Vivek ni vaato

#મસ્તmorning #vivek_ni_vaato
Indian| Gujrati | Rajkotian

22/11/2023

માણસ હોય કે કુદરત, પ્રકૃતિ સાથે તાલમેલ સાધીલો એટલે સરળતા.
#मस्तmorning

21/11/2023

ખોટા વિચારોથી બચીને રહેશો તો ખોટા કામો આપોઆપ બંધ થઈ જશે.
#मस्तmorning

Photos from Vivek ni vaato's post 19/11/2023

Spectacular SURYAKIRAN
ICC ICC Cricket World Cup ICC - International Cricket Council BCCI Domestic Indian Air Force

18/11/2023

તમે જે હાંસલ કરી ચુક્યા છો એની તરફ નજર રાખશો તો જે હાંસલ કરવું છે એ થોડું વધુ સરળ લાગશે.
#मस्तmorning

02/11/2023

સ્વાર્થમાં આવેલી સમજણ બહુ લાબું ટકતી નથી.
#मस्तmorning

Photos from Vivek ni vaato's post 31/10/2023

સહુના સાહેબ સરદાર સાહેબને જન્મ જયંતી એ કોટિ કોટિ વંદન...

13/10/2023

મોટા પ્રશ્નોની ઉદાસી ટાળવા નાની ઉપલબ્ધિઓને ઉજવવાની ટેવ પાડી દો.
#मस्तmorning

12/10/2023

યોગ્ય જ્ઞાન અને તમારા રસ વગર ગમતું કામ પણ લાંબાગાળે કંટાળાજનક લાગે છે.
#मस्तmorning

04/10/2023

તમારી સાથે લાગણીથી જોડાયેલા લોકોને સુવિધાઓ કરતા તમારો સમય અને સન્માન વધુ સુખ આપશે.
#मस्तmorning

03/10/2023

તમારા કામથી જે કદર થશે તે શબ્દોથી ક્યારેય નહીં થઈ શકે.
#मस्तmorning

02/10/2023

દરેક મુશ્કેલી તમને કંઈક નવું શીખવવા આવે છે, આ વાત યાદ રહેશે તો લડવાની હિંમત અંદરથી જ આવશે.
#मस्तmorning

30/09/2023

મિનિટોનો ક્વોલિટી ટાઈમ કલાકોના થાકને ઉતારવા માટે પૂરતો છે.
#मस्तmorning

29/09/2023

માણસ બે જ કારણોસર કોઈને વશ થાય છે, પહેલા તો લાગણીથી અને બીજું મજબૂરીમાં.
#मस्तmorning

28/09/2023

તમારી પાસે એક આશ લઈને કોઈ આવ્યું હોય ત્યારે તેનો આત્મવિશ્વાસ વધારી ન શકો તો કંઈ નહીં, તોડતા નહિ.
#मस्तmorning

18/09/2023

તમે જેટલું વિચારી શકશો, એટલું જ વિસ્તરી શકશો.
#मस्तmorning

02/09/2023

ઉશ્કેરનાર છૂટી જાય છે, ઉશ્કેરણીમાં આવી ખોટું પગલું લેનાર જ ફસાય છે. આ સત્ય સનાતન નિયમ છે.

31/08/2023

જ્યારે બહાર શોધતા થાકી જાઓ ત્યારે અંદર ઉતરો, સમાધાન અને શાંતિ બન્ને મળશે.
#मस्तmorning

19/07/2023

બધા તમારું માનશે એવું જો તમે માનતા હોય તો એ મૂર્ખામી છે.
#मस्तmorning

14/07/2023

કોઈ તમારું બગાડે તેના કરતાં ભગવાન તમારું બગડવા નહીં દે તેવો વિશ્વાસ વધારે હોવો જોઈએ.
#મસ્તmorning

09/07/2023

જ્યારે છલાંગ શક્ય ન હોય ત્યારે એક ડગલું આગળ વધી જાઓ, બસ આગળ વધો એ જરૂરી છે.
#મસ્તmorning

07/07/2023

♂ The finest image of


♂ First journey in First Trip

Jodhpur > ahmedabad

05/07/2023

નવા સંબંધોમાં ઘણું અડધુ થાય અને ઘણું બેવડાઇ જાય, શું બેવડાય અને શું વહેંચાય એ માનસિકતા પર નિર્ભર છે.
#મસ્તmorning

04/07/2023

ઘણીવાર વ્યક્તિની સાચી પરખ થયા પછી સંબંધોમાં હરખ ઓસરી જાય છે.
#મસ્તmorning

24/06/2023

જ્યાં સુધી તમે ખુદ પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી બીજું કોઈ તમારા પર વિશ્વાસ નહીં કરે.
#મસ્તmorning

Photos from Vivek ni vaato's post 25/05/2023

પપ્પા...મારા આદર્શોમાં મોખરે એમનું સ્થાન. મારા જીવનમાં મેં એમનાથી મજબૂત કોઈ માણસ મેં જોયો નથી. ઝઝૂમવું અને જીતવું, સમજવું અને શીખવું, હોશ અને જોશ આ સઘળું એકરૂપ થાય અને જે તસ્વીર રચાય એ મારા પપ્પા. એમની જીવનશૈલી અને કામથી સતત શીખ્યો છું અને શીખી રહ્યો છું.

Photos from Vivek ni vaato's post 21/05/2023

*મા ની યાદ...વિરહની વેદના નહીં પણ સાનિધ્યનું સ્મિત*

આવતા મહિને તમારા અક્ષરધામ ગમનને 2 વર્ષ પુરા થઈ જશે. પાણીની ધારની માફક સમય પણ વહ્યો જાય છે. તમે કહીને, શીખવીને, સમજાવીને અને સૌથી વધુ તો જે આચરી અને અમલમાં મૂકીને ગયા હતા એ હવે જીવનભરના સંભારણા અને બોધપાઠ બની ગયા છે. શું કરવું એ તો દુનિયા શીખવી જ રહી છે પણ શું નથી કરવાનું એ તમે અંતરમાં ઉતારીને ગયા છો. એક પુત્ર તરીકે, પતિ તરીકે, ભાઈ તરીકે, સહકર્મી તરીકે, મિત્ર તરીકે અને અલ્ટીમેટલી એક સારા માણસ તરીકે કેમ વર્તવું એ તમારી વાતો અને વર્તનમાંથી શીખ્યો છું મમ્મી..

જ્યારે જ્યારે હું યાદ કરું ત્યારે ત્યારે મને તમારું સાનિધ્ય અનુભવાય છે. અને એટલે જ કહું છું કે આ પૃથ્વી પરથી આપણે મા-દીકરો ભલે છુટ્ટા પડી ગયા પણ મને તમે ક્યારેય દૂર ગયા હોય એવું લાગ્યું જ નથી. તો પછી વિરહની વેદના કેમ રહે? તમારા સાનિધ્યનો અહેસાસ જ મને ખુશ કરી દે છે. તમને ખબર છે હું એકદમ એકલો હોય ત્યારે તમને પેટભરીને યાદ કરું. એ મને ખુબ ગમે છે. નાનપણથી લઇ અને યુવાનીના પગથિયાં ચડાવી પરિપક્વતાના એક સ્તર સુધી પહોંચાડવામાં તમે હરહંમેશ મારો ટેકો રહ્યા. પરિવારને એક તાંતણે બાંધી રાખવા તમે જે મહેનત કરી એનું ઋણ હું, બહેન અને પપ્પા ક્યારેય ઉતારી તો નહીં શકીએ પણ આજેય એક થઈને રહીએ છીએ એ જોઈને તમે મલકાતાં હશો એ નક્કી છે.

શું શું યાદ કરું... આપણી ધીંગામસ્તી, ફિલ્મી ડાયલોગ, સાથે મળીને કોઈની ફીરકી લીધી હોય એ, વોલ્યુમ ફૂલ કરીને ગીતો વગાડવા, લારીએ ઉભા રહીને વડાપાવ દાબવા (લીટરલી દાબ્યા જ હોય) સંઘર્ષના સમયમાં ખભેખભો મિલાવીને દોડ્યા હતા એ, પછી નિરાંતે થાકોડો ઉતાર્યો તો એ. મા દીકરો ફરવા નીકળી જતા એ, રાત્રે બબ્બે વાગ્યા સુધી વાતો કરતા એ. આ બધું હજુએ ઈદમ યાદ છે.

સંતોષ છે તમે અમારી સાથે જેટલો સમય વિતાવ્યો એનો, ભારોભાર સન્માન છે તમે જિંદગી જીવ્યા અને જીવતા શીખવી ગયા એનું, ગર્વ છે તમારા સંતાન તરીકે ઓળખાઈએ છીએ એનું. એટલે જ આનંદ છે તમારા આશીર્વાદ અને પ્રેમ હરહંમેશ સાથે છે.

-વિવેક




#મા #માં

12/05/2023

I've received 300 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉

18/04/2023

મોટા માણસ થયા પણ મોટા મનના માણસ ન થયા તો નકામું.
#मस्तmorning

17/04/2023

કોઈ આપણને સમજાવવા પ્રયત્નો કરે પણ એ વખતની મનોસ્થિતિને કારણે ન સમજી શકીએ તો વાંક સમેવાળાનો નથી હોતો.
#मस्तmorning

13/04/2023

વધુ પડતા પરફેક્શનની અપેક્ષા રચનાત્મકતાને મારી નાખે છે.
#मस्तmorning

11/04/2023

લાગણી હશે તો માણસ ભૂલ નહીં હોય તો પણ માફી માંગી લેશે અને એ માફી જ તમને એનાથી દૂર કરી દેશે.
#मस्तmorning

07/04/2023

ખરાબ પરિણામ જેટલું નુકસાન નથી કરતું એનાથી વધુ નુકસાન આપણે પરિણામની ચિંતા કરીને વ્હોરી લીધું હોય છે. #मस्तmorning

03/04/2023

ઘણીવાર આપણા બહુ બધા પ્લાન્સ એક પણ પ્લાનને સફળ નથી થવા દેતા.
#मस्तmorning

Photos from Vivek ni vaato's post 02/04/2023

◆ ૫૯ વર્ષે ૧૯ વર્ષના હોવાનું જોમ, સ્ફુર્તિ અને તરવરાટ,
જીવન અને કામ બન્નેમાં નવા-નવા પ્રયોગો કરવાની અને કરવા દેવાની છૂટ આપવાનો એમનો સ્વભાવ, હરહંમેશ તમામ બાબતોમાં સકારાત્મક અભિગમ, સિસ્ટમમાં રહીને પણ લાગણીસભર વ્યવહાર, ઉચ્ચ કક્ષાએ પ્રસ્થાપિત થવા છતાં જમીન સાથે જોડાયેલા રહેવાનું જતન, મોળી ચા પ્રિય પણ વાણી એકદમ મધુર, ચોમેરથી દબાણોમાં પણ સ્થિરતા, સત્યના પક્ષે એમની અડગતા, અણગમો અવગણી ક્ષમા આપતી હૃદયની વિશાળતા આ એમની ઓળખ.

◆ ૧૧ મહિનામાં આ તમામ ગુણોથી વાકેફ થવા અને શીખવાની તક આપનાર તથા સરકારી ફરજમાં સરળતાથી સામેલ કરનાર માહિતીખાતામાં ગુરુતુલ્ય વ્યક્તિત્વ એટલે અમારા હિમાંશુ સાહેબ.

◆ ૩૧ માર્ચે એમની વય નિવૃત્તિ અને એ જ દિવસે પુનઃનિયુક્તિનો દિલખુશ પ્રસંગ યોજાયો. વિદાયમાન આપવાના કાર્યક્રમમાં સુર, શબ્દો અને સંવેદનાઓને એક તાંતણે પરોવવાની જવાબદારી આપી વિશ્વાસ મુકવા બદલ પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના પરિજનોનો દિલથી આભાર 🙏

શ્રી હિમાંશુ ઉપાધ્યાય સાહેબ આપને ખૂબ ખૂબ શુભેચ્છઓ સહ પુનઃસ્વાગત છે.

Photos from Vivek ni vaato's post 30/03/2023

આપને તથા આપના પરિવારને રામ નવમી તથા હરી જયંતીના જય સ્વામિનારાયણ સહ હાર્દિક શુભકામના... આપની તથા આપના પરિવારની સન્માર્ગે પ્રગતિ થાય તેવી અક્ષરપુરુષોત્તમ મહારાજના ચરણોમાં પ્રાર્થના.
BAPS Youth

30/03/2023

'सकल विघ्न व्यापहिं नहिं तेही। राम सुकृपाँ बिलोकहिं जेही॥'
राम नवमीं की हार्दिक शुभकामनाएं 🙏
जय श्री राम

29/03/2023

આપણે નિર્ણયો લેતા ઝડપથી શીખી જઈએ છીએ પણ તેની સાથે આવતી જવાબદારી લેવાનું નહીં.
#मस्तmorning

27/03/2023

તમારે ઉડવું હોય તો સૌથી પહેલા તમે જ પોતાના માટે બનાવેલી ધારણાઓ રૂપી સાંકળો તોડવી પડશે.
#मस्तmorning

Photos from Vivek ni vaato's post 24/03/2023

'હિરાણી કોલેજ એલ્યુમની મીટ 2.0' - એક અદભુત 'જલસો'

જ્યાં ક્યારેય ન મળ્યા હોય એવા લોકો પણ ગળે મળ્યા, સંઘર્ષની ગાથા તો બધાની હતી જ પણ વહેંચી એટલું વધુ જાણવા મળ્યું. સ્વાદ અને સ્નેહનો સંગમ થયો અને એના સર્જક બન્યા અમારા કાંતિ ઠેસિયા સાહેબ અને પ્લાનિંગ કમિટીના સભ્યો. ગર્વ થયો કે આપણા લોકો આજે પત્રકારત્વ જ નહીં બીજા કેટલાય ક્ષેત્રોમાં ઝંડા ગાળી રહ્યા છે. આમ આ એલ્યુમની મીટ પછી બધાના મોંએ એક જ વાત હતી કે, નકરી મોજ, મોજ, મોજ....જલસા, જલસા, જલસા...

ઠેસિયા સાહેબ અને હિરાણી કોલેજ આમ જ અમને બોલાવતા રહેજો, અમે હરખે હરખે આવતા રહીશું.
Shree Arjunlal Hirani College of Journalism
Arjunlal Hirani College

23/03/2023

કોઈ તમારો રસ્તો રોકી લે તો એને રસ્તેથી હટાવવાની મહેનત કરતા નવો રસ્તો બનાવવાની મહેનત કરો.
#मस्तmorning

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

♂ The finest image of #NewIndia#VandeBharatExpress ♂ First journey in First TripJodhpur > ahmedabad#indianrailways
I've received 300 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉
खुद पर भरोसा करने का हुनर सीख लो,सहारे कितने भी भरोसेमंद हो,एक दिन साथ छोड़ ही जाते है !#hindi #hindiquotes #hindipoetry...
ભૂલી નથી શકતા એટલે ખુલીને જીવી નથી શકતા...#attitudereels #ahmedabadcity #ahmedabadnews #enjoyingthemoment #ahmedabadlife...
जिगर वालों का डर से कोई वास्ता नहीं होता, हम वहाँ कदम रखते है जहाँ कोई रास्ता नहीं होता.Hindi Motivational Quotes Hindi ...
જે થઈ રહ્યું છે એ થવા દો...Gujju video Gujju motivation જલસા પાણી અમે ગુજરાતી ગુજરાત નો આવાજ બોલે ગુજરાત Gujarat media -...
कश्तियों को बदलने की जरूरत नहीं, दिशा बदलो किनारे अपने आप बदल जाएंगे।#motivation #livelife #YourRules #પ્રેમ #gujjugram ...
જિદ્દ કરો અને દુનિયા બદલો...#Motivation #gujju #gujjugram #gujjurocks #gujjulove #gujjuchu #gujjushayri #ahmedabad #ahme...
જેવા નથી એવા દેખાવા કરતા, જેવા છીએ એવા રહીએ ને યાર...#ahmedabad #ahmedabadcity #ahmedabad_instagram #ahmedabadnews #ahme...
🎇દીપાવલી અને નુતનવર્ષના પાવન પ્રસંગે ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામમાં હજારો દિવડાની રોશની.🎇BAPS Pariwar BAPS-E-Sa...
#narmadariver #narmadaparikrama #Narmada #NarmadaJayanti

Category

Telephone

Website

Address


Ahmedabad
Ahmedabad
380002
Other Public Figures in Ahmedabad (show all)
Mallika Sarabhai Mallika Sarabhai
Usmanpura
Ahmedabad, 380013

Artivist working towards a more just and humane world.

VICKY PATEL VICKY PATEL
Ahmedabad, 380015

Hello... to all Facebook members, this page is created for all those vicky patel's friends... Have Fun !!!

mr.arsh__08 mr.arsh__08
Ahmedabad

Full stack web developer

Deal with exclusive offers Deal with exclusive offers
Ahmedabad
Ahmedabad

I'm a affiliate marketer

Girls dairy and motivational thoughts Girls dairy and motivational thoughts
Ahmedabad

Motivational speaker

Mazedar Clips Mazedar Clips
Ahmedabad

Smit Shah Smit Shah
G-110 Titanium City Center
Ahmedabad, 380015

Smit Shah, a young and dynamic personality is a Hacker by profession and an Entrepreneur by heart. As a Co-founder & CEO of eSecurify, he is securing 72+ Indian Co-operative Banks ...

ii._.xx._.sahir._.xx._.ii ii._.xx._.sahir._.xx._.ii
🇮🇳📍
Ahmedabad

� 𝐎𝐟𝐟𝐢𝐂𝐢𝐚𝐋 𝐀𝐜𝐂𝐨𝐮𝐍𝐓 � �𝟏𝟖 𝐓𝐞𝐞𝐍 �𝐃𝐨𝐍𝐭 𝐓𝐫𝐔𝐬𝐓 𝐚𝐧𝐘𝐨𝐧𝐞 �𝐌𝐌𝐚 𝐏𝐩𝐚. �𝐒𝐞𝐋𝐅 𝐁𝐥𝐢𝐄𝐯𝐄𝐫

Comedy  show Comedy show
Ahmedabad, 380053

hallo

The Unity Of Chaudhary The Unity Of Chaudhary
Navrangpura
Ahmedabad

NG

ZK Knowledge World ZK Knowledge World
Ahmedabad, 380002

Welcome To My Page

Shekhar Saroj Shekhar Saroj
Ahmedabad, 382330

TO WIN THE GAME "JUST" REMAIN IN THE GAME.