભે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરતા ‘ભાષા — માનવસંસ્કૃતિની સાથી’, ‘ભાષાભિવ્યક્તિના પ્રશ્નો’, ‘વિશ્વભાષા’ જેવા વિષયની ચર્ચા કરતાં પ્રકરણ છે. આ ઉપરાંત ‘આદિલેખન અને સાહિત્ય’, ‘ગુજરાતી ભાષામાં બહુવચનના પ્રત્યયો’, વ્યાકરણનું શિક્ષણ’,’ગુજરાતીમાં ભાષાવિચાર’ જેવા લેખોની સાથે ભાષાવિજ્ઞાન સાથે તુલના કરતાં ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્ય’, ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્ય વિવેચન’ જેવા અભ્યાસલેખ પણ છે. કવિ કાન્તના ‘વસંતવિજય’ કાવ્યની સંરચનાની તપાસ કરતો, ’નિરંજન ભગતની કાવ્યશૈલીને ભાષાવિજ્ઞાનની દ્રષ્ટિએ અભ્યાસતો અને ‘વળામણાં’ નવલકથાની લોકબોલીનો અભ્યાસ રજૂ કરતા લેખ સંશોધનની નવી દિશા ચિંધનારા છે.

ભાષાના વિભાવોની ચર્ચાની સાથે ભાષાવિજ્ઞાનક્ષેત્રે પ્રદાન કરનારા ત્રણ ભાષાવૈજ્ઞાનિકો — કેશવ હર્ષદ ધ્રુવ, રમણભાઈ નીલકંઠ અને કમળાશંકર ત્રિવેદી — વિશે પ્રમાણિત સામગ્રી આપતા લેખ છે. પુસ્તકમાં પરિશિષ્ટરૂપે જોડેલા ‘ભાષાવિજ્ઞાનના અગત્યના વિભાવો વિશે નોંધ’ અને ‘સંરચનાવાદી ભાષાવિજ્ઞાન — સુસુરથી ચોમ્સ્કી’ લેખ અભ્યાસીને ખૂબ મદદરૂપ થાય એવા છે.યોગ્ય દ્રષ્ટાંતોનો વિનિયોગ અને ભાષાની સરળતાથી આ સંદર્ભસામગ્રી અભ્યાસીને વિષય સમજવામાં સહાયક બનશે.

—કીર્તિદા શાહ

ગ્રંથ-ગુલાલ : ભાષા, સમાજ અને સાહિત્ય Preserve & Spread Gujarati Literature Through Digitization ગ્રંથ-ગુલાલ : ભાષા, સમાજ અને સાહિત્ય યોગેન્દ્ર વ્યાસ ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ પ્રો. યોગેન્દ્....

11/21/2023

'એકત્ર ફાઉન્ડેશન' વિશે શ્રી સંજય ભાવે લિખિત લેખ...
'દિવ્ય ભાસ્કર', 'રસરંગ' પૂર્તિ, તા. ૧૯-૧૧-૨૦૨૩, રવિવાર

લેખ નીચે આપેલ લિન્ક પરથી પણ વાંચી શકાસે:

https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/ektra-foundation-towards-gujarati-language-project-gutenberg-132161066.html

ગ્રંથ-ગુલાલ - દસમો દાયકો 10/05/2023

૧૯૯૧થી ૧૯૯૭ દરમિયાન મણિલાલ હ. પટેલના તંત્રીપદ હેઠળ ચાલેલ 'દસમો દાયકો' સામયિકના અંકો હવે ડિજિટલ સ્વરૂપે એકત્ર પર.

ગ્રંથ-ગુલાલ - દસમો દાયકો Preserve & Spread Gujarati Literature Through Digitization ગ્રંથ-ગુલાલ : દસમો દાયકો સંપાદકઃ મણિલાલ હ.પટેલ 'દસમો દાયકો' (દ્વૈમાસિક) : ૧૯૯૧થી ૧૯૯૭ ૧૯૯૧ના ફે...

ગ્રંથ-ગુલાલ - જનપદ 10/05/2023

અનુઆધુનિકયુગના મહત્વના સર્જક કાનજી પટેલ કૃત 'જનપદ' કાવ્યસંગ્રહ હવે વાંચો એકત્ર પર:

ગ્રંથ-ગુલાલ - જનપદ Preserve & Spread Gujarati Literature Through Digitization ગ્રંથ-ગુલાલ : જનપદ કાનજી પટેલ ‘જનપદ’ વિશે આજના કવિ તરીકે તથા અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના...

ગ્રંથ-ગુલાલ - અન્વેષણા 09/21/2023

ભોગીલાલ સાંડેસરા કૃત ઈતિહાસ અને સાહિત્યવિષયક લેખોનો સંગ્રહ ‘અન્વેષણા’ નોંધપાત્ર સંદર્ભસામગ્રીથી ખીચોખીચ ભરેલો છે. આ સંગ્રહમાં લેખકના બે વ્યાખ્યાનો, સંખ્યાબંધ રેડિયો વાર્તાલાપ તથા શબ્દચર્ચાવિષયક કેટલીક નોંધો છે. સંગ્રહમાંના આ લેખોનું વૈવિધ્ય જુઓ. અહીં ‘વેદ,ઋત અને વરુણ’, ‘ચૈત્યો અને વિહારો’, ‘શાન્તિપર્વ : રાજનૈતિક દ્રષ્ટિએ’, ‘પ્રાચીન ભારતમાં વહાણવટ અને નૌકાસૈન્ય’, ‘ભારત અને ચીન : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક’, ગુજરાત અને કાશ્મીર : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક’, ‘અમદાવાદની પોળ : ઐતિહાસિક દ્રષ્ટીએ’, ‘શાંતિપર્વ : રાજનૈતિક દ્રષ્ટીએ’, ‘ભાષા અને વ્યાકરણ’, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’, ‘કાન્હડદેપ્રબંધ’ વગેરે જેવાં ૪૨ લેખ છે. વિવિધ વિષયસંદર્ભો તપાસવા, સામગ્રીનું ચયન કરવું અને સામગ્રીને યોગ્ય સંદર્ભો સાથે ગોઠવવાની કળા શીખવતો આ સંગ્રહ આજે પણ મહત્ત્વૂર્ણ છે.

ગ્રંથ-ગુલાલ - અન્વેષણા Preserve & Spread Gujarati Literature Through Digitization ગ્રંથ-ગુલાલ : અન્વેષણા ભોગીલાલ સાંડેસરા ભોગીલાલ સાંડેસરા આપણાં ગુજરાતી સાહિત્યના સંશોધક અ...

ગ્રંથ-ગુલાલ - પ્રતિસાદ 09/19/2023

‘પ્રતિસાદ’ (લેખક: મંજુ ઝવરી)

‘પ્રતિસાદ’ (૧૯૯૮)માં ૧૯૯૨થી ૧૯૯૮ સુધીમાં ‘ફાર્બસ ત્રૈમાસિક’માં લખાયેલા સંપાદકીય લેખો છે. એ લેખોનું વિચાર-વિશ્વ ઘણું વ્યાપક છે. મંજુબહેનના આ પુસ્તકની મુખ્ય વિશેષતા એની વિશદ અને સ્પષ્ટ રજુઆત છે. ઘણા ઊંડા અભ્યાસમાં લઈ જતા આ વિચારણીય લેખો ક્યાંય અટપટા કે ધૂંધળા બન્યા નથી, મુદ્દાસરના અને કુંઠા વિનાની મુક્ત વિચારણા આપનાર બન્યા છે.
એથી, એનું વાચન રસપ્રદ અને વિચારપોષક બને એવું છે.

ગ્રંથ-ગુલાલ - પ્રતિસાદ Preserve & Spread Gujarati Literature Through Digitization ગ્રંથ-ગુલાલ : પ્રતિસાદ મંજુ ઝવેરી ‘પ્રતિસાદ’(૧૯૯૮)માં ૧૯૯૨થી ૧૯૯૮ સુધીમાં ‘ફાર્બસ ત્રૈમાસ.....

ગ્રંથ-ગુલાલ - દીર્ઘ મુલાકાત-સંચય 09/02/2023

એકત્રનો ગ્રંથ-ગુલાલ : 'દીર્ઘ મુલાકાત-સંચય'

ચાર ગુજરાતી સર્જકો શ્રી ગુલામમોહમ્મદ શેખ, પ્રદ્યુમ્ન તન્ના, મધુસૂદન ઢાંકી અને ભોળાભાઈ પટેલની શ્રી યગ્નેશ દવે દ્વારા લેવાયેલ દીર્ઘ મુલાકાતો હવે વાંચો એકત્ર પર.

/conta.cc/3L4i4q9

ગ્રંથ-ગુલાલ - દીર્ઘ મુલાકાત-સંચય Preserve & Spread Gujarati Literature Through Digitization ગ્રંથ-ગુલાલ : દીર્ઘ મુલાકાત-સંચય યજ્ઞેશ દવે અતરંગ બહિરંગનાં દળ વિદળ ખોલતી દીર્ઘ મુલાકાતો મા...

Sanchayan #59 August, 2023 08/24/2023

સંચયન (વર્ષ: 10 – અંક: 59)
સંપાદક: મણિલાલ હ. પટેલ, કિશોર વ્યાસ

ટૂંકા વિરામ બાદ 'સંચયન'નો નવો અંક પ્રગટ કરતાં એકત્ર આનંદ અનુભવે છે.

Sanchayan #59 August, 2023 સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામયિક વર્ષ: 10 – અંક: 59 સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ પ્રકાશક: અતુલ રાવલ .....

એકત્રનો ગ્રન્થ-ગુલાલ : બહુવચન 07/27/2023

આ સંગ્રહના લેખો બે કારણે અનોખા છે. એક, કરમશીભાઈની વિષય-પસંદગીના ઉચ્ચ લક્ષ્યો અને બે, એમણે કરેલા અનુવાદોમાં ભાષાની પ્રવાહિતાને લીધે ઊભરતી વાચનક્ષમતા. એક લેખકના અનેક લેખકો દ્વારા થયેલા કે અનેક લેખકોના અનેક લેખકો દ્વારા થયેલા નહીં પરંતુ અનેક લેખકોના એક જ લેખક દ્વારા થયેલા અનુવાદોને પ્રકાશિત કરવાનો ક્ષિતિજ માટે પણ કદાચ આ પ્રથમ પ્રસંગ છે.

અનુક્રમણિકા પર નજર કરતાં વિષયોની વિવિધતા અને વ્યાપકતા આપણું ધ્યાન ખેંચે છે. કળા-સિનેમા, ચિત્રકળા, સાહિત્ય, ફિલસૂફી કે એના સિદ્ધાંતોની ચર્ચા હોય, જે તે ક્ષેત્રમાં જેમનું વીસમી સદી પર પ્રખર અને પ્રભાવક પ્રદાન રહ્યું છે એવા નામાંકિત કળાકારો-વિદ્વાનો ઉપર એમની પસંદગી ઉતરી છે. આ પસંદગી એમની ઊંડી સૂઝ અને સૂક્ષ્મ સમજની દ્યોતક છે ! ક્યાંક ક્યાંક તો ટેક્નિકલ પરિભાષા અને વિષયની ગહનતા કોઈપણ અનુવાદકને હંફાવે એવી છે પણ આ અનુવાદો એ કસોટીમાંથી સુપેરે પાર પાડી એ વાચનક્ષમતા જાળવી રાખે છે. અનુવાદિત ભાષામાં જ મૂળ લખાણ લખાયું હોય એવો અનુભવ વાચકને જ્યારે થાય ત્યારે તે ઉત્તમ કોટિનો અનુવાદ, એવી પરખવાની સાદી રીત છે અને એની પ્રતીતિ આ લેખોમાં સહૃદય ભાવકને વારંવાર થઈ છે એ નિઃશંક છે.

એકત્રનો ગ્રન્થ-ગુલાલ : બહુવચન Preserve & Spread Gujarati Literature Through Digitization 'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : બહુવચન કરમશી પીર બહુવચન કરમશી પીર (જન્મ : ૨૩-૧૧-૧૯૩૪; મૃત્યુ : ૧૩-૦૪-૨૦૧.....

એકત્રનો ગ્રન્થ-ગુલાલ : ગુજરાતી સામયિક લેખ સૂચિ 07/27/2023

શ્રી રમણ સોની પાસેથી 1995 થી 2000 સુધીની અને શ્રી કિશોર વ્યાસ પાસેથી 2000 થી 2020 સુધીની, એમ કુલ 25 વર્ષની ગુજરાતી સામયિક લેખ સૂચિ આપણી પાસે પાંચ અલગ અલગ પુસ્તકોમાં પથરાયેલી મુદ્રિત સ્વરૂપમાં છે. એને હવે અહીં એકસાથે મૂકી આપી તેની સર્વગ્રાહી માહિતી સહેલાઈથી મેળવી આપવાનો પ્રયાસ કરીએ છીએ. 25 વર્ષના સાહિત્યિક સમયિકોની સામગ્રીને નવેસરથી યુનિકોડ ફોન્ટમાં ટાઈપ કરી તેને અહીં રિલેશનલ ડેટાબેઝની મદદથી ગોઠવી છે. અભ્યાસીઓ તેને એકસાથે, કૃતિ, કર્તા, સમીક્ષક અને તેના વિભાગવાર જોઈ શકશે. અહીં 25 વર્ષના 15 હજાર ઉપરાંત લેખો, 2500 જેટલાં લેખકો અને 2700 જેટલાં સમીક્ષકોની યાદી એકસાથે જોઈ શકાશે. 1995થી 2020 સુધીના 25 વર્ષના ગુજરાતી સાહિત્યનાં સામયિકોની આ સંકલિત સૂચિ વાચકો અને અભ્યાસીઓને ઉપયોગી નીવડશે એવી શ્રદ્ધા છે.

એકત્રનો ગ્રન્થ-ગુલાલ : ગુજરાતી સામયિક લેખ સૂચિ Preserve & Spread Gujarati Literature Through Digitization 'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : ગુજરાતી સામયિક લેખ સૂચિ મિત્રો, પ્રાચીન સમયમાં જ્ઞાનને કંઠોપકંઠ સા.....

રચનાવલી 06/27/2023

વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાનું ‘રચનાવલી’ ગુજરાતી, ભારતીય અને વિશ્વ સાહિત્યના સર્જકોની ઉત્તમ રચનાઓનો આસ્વાદાત્મક પરિચય કરાવતું સંપાદન છે. જેમાં ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની ૧૮, અર્વાચીન આધુનિક ગુજરાતી સાહિત્યની ૫૧, ભારતીય સાહિત્યમાં અસમિયા ભાષાની ૪, અંગ્રેજીની ૫, ઉર્દૂની ૫, કન્નડની ૬, તમિળની ૪, તેલુગુની ૩, પંજાબી ૨, બંગાળી ૪, મણિપુરી ૧, મરાઠી ૮, મલયાલમ ૮, સંસ્કૃત ૨૮, સિન્ધિ ૨, હિન્દી ૮, વિશ્વ સાહિત્યમાં અમેરિકન ૯, અરબી ૧, અલ્જેરિયન ૧, અંગ્રેજી ૧૪, આફ્રિકી ૫, ઇજીપ્શિયન ૧, ઇટાલિયન ૫, ઉઝ્બેકિસ્તાન ૧, ગ્રીક ૩, જાપાની ૧, જર્મન ૩, ઝેક ૨, પોર્ટુગીઝ ૧, ફારસી ૧, ફ્રેન્ચ ૬, રશિયન ૬, લેટિન ૧, સ્પેનિશ ૩, હિબ્રૂ ૨ એમ લગભગ ૨૨૦ જેટલી કૃતિઓ વિષેની માહિતી ભાવકને આ સંપાદનમાંથી મળશે. અહીં વલ્લભ મેવાડો છે તો સાથે કલાપી પણ છે. અહીં ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ છે તો ‘ધમ્મપદ’ પણ છે. અહીં ‘શિવમહિમ્નસ્તોત્ર’ છે તો ‘ભક્તામરસ્તોત્ર’ પણ છે. અહીં ‘હનુમાનચાલીસા’છે ને ‘ગીતગોવિંદ’ પણ છે. આ સંપાદનનો અભ્યાસ અનેક વિષયોમાં અભ્યાસ કરવાના દરવાજા ખોલી આપે છે. નિદર્શન પૂરતું કહેવાય કે ભારતીય સાહિત્ય અને પરદેશી ભાષાની રચનાઓનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો અહીંથી સામગ્રી મળી શકશે એ જ રીતે ધાર્મિક સંદર્ભની રચનાઓ વિશેના અભ્યાસ માટે પણ અહીં ઘણી સામગ્રી સંગ્રહાયેલી છે. વાચકના વિચારક્ષેત્રને વિસ્તૃત કરતું અને અનુભવજગતને સમૃદ્ધ કરતું આ સંપાદન મનનીય છે.

https://conta.cc/3poTqcg

રચનાવલી Preserve & Spread Gujarati Literature Through Digitization રચનાવલી ચંદ્રકાન્ત ટોપીવાળા વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાનું ‘રચનાવલી’ ગુજરાતી, ભારતીય અને...

સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો 06/02/2023

આપણે ત્યાં ઉત્તમ સાહિત્યકારો અને તેમના સાહિત્યને પુરસ્કૃત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ૧૯૫૪માં સ્થાપિત સાહિત્ય અકાદમી, દિલ્હી ૧૯૫૫થી ભારતની માન્ય ભાષાઓમાં પ્રકાશિત ઉત્તમ પુસ્તકને પ્રતિવર્ષ સાહિત્ય અકાદમી પુરસ્કાર અર્પણ કરે છે. ગુજરાતીમાં પ્રથમ પુરસ્કૃત પુસ્તક 'મહાદેવભાઈ દેસાઈની ડાયરી' (લેખક: મહાદેવભાઈ દેસાઈ)થી લઈને આજ સુધીના પુરસ્કૃત પુસ્તકોને વાંચકો સમક્ષ મૂકવાના હેતુથી એકત્ર 'સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તક શ્રેણી' શરૂ કરવા જઈ રહ્યું છે. ડાયરી, છંદશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ભાષાવિજ્ઞાન, સાંસ્કૃતિક ઈતિહાસ, ચરીત્ર, પ્રવાસ, નિબંધ, વિવેચન, કવિતા, નાટક, વાર્તા, નવલકથા — એમ વિવિધ ક્ષેત્રે પુરસ્કૃત પુસ્તકોમાંની આ સાહિત્યસમૃદ્ધિ આપની સમક્ષ મૂકતા એકત્ર આનંદ અનુભવે છે.

https://conta.cc/45zj5z8

સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો Preserve & Spread Gujarati Literature Through Digitization સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો આપણે ત્યાં ઉત્તમ સાહિત્યકારો અને તેમના સાહિત્યને પુરસ્ક.....

ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા 05/28/2023

વાંચો : 'ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા'

આ સંપાદનમાં પ્રવાસકથા-અંશો તથા પ્રવાસ-નિબંધોનું ચયન સમયાનુક્રમે કર્યું છે. બને તેટલી લાક્ષણિક સર્જક-પ્રતિભાઓને સમાવવાનો અમારો પ્રયત્ન રહ્યો છે. એકાધિક પુસ્તકો આપનાર લેખકોનાં બે લખાણો, અને કાલેલકર તથા ભોળાભાઈમાંથી ત્રણ-ત્રણ લખાણો લીધાં છે. એ સિવાય, અહીં પસંદ કરેલા દરેક લેખકનો એકએક મહત્ત્વનો નિબંધ લીધો છે. પસંદગીમાં સંપાદકની રુચિનો પ્રવેશ તો સહજ છે, છતાં સંપાદકો એકથી વધુ હોય તો, વધુ વસ્તુલક્ષી પણ બની શકાતું હોય છે – આમ છતાં સંપાદકોની મર્યાદાને પણ સ્વીકારવાની હોય જ.
ગુજરાતના આટલા મોટા પ્રવાસસાહિત્યમાંથી પસાર થવાનો અનુભવ મથી નાખનારો છતાં એટલો જ રસપ્રદ ને આનંદદાયક રહ્યો છે.

https://conta.cc/3MH61QS

ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા Preserve & Spread Gujarati Literature Through Digitization ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા સંપાદકો : રમણ સોની • ભારતી રાણે અપરિચિતનો અનુભવ લેવાનો એક રોમા....

ધ રેવન 01/31/2023

૧૮૪૫માં પ્રગટ થયેલી "ધ રેવન" એડગર એલન પોની અતિશય નીવડેલી કૃતિ છે. આ કૃતિ, કર્તાની પર્યાયવાચી છે એમ કહીયે તો પણ અતિશયોક્તિ કહેવાશે નહીં. આ કવિતા તેની રચનારીતિ, તેના લય અને તેના અતિલૌકિક પાસાને લીધે ખૂબ ધ્યાનાર્હ બની છે.

આ કવિતામાં વિરહી કવિને એક ભેદી આગંતુક સાથે થયેલા અનુભવની વાત છે. આ આગંતુક એકનો એક શબ્દ વારંવાર બોલીને કથકને વધુને વધુ વિતાડે છે અને એના અનુભવને લૌકિક તળમાંથી ખેંચીને એક રોમાંચક, ભયાનક, અને અદ્ભૂત એવા અનુભવમાં બદલી નાખે છે.

પ્રસ્તુત પુસ્તકમાં અનુવાદની સાથે સાથે મૂળ અંગ્રેજી પાઠ પણ આપેલો છે. આપણા સજ્જ સાહિત્યકાર ચન્દ્રકાન્ત ટોપીવાળાએ મૂળ કવિતાની ખૂબ નજીક રહીને આ અનુવાદ કર્યો છે, એ ત્યાં સુધી કે પોએ વાપરેલા લયને આબેહૂબ ગુજરાતીમાં સવૈયાની ચાલ રાખીને નિભાવ્યો છે.

આ કવિતાએ રસિકો, વિવેચકો, તથા અભ્યાસુઓને તો ઘેલું લગાડ્યું જ છે, પણ સાહિત્યેતર ક્ષેત્રોના લોકોને પણ ઘણી પ્રેરણા આપી છે, તેમજ ગોથિક, સુપરનેચરલ, હોરર, ઑમીનસ જેવા ક્ષેત્રોના કલાકારોને નવો ચીલો ચાતરી આપ્યો છે. વ્લાદીમિર નોબોકોવથી માંડીને ૨૧મી સદીની વેબસીરીઝ "વેન્સડે" સુધી આ કવિતાના સંદર્ભો પહોંચ્યા છે, અને આ કવિતા (એના થકી કવિ પોતે) સ્થળ-કાળની પરે પહોંચી ગયા છે.

https://www.ekatrafoundation.org/p/the-raven

ધ રેવન ધ રેવન

સ્વરૂપસન્નિધાન - Ekatra Wiki 11/22/2022

ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાયેલા ૧૩ સાહિત્યસ્વરૂપોની સિદ્ધાન્ત-ચર્ચાના લેખોનું આ સમ્પાદન, 'સ્વરૂપસન્નિધાન' એકત્ર ફાઉન્ડેશન પર ઑનલાઈન રજૂ કરતાં આનન્દ થાય છે. આ પુસ્તક અભ્યાસુઓને જરૂર ઉપયોગી થશે.

https://wiki.ekatrafoundation.org/wiki/સ્વરૂપસન્નિધાન

સ્વરૂપસન્નિધાન - Ekatra Wiki ૧૬ જૂન ૧૯૯૭-એ પ્રકાશિત ૧૩ સાહિત્યસ્વરૂપોની સિદ્ધાન્ત-ચર્ચાના લેખોનું આ સમ્પાદન, “સ્વરૂપસન્નિધાન” ‘એકત્ર ફાઉન્ડ...

અર્વાચીન કવિતા 10/26/2022

૧૮૪૫થી ૧૯૪૫ સુધીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો 'સુન્દરમ્'નો વિવેચનગ્રંથ 'અર્વાચીન કવિતા' હવે વાંચો એકત્ર પર.

https://www.ekatrafoundation.org/p/arvachin-kavita

અર્વાચીન કવિતા અર્વાચીન કવિતા

સંચયન - 56 10/25/2022

મિત્રો,

'એકત્ર' ફાઉન્ડેશન-નિર્મિત 'સંચયન' સામયિકનો આ નવો અંક સાનંદ, સૌને માટે...

https://issuu.com/ekatra/docs/sanchayan-56?fr=sNjBhNTUzMjcxNDk

સંચયન - 56 Read સંચયન - 56 by Ekatra Foundation on Issuu and browse thousands of other publications on our platform. Start here!

ઉવેખાયેલી વાર્તાઓ - Ekatra Wiki 10/06/2022

પોતાના સમકાલીનો કરતા મડિયાને ઘણું ટૂંકું આયુષ્ય મળ્યું. પણ એટલાં વરસોમાં પણ કલમને ખોળે માથું મૂકીને જીવેલા આ સર્જકે અઢીસો જેટલી વાર્તાઓ આપી છે. મડિયાની જે વાર્તાઓ લોકજીભે ચડી છે એટલી, કહોકે એનાથી પણ વધારે વાર્તાઓ એક યા બીજા કારણસર વિસરાવાની અણી ઉપર આવીને ઊભી હતી જેમાંથી ૧૬ જેટલી વાર્તાઓ અહીં રજૂ થઈ છે. મડિયા એટલે ગ્રામચેતાનાની વાર્તાઓના લેખક એ છાપને આ વાર્તાઓ ખોટી ઠેરવે છે. વિભાજનની વાત હોય કે પુત્રની પાછળ પિંડ પુરાવા અસમર્થ વિધવાની વાત હોય, વહેમ એક ગામડાગામના નિર્દોષ યુવાનનો કેવો ભોગ લઈ લે એ વાત હોય કે સમૃદ્ધિ વધતાં ગામડાંના ખેડૂતોમાં સુખ નહીં પણ વ્યસન અને એદીપણું વધે છે એવી વાત હોય કે મહાનગરી મુંબઈના જીવનના આટાપાટા હોય, મડિયાની વેધક નજર એની પર નાખેલા પરદા ચીરીને નર્યું સત્ય આપણી આગળ રજૂ કરવામાં કોઈ ક્ષોભ નથી રાખતી. આવી ઉવેખાયેલી વાર્તાઓ પસંદ કરવાનું કામ ઘણું અઘરું હતું જે અમિતાભ મડિયાએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. (— કિરીટ દૂધાત)

https://wiki.ekatrafoundation.org/wiki/ઉવેખાયેલી_વાર્તાઓ

ઉવેખાયેલી વાર્તાઓ - Ekatra Wiki

ચુનીલાલ મડિયાની લોકપ્રિય વાર્તાઓ - Ekatra Wiki 10/06/2022

આ સંપાદનમાં, મડિયામાંથી જેમણે મડિયારાજા બનાવીને ઘૂઘવતાં પૂર સમી પ્રચંડ લોકપ્રિયતા આપી એવી વાર્તાઓ છે. ‘કમાઉ દીકરો’, ‘વાની મારી કોયલ,’ ‘ચંપો અને કેળ’ કે ‘વેળા વેળાની છાંયડી’ હોય કે અહીં છે એ બધી વાર્તાઓ આજે એક લેખકની વાર્તામાંથી લોકકથા બનવાના સીમાડા ઉપર ઊભી છે. આ કથાઓમાં વાર્તાકાર મડિયા નવલકથાકાર મડિયા કરતા નોખો મિજાજ અને નોખી સર્જકતા બતાવે છે. અહીં એક બાજુ જિંદગીની કાળી બાજુ રજૂ કરતી વાર્તાઓ છે તો એની સામે બાજુ મનોમન મલકી ઊઠીએ અને વળી એ મલકાટની પાછળ છુપાયેલી કરુણતા નજરે ચડે તો મૌન થઈ જવાય એવી વાર્તાઓ પણ છે. કોઈ અખબારમાં આવેલા ચાર લીટીના સમાચારમાંથી સાંગોપાંગ વાર્તા સર્જી શકતી મડિયાની બળકટ કલમ આછાં નખદર્શનમાંથી આખો રાવણ આલેખવાની શક્તિની સાબિતી આપે છે. અઢીસો જેટલી વાર્તાઓમાંથી વીસ જ વાર્તાઓ પસંદ કરવાનું કામ ઘણું અઘરું હતું જે અમિતાભ મડિયાએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. (— કિરીટ દૂધાત)

https://wiki.ekatrafoundation.org/wiki/ચુનીલાલ_મડિયાની_લોકપ્રિય_વાર્તાઓ

ચુનીલાલ મડિયાની લોકપ્રિય વાર્તાઓ - Ekatra Wiki

ભદ્રંભદ્ર - Ekatra Wiki 08/25/2022

‘ભદ્રંભદ્ર’ નવલકથા રમણભાઈ નીલકંઠના સામયિક ‘જ્ઞાનસુધા’માં ટુકડેટુકડે છપાયેલી. એ પછી ઈ.૧૯૦૦માં એ પુસ્તકરૂપે પ્રગટ થઈ. લેખકની હયાતીમાં ઈ. ૧૯૨૩ સુધીમાં એની ૪ આવૃત્તિઓ પ્રસિદ્ધ થયેલી. ઈ.૧૯૨૮માં રમણભાઈનું અવસાન થયું એ પછી ઈ.૧૯૩૨માં એમનાં વિદૂષી પત્ની વિદ્યાબહેન નીલકંઠે ‘ભદ્રંભદ્ર’ની પાંચમી આવૃત્તિ કાળજીપૂર્વક, મૂળ પ્રમાણે પ્રગટ કરી હતી – કલાગુરુ રવિશંકર રાવળે ભદ્રંભદ્રનાં પાત્રો-પ્રસંગો લઈને કેટલાંક સુંદર રેખાંકનો કરેલાં એ રમણભાઈએ ત્રીજી આવૃત્તિથી સામેલ કરેલાં, એ ચિત્રો પણ વિદ્યાબહેને પાંચમી આવૃત્તિમાં જાળવેલાં.

'એકત્ર'ની આ શોધિત ઈ-આવૃત્તિમાં, વિદ્યાબહેને કરેલી પાંચમી આવૃત્તિમાંથી, આગળનાં પાનાં તથા રવિશંકર રાવળનાં રેખાંકનો સમાવી લીધાં છે ને એમ મૂળ નવલકથાનું વિશિષ્ટ કૃતિમૂલ્ય ને દસ્તાવેજી મહત્ત્વ જાળવી લેવામાં આવ્યું છે.

https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%AD%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0

ભદ્રંભદ્ર - Ekatra Wiki ‘ભદ્રંભદ્ર’ નવલકથા રમણભાઈ નીલકંઠના સામયિક ‘જ્ઞાનસુધા’માં ટુકડેટુકડે છપાયેલી. એ પછી ઈ.૧૯૦૦માં એ પુસ્તકરૂપે પ્રગ...

બે દાયકા ચાર કવિઓ 07/27/2022

'એકત્ર' પર વાંચો શ્રી ચિનુ મોદી લિખિત 'બે દાયકા – ચાર કવિઓ' પુસ્તક.

રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, લાભશંકર ઠાકર અને મનહર મોદી જેવા આધુનિક કવિઓની કવિતા સમજવા માટે આ પુસ્તક વાંચકોને ખૂબ જ ઉપયોગી થઈ પડશે.

https://www.ekatrafoundation.org/p/be-dayaka-char-kevin

બે દાયકા ચાર કવિઓ બે દાયકા ચાર કવિઓ

બુંદબુંદની સૂરત નિરાલી - Ekatra Wiki 07/04/2022

એકત્રનું નવું પ્રકાશન
(સંપાદક: રમણ સોની, કિશોર વ્યાસ)

https://wiki.ekatrafoundation.org/wiki/બુંદબુંદની_સૂરત_નિરાલી

બુંદબુંદની સૂરત નિરાલી - Ekatra Wiki આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહ....

સંચયન - 54 06/30/2022

મિત્રો,

'એકત્ર' ફાઉન્ડેશન-નિર્મિત 'સંચયન' સામયિકનો આ નવો અંક સાનંદ, સૌને માટે...

આ અંકના લેખકો:
પ્ર. ચુ. વૈદ્ય
પ્રતિષ્ઠા પંડ્યા
ચન્દ્રકાન્ત બક્ષી
મનોહર ત્રિવેદી
કલ્પના દેસાઈ
જિતેન્દ્ર પ્રજાપતિ
રમણ સોની
સમીર શાહ
દીપક મહેતા
નિરંજન ભગત
સુગુણા રામનાથન
રીટા કોઠારી

https://issuu.com/ekatra/docs/sanchayan-54?fr=sMWVhNTUxNTU1MTc

સંચયન - 54 Read સંચયન - 54 by Ekatra on Issuu and browse thousands of other publications on our platform. Start here!

ગુજરાતી એકાંકીસંપદા - Ekatra Wiki 06/13/2022

એકત્ર ફાઉન્ડેશન ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અલગ રીતે સક્રિય છે. દુર્લભ પુસ્તકો, પ્રશિષ્ટ પુસ્તકો હવે ડિજિટલ સ્વરૂપે આપણી સામે એ મૂકી આપે છે અને એ પણ નિઃશુલ્ક. વળી, વિવિધ પ્રકારના સંપાદનો પણ તૈયાર કરાવે છે. સંપાદનની એ શ્રેણી અંતર્ગત ‘ગુજરાતી એકાંકીસંપદા’ પ્રગટ થાય છે, એનો આનંદ છે. ભજવી શકાય એવાં એકાંકી એકસાથે અહીં પ્રગટ થાય છે, એ એનું મહત્ત્વ છે. જેમના પુસ્તકો રૂપે નથી પ્રગટ થયાં છતાં ભજવાયાં છે, એવા એકાંકીઓ પણ અહીં છે, એટલે એનું મહત્ત્વ વધી જાય છે. નિવેદનમાં મેં વિગતે આ એકાંકીઓ વિશે વાત કરી છે.

– ધ્વનિલ પારેખ

https://wiki.ekatrafoundation.org/wiki/ગુજરાતી_એકાંકીસંપદા

ગુજરાતી એકાંકીસંપદા - Ekatra Wiki (નોંધ : લેખકોએ પોતાના એકાંકીની સંમતિ અહીં મુદ્રિત સ્વરૂપ માટે આપી છે. વ્યક્તિ કે સંસ્થાએ એકાંકીની ભજવણી કરવા માટે ....

Want your organization to be the top-listed Government Service in Durham?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Durham, NC
Other Libraries in Durham (show all)
Duke University Medical Center Library and Archives Duke University Medical Center Library and Archives
10 Bryan-Searle Drive
Durham, 27710

The Medical Center Library & Archives provides the services and collections necessary to further educational, research, clinical, and administrative activities in the medical field...

Duke University Libraries Duke University Libraries
Box 90193
Durham, 27708

News, events, updates, and edifying information from the center of intellectual life at Duke.

Duke University Law Library Duke University Law Library
210 Science Drive
Durham, 27708

For quick access to the libraries' electronic resources and live assistance, see "Library Links."

Ford Library at The Fuqua School of Business - Duke University Ford Library at The Fuqua School of Business - Duke University
100 Fuqua Drive, Box 90120 Duke University
Durham, 27708

Serving the business information needs for the Fuqua School of Business and Duke University.

Duke Divinity School Library Duke Divinity School Library
407 Chapel Drive
Durham, 27708

The Divinity School Library serves the Divinity School and the Religion Department, as well as the wider university and scholarly community.

Lilly Library Duke University Lilly Library Duke University
8 E. Campus Union Drive
Durham, 27708

Lilly Library - your First Library on your First Campus!

North Regional Library - Durham County Library North Regional Library - Durham County Library
221 Milton Road
Durham, 27712

Our mission is to provide to the entire community books, services, and other resources that inform, inspire learning, cultivate understanding, and excite the imagination.

Preservation Department, Duke University Libraries Preservation Department, Duke University Libraries
Duke Univ Library
Durham, 27708

To preserve and make available the resources in the Duke University Libraries for current and future patrons. Preservation and Conservation Departments in the Duke University Libra...

WiderNet Project WiderNet Project
1906 East NC Highway 54 Suite 100F
Durham, 27713

WiderNet is dedicated to improving digital education and communications for all communities and individuals around the world.

Duke Digital Collections Duke Digital Collections
Durham, 27708

The Digital Collections Program at Duke University creates distinctive digital collections of Duke Libraries' unique archival materials that support teaching, learning, and researc...

Duke University Global Semester Abroad: India and China Duke University Global Semester Abroad: India and China
Bays 4 & 5, Smith Warehouse, 114 S Buchanan Boulevard
Durham, 27708

The Duke University Global Semester Abroad starts in India and ends in China. The program features

Sallie Bingham Center for Women's History and Culture Sallie Bingham Center for Women's History and Culture
411 Chapel Drive , Duke University
Durham, 27708

The Sallie Bingham Center preserves materials that reflect the lives of women, past and present.