Nalini Shah Cancer Fund (Anekant Community Center, Los Angeles) active in Cancer Awareness, Education and Detection since 2008.
It currently sponsors camps in Gujarat, India. Local organizations may approach Mukundray Shah [email protected] for info. 'જીવો અને જીવવા દો' ના એક અતિ મહત્વપૂર્ણ પાસામાં દુનિયા માં અને ખાસ કરીને ભારતમાં કેન્સરનો પ્રસાર શી રીતે અટકી શકે તે બાબત ગંભીર વિચારણા અને વ્યવસ્થિત આયોજન અને કામગીરી માગી લે છે. હૃદય રોગ ની બીમારીને આંબીને કેન્સરની બીમારી ના દર્દીઓ ની સંખ્યા દુનિયાભર માં વધી રહી છે. આ અનુસંધ
ાને જૈના તથા ઉતર અમેરિકા ના જૈન સેન્ટરો એ પ્રાણી દયા ની જેમ માનવ દયા ના આ કામ માં મહત્વ પૂર્ણ ભાગ ભજવવાનો છે. આ ક્ષેત્રમાં નલીની શાહ કેન્સર ફંડ એ પદાર્પણ કર્યું છે.
નલીની મુકુન્દરાય શાહ નું ૨૮ August ૨૦૦૮ ના રોજ બ્રેસ્ટ કેન્સર ની બીમારી થી ૬૧ વર્ષની વયે અમેરિકામાં અવસાન થયું. કેન્સર ની બીમારીથી લોકો શી રીતે બચી શકે તેનું શિક્ષણ આપવા, કેન્સર ના વહેલા નિદાન માટે જરૂરી સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવા ની જાગૃતિ ફેલાવવા માટેના કેન્સરના નિષ્ણાત ડોક્ટરોના વાર્તાલાપો અને કેન્સર નિદાન કેમ્પ નું આયોજન કરવા તથા કેન્સરના દર્દીઓને સહાય કરવા વિગેરે હેતુઓ માટે તેમના કુટુંબે દસ હજાર ડોલર ના દાનથી લોસ એંજેલેસ માં એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ Anekant Community Center માં “નલીની શાહ કેન્સર ફંડ” ની ૨૦૦૮ માં સ્થાપના કરી છે. દુનિયા ભરમાં કેન્સર વધુમાં વધુ જીવલેણ બીમારી છે અને હૃદયરોગ થી પણ વધુ લોકો આ રોગથી જાન ગુમાવે છે અને દર્દી બચી જાય તો પણ આ રોગ દર્દીના કુટુંબને આર્થીક અને માનસિક યાતના અને વેદના પહોંચાડે છે. આ રોગમાંથી બચવાનો સહેલો ઉપાય કેન્સર ના પહેલા નિષ્ણાતોએ નક્કી કરેલા સ્ક્રીનીંગ ટેસ્ટ નિયમિતતાથી કરાવી કેન્સરનું વહેલું નિદાન કરાવવાનું છે. ગુજરાત તથા મહારાષ્ટ્રમાં Cancer Awareness /Detection Camp ના આયોજન માટે કોશિશ ચાલી રહી છે. આ સેવાકીય કામ જોર પકડે તે માટે યથાશક્તિ સાથ સહકારની જરૂર છે. દાન આપવા અપીલ છે. જે કોઈ સંસ્થા ભારતમાં આવા Camp કરે તેને જરૂરી આર્થિક મદદ દરેક Camp માટે નલીની શાહ કેન્સર ફંડ તરફથી મળી શકશે. તે માટે મુકુન્દરાય શાહ ૯૪૯-૫૦૯-૬૭૧૬ નો સંપર્ક કરી શકશો.
નલિની શાહ કેન્સર ફંડે આ અંગે કરેલી કામગીરીનો ટૂંકો અહેવાલ નીચે મુજબ છે:
કેન્સરના વહેલા નિદાન તથા જાગૃતિ માટે વાર્તાલાપો : December ૨૦૦૮ થી જૈન સેન્ટર ઓફ સધર્ન કેલીફોર્નિયાના સહકારથી center માં કેન્સરના નિષ્ણાત ડોક્ટરોના લેક્ચર્સ યોજેલ જેની વિસ્તૃત માહિતી www.anekant.net પરથી મળી શકશે. કેન્સરના નિષ્ણાત ડોકટરો સર્વશ્રી - રમેશ કોઠારી, મણીલાલ મહેતા, લલિત વોરા, નીતિન શાહ, જસવંત મોદી, કિરીટ ગાલા, વિક્રમ કામદાર, માલિની શાહ, નીલેશ વોરા, નિમિષા પારેખ, મોના સંઘાણી, જયશ્રી વ્યાસ વિગેરે એ કેન્સર ના જુદા જુદા પ્રકારની સમજણ, તેના વહેલા નિદાન માટેના ચિહ્નો તથા જુદી જુદી જાતના સ્ક્રીનીંગ ટેસ્ટ વિગેરેની ખુબ ઉપયોગી માહિતી આપેલ છે. તેમનો અત્રે આભાર માનીએ છીએ. આ ડોકટરો ના lectures પરથી નીચે મુજબની તૈયાર કરેલ માહિતી સૌને ઉપયોગી થશે.
કેન્સર હોઈ શકે તેના ચિહ્નો: ભૂખ ઓછી થતી જાય, વાંસાનો દુખાવો ના મટે, શરીરમાં ગાંઠ દેખાય, વજનમાં અચાનક વધારો કે ઘટાડો વર્તાય, વાળ ઓછા થતા જાય, પેટનો દુખાવો મટે નહિ , પેન્સિલ જેવો પાતળો મળ આવે, શરીરમાં સોજા દેખાય, તાવ આવ્યા કરે, ખજવાળ મટે નહિ, માથાનો દુખાવો મટે નહિ, શરીર અથવા જીભ ઉપર સફેદ કે લાલ ચાંદા દેખાય અને રૂઝાય નહીં, મોઢામાં ગાંઠ દેખાય, મોઢું બંધ ના થાય, મોઢામાં લોહી નીકળે, મોઢું પૂરું ખુલે નહિ, અવાજ સતત બેસી જાય, તલ કે મસા ની size માં ફેરફાર થાય, ઉબકા આવ્યા કરે અને ઉલટી થયા કરે, બહેનો ને સ્તનમાંથી લોહી કે પરુ નીકળે, બગલમાં ગાંઠ દેખાય, વિગેરે ચિહ્નો જણાય ત્યારે જરાય આળસ કર્યા વગર નિષ્ણાત ડોક્ટરની તપાસ કરાવવી જરૂરી છે. આવા ચિહ્નો હોય તો કેન્સર જ હોય તેવું જરૂરી નથી પરંતુ સાવધાની રાખવાથી અને ડોક્ટર ની સલાહ લેવાથી રોગ વધે તે પહેલા દવા-સારવાર થઇ શકે અને જીવન બચી શકે. કેન્સર આવા ચિહ્નો વગર પણ થઇ શકે છે માટે જ American Cancer Society ની ભલામણ મુજબના સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવા ખાસ જરૂરી છે કારણ કે પ્રાથમિક તબક્કે કેન્સર નું નિદાન થાય તો યોગ્ય સારવારથી દર્દી બચી શકે છે. નિદાન જેટલું વહેલું થાય તેટલું કેન્સરથી બચવું સહેલું બને.
કેન્સરના નિદાન માટેના સ્ક્રીનીંગ ટેસ્ટ: કેન્સરના નિષ્ણાત ડોકટરો ના જણાવ્યા મુજબ મુખ્ય મુખ્ય કેન્સરોનું નું વહેલું નિદાન થઇ શકે તે માટે વાર્ષિક ડોકટરી તપાસ વખતે નીચેના સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવા જરૂરી છે. વાર્ષિક તપાસ દરેકે જન્મદિવસ વખતે કરાવવા થી બધાને યાદ રહે છે અને ચોક્કસ પણે medical appointments ગોઠવાઈ જાય છે. નિયમિત વાર્ષિક શારીરિક તપાસ કેન્સરના તથા અન્ય દર્દોં થી બચવાનું પહેલું પગથીયું છે. જેના કુટુંબમાં કેન્સર નો હિસ્ટરી હોય તેના માટે નીચેના ટેસ્ટ ના standards વિશેષ કડક છે તે તમારા ડોક્ટર કહી શકશે.
૧. બહેનોના છાતી ના કેન્સર- ૪૦ વર્ષથી મોટી વયના બહેનોએ દર વર્ષે મેમોગ્રામ કરાવવો જરૂરી છે. છાતીમાં ગાંઠ દેખાય કે કંઈ ફેરફાર લાગે કે લોહી નીકળે કે પરુ નીકળે તો તે ડોક્ટર ને તુરત બતાવવું.
૨. બહેનોના સર્વિકલ કેન્સર - ૨૧ વર્ષથી મોટી વયની બહેનોએ દર વર્ષે પેપ-સ્મીઅર ટેસ્ટ કરાવવો જરૂરી છે.
3. ગર્ભાશય નું કેન્સર - menopause એટલે કે માસિક ધર્મ કાયમ માટે બંધ થતી વખતે કે પછી વધારે પડતું બ્લીડીંગ થાય તો અવશ્ય ડોક્ટર ની સલાહ લેવી.
૪. ભાઈઓ તથા બહેનોના નાના-મોટા આંતરડાનું કેન્સર - ૫૦ વર્ષથી મોટી વયના ભાઈ-બહેનોએ કોલોનોસ્કોપી નો ટેસ્ટ કરાવવો જરૂરી છે. ત્યાર બાદ દસ વર્ષે કે પાંચ વર્ષે આ ટેસ્ટ ફરી વાર કરાવવાનો હોય છે.
૫. ભાઈઓને Prostrate કેન્સર - ૪૫ વર્ષથી મોટી વયના પુરુષોએ વાર્ષિક બ્લડ ટેસ્ટ કરાવતી વખતે PSA ટેસ્ટ તથા Digital Re**al Examination - DRE કરાવવી જરૂરી છે.
૬.ભાઈઓ તથા બહેનોનું જીભનું, જડબાનું, મોઢાનું તથા ગળાનું કેન્સર - ભારતમાં નાના-મોટા ઘણા લોકો પાન-માવા, ગુટકા, મસાલા અને તમાકુ ખાય છે, બજર-છીકણી સુંઘે-વાપરે છે, બીડી-સિગારેટ પીવે છે, તેથી મોઢાનું, ગળાનું અને ફેફસાનું કેન્સર થવાની શક્યતા ખુબ વધી જાય છે. ખુબ મોટો ખર્ચ આ વ્યસનો પાછળ થાય છે. મોટા ભાગના મોઢા ના કેન્સર જીભ ના તળિયેથી શરુ થાય છે અને ત્યાર બાદ ગળામાં તથા ફેફસામાં પણ ફેલાય શકે છે. ભારતમાં આપના સગા વહાલા, મિત્રો વિગેરે તમાકુના આવા વ્યસનો થી પીડાતા હોય તો કેન્સર જેવા ભયંકર રોગથી બચવા તેમને તે વ્યસનો તજી દેવા બનતા સઘળા પ્રયત્નો કરવા કરાવવા દરેકની ફરજ છે. Cancer Awareness Volunteers Training: American Cancer Society તથા Orange County Health Authority ના સહકારથી માર્ચ ૨૨, ૨૦૦૯ ના દિવસે ૩૨ volunteers ને Colon, Prostate , Breast અને Cervical કેન્સર ના રોગ થી બચવા માટે રોગના ચિહ્નો તથા સ્ક્રીનીંગ tests ની માહિતી Jain Center of Southern California માં આપવામાં આવેલ જેથી આ volunteers પોતપોતાના સગા-વહાલા તથા મિત્રોને સ્ક્રીનીંગ ટેસ્ટ માટે જવા પ્રેરી શકે. Self Breast Examination Workshop : Jain Center of Southern Califonia માં April ૧૯, ૨૦૦૯ ના દિવસે બહેનોને છાતીમાં કેન્સર ના ચિહ્નો ની જાત તપાસ કરવાની જાણકારી તથા તાલીમ ડોક્ટર નયના વોરા તથા ડોક્ટર અર્ચના શાહે આપેલ.
કેન્સર ના જાત અનુભવ ના વાર્તાલાપ: દિનેશભાઈ શાહ, હેમંતભાઈ નાગડા તથા પ્રીતીબેન શાહે પોતે કેન્સર માંથી શી રીતે બચી શકાય તેનું વર્ણન ખુબ સારી રીતે કર્યું.
કેન્સર સામેની લડતમાં તમે શું કરી શકો: વ્યક્તિગત રીતે કેન્સરના સ્ક્રીનીંગ ટેસ્ટ અવશ્ય કરાવો અને ભૂલાય ના જાય તે માટે તમારા જન્મ દિવસ ની પહેલા Medical Appointments નું આયોજન કરો. કેન્સર પ્રતિકાર અને જન જાગૃતિ માટે તમારા સગા-સ્નેહીઓને કેન્સર ના સ્ક્રીનીંગ ટેસ્ટ માટે માહિતી આપો. કેન્સર થી પીડાતા દર્દીઓને હોસ્પિટલ માં જઈને ખબર અંતર પૂછી શકો, ટીફીન ભોજન પહોંચાડો અને કોઈ કામ હોય તો કરી આપો, આર્થિક મદદ આપી શકાય તો આપો કારણ કે કેન્સરની બીમારી બધી રીતે પાયમાલ કરી નાખે છે.નોકરી જતી રહે છે,જીવન-નિર્વાહની પણ મુશ્કેલી પડે છે. કહેવત છે કે'રામના બાણ વાગ્યા હોય તે જાણે', ના ઇચ્છીએ કે કોઈને કેન્સર થાય પરંતુ જ્યાં સુધી એ રોગ ની સામેની લડત જીતી શકયા નથી ત્યાં સુધી કેન્સર ના દર્દીને તથા કુટુંબને હુંફ આપી શકીએ તો તેની પીડા ઓછી થાય અને કુટુંબીજનોને આ દર્દ સામે લડત લડવામા મદદ મળી રહે. કેન્સર ચેપી રોગ નથી તેથી ડરવાનું કોઈ કારણ નથી; દર્દીના સંપર્ક માં આવવાથી આ રોગ ફેલાતો નથી. શરીરના કોશો cells કન્ટ્રોલ વગર વધે ત્યારે કેન્સર નો રોગ થાય છે. કેન્સરને નાથવાની લડતમાં તમારું યોગદાન આપી માનવતાનો દીપક પ્રગટાવો તેવી ભાવના ભાવીએ છીએ.
We provide our troops serving all over the world with once-in-a-lifetime opportunities to take on their favorite professional athlete or celebrity in heated head-to-head video game...
Our mission is to provide a world class education to each student in every school by providing programs, raising funds & uniting the community. #SupportIPSF
CAMA is a nonprofit organization to help and support new immigrants. Our goal is bridging the communication gap between different cultures. We hold various activities to bring peop...